________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૫૫ પ્રાપ્તિ છે બાપુ! ગજબ વાત છે ને?
પ્રશ્ન-દેવ-ગુરુ-શાસ્ત્રને અનુસરીએ તો?
ઉત્તરઃ- દેવ-ગુરુ-શાસ્ત્ર તો બાહ્ય નિમિત્ત છે બાપુ! એનું ભેદરૂપ શ્રદ્ધાન અને એનું અનુસરણ અર્થાત્ વિનય-ભક્તિ એ તો વિકલ્પ છે, રાગ છે, અને રાગથી તો બંધ થાય છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! (સાધકદશામાં વ્યવહાર વિકલ્પનું હોવું જુદી વાત છે, ને એના અનુસરણનો અભિપ્રાય જુદી વાત છે.)
પ્રશ્ન:- પણ ગુરુ વિના જ્ઞાન નહિ–એમ આવે છે ને?
ઉત્તર- અહા! ગુરુથી જ્ઞાન થાય છે, વા ગુરુ વિના જ્ઞાન નહિ એ તો નિમિત્તથી કથન છે; કેમકે જ્ઞાન થવામાં બાહ્ય નિમિત્તે એવું જ હોય છે; પણ જ્ઞાન તો પોતે પોતામાં એકાગ્ર થાય, અંતર્દષ્ટિ કરે ત્યારે જ થાય. આવી જ વસ્તુસ્થિતિ છે. જુઓ, અહીં શું કહે છે? ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાનને અનુસરીને–તેનો આશ્રય પામીને-કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ જ રીત છે બાપુ ! બધે આ જ વાત છે.
અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક ચીજ છે, વસ્તુ છે, અસ્તિ છે, તત્ત્વ છે; અને તે તત્વમાં જ્ઞાન-દર્શનની શક્તિરૂપ સ્વભાવ છે. અહાહા...! આત્મા સ્વભાવવાન વસ્તુ છે, તો તેનો સ્વભાવ શું? કે જ્ઞાન ને દર્શન. અત્યારે તો આ જ લેવા છે ને ? હવે તેમાં જાણગસ્વભાવે જે ત્રિકાળી સનું સત્ત્વ છે, શક્તિ છે તેને કારણસ્વભાવજ્ઞાન કહે છે, અને તેને અનુસરીને વર્તમાન સ્વાભાવિક અર્થાત્ પરની અપેક્ષા રાખ્યા વિના જે પૂર્ણ દશા પ્રગટ થાય તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. જુઓ, અહીં તો આ વાત છે કે પરની અપેક્ષા વિના જ કાર્યજ્ઞાનની દશા થાય છે અહા ! આ ધ્યાનમાં લે તો એના બીજા બધા વિકલ્પ ઓછા થઈ જાય હોં. અહો ! એવું આ તો અંદર ભારે “પાવરફૂલ' (સર્વશક્તિમાન) ઈજેકશન છે. પણ એને વિશ્વાસ આવે ત્યારે ને?
અહા! અંતર-એકાગ્ર થતાં અંદરમાંથી “પાવર' (શક્તિ) ફાટે છે, હુરે છે, પ્રગટે છે, ને કાર્યરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! અંદર ત્રિકાળ જ્ઞાનસ્વભાવરૂપ શક્તિ છે તે કાર્યનું (-કેવળજ્ઞાનનું ) કારણ છે, તેનું કારણ કોઈ વ્યવહારની ક્રિયા, ઇન્દ્રિયો, મનુષ્યદેહ કે સંનન નથી; તેમ જ દેવ-ગુરુશાસ્ત્રથી તે થાય છે એમેય નથી. અહા! આવું અજબ-ગજબ છે! પણ શું થાય? માણસને અંતરનો અભ્યાસ જ નથી, ને વિના આત્મ-વિધા બહારની કડાકૂટમાં (ક્રિયાકાંડમાં) રચ્યા-પચ્યો રહે છે.
જુઓ, આ પ્રમાણે કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન-એમ સ્વાભાવિક જ્ઞાનના બે બોલ થયા. હવે વિભાવિક જ્ઞાનની વાત કરે છે. તો કહે છેઃ
કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છેઃ કુમતિ, કુશ્રુત, અને વિભંગ'. અહા ! આ બધી બહારની (બહારના એકત્સહિત) બુદ્ધિઓ છે ને? તે બધી કુમતિ, કુશ્રુત આદિ કુશાન છે.
પ્રશ્ન:- પણ એ (-કુબુદ્ધિઓ) તો કેટલી મહેનતથી પ્રાપ્ત થાય છે?
ઉત્તર:- ધૂળેય મહેનતથી પ્રાપ્ત થતાં નથી સાંભળને! એ કુજ્ઞાનની પર્યાય પણ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. એ તો દષ્ટિ ભ્રાન્ત-મિથ્યા છે માટે તેને કુશાન કહે છે; બાકી, તે કુશાન પણ થાય છે તો અંદર શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com