________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
નિયમસાર પ્રવચન
ભાવ છે, ને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. ધ્રુવ શક્તિરૂપે અંદર છે તેનું કાર્ય પ્રગટ બહાર આવ્યું ને? તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું છે, અને અંતરમાં તેનું કારણ જે સહજ ત્રિકાળી સ્વભાવે રહેલું છે તેને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેલ છે. બહુ ઝીણું પ્રભુ! પણ એટલે તો હળવે-હળવે ઘૂંટી-ઘૂંટીને કહીએ છીએ.
- બાપુ! આ જે કેવળજ્ઞાનની દશારૂપ કાર્ય છે તે તારી પર્યાયના અસ્તિત્વમાં છે. જોકે તે પ્રગટ ત્યારે હોય છે. પણ તે છે તારી પર્યાયના અસ્તિત્વમાં, અને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે, કેમકે તે પ્રગટ કાર્યરૂપ છે; અને તેનું કારણ, કહે છે, અંદર ત્રિકાળ સહજ જ્ઞાનસ્વભાવે રહેલું છે. અહાહા...! ત્રિકાળ જ્ઞાનસ્વભાવરૂપ શક્તિ જે પડી છે તે પિંડમાંથી એ કાર્ય આવે છે. પણ સંહનન મજબૂત છે (વર્ષભનારાચ સંહનન છે) તેને લઈને, કે પૂર્ણ પર્યાતપણાને લઈને, કે મનુષ્યપણાને લઈને કે કર્મનો અભાવ થયો છે માટે તેને લઈને કેવળજ્ઞાન કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો ત્રિકાળ શક્તિરૂપ સહુજ જ્ઞાનસ્વભાવ છે તેમાંથી–તેને અનુસરીને-કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે. અહાહા..! આ તો ત્રિકાળ કારણપણે વિધમાન છે તેમાંથી વર્તમાન આવે છે. સમજાય છે કાંઈ...?
અહા! કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે ત્યારે કર્મનો ક્ષય કર્મના કારણે અવશ્ય થાય છે, પણ અહીં તો પોતાના કેવળજ્ઞાનના પરિણામ પોતાથી થાય છે, કર્મના ક્ષયને લઈને નહિ એમ વાત છે. શું કીધું? કે કેવળજ્ઞાન થતાં, પહેલાં આવરણરૂપ જે કર્મ નિમિત્ત હતું તે કર્મ અકર્મરૂપે પરિણમી જાય છે. તો, એ કર્મનું અકર્મ થવું તો એમાં રહ્યું, તે કર્મ અકર્મરૂપે પરિણમ્યું માટે અહીં જીવમાં કેવળજ્ઞાનના પરિણામ થયા છે એમ નથી. ભારે વાતુ ભાઈ !
અહા! પરમાત્મદશાના કાળે આત્મામાંથી જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે તે કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ છે; કેમકે કાર્ય પ્રગટ થયું ને? પર્યાય પ્રગટ થઈ ને? કાર્ય કહો, પર્યાય કહો કે પરિણામ કહો એક જ છે. વળી તે કાર્ય સ્વાભાવિક કાર્ય છે, કેમકે તે થવામાં બીજા કોઈની અપેક્ષા નથી, કર્મ કે નિમિત્તની અપેક્ષા નથી; તે કાર્યજ્ઞાન અંદર જ્ઞાનશક્તિરૂપ ત્રિકાળ કારણ પડ્યું છે તેને અનુસરીને થાય છે. અહા ! ત્રિકાળી જ્ઞાન કે જે પરમ પરિણામિકભાવે સ્થિત છે તેને અનુસરીને કાર્યજ્ઞાન પ્રગટ થતું હોવાથી તેને કારણસહજજ્ઞાન કહે છે, ને પ્રગટ કેવળજ્ઞાનની દશાને કાર્યસહજજ્ઞાન કહીએ છીએ. લ્યો, આવી વસ્તુ બહુ ઝીણી બાપુ! આમાં એમ સિદ્ધ થયું કે-ભગવાન! તારા કાર્ય માટે તું બીજે ન જો, અંદર જ્યાં કારણ પડયું છે ત્યાં જો ને તેમાં એકાગ્ર થા. તારી જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થશે તે પરને લઈને નહિ થાય, પણ તારા કારણે થશે. અહા! અત્યારે જે જ્ઞાનની દશા વર્તે છે તેય તારા કારણે, ને પૂર્ણ થશે તે પણ તારા કારણે. (માટે અંદર કારણ છે ત્યાં જા, ને ત્યાં એકાગ્ર થા).
ભાઈ, ધર્મ પામવા માટે અંતઃપુરુષાર્થ કરવો પડશે હોં, કાંઈ ગુરુ-કૃપાથી કે ગુરુના આશીર્વાદમાત્રથી ધર્મ થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી.
પ્રશ્ન:- એવું (સ્તુતિમાં) આવે તો છે?
ઉત્તરઃ- એ તો નિમિત્તના કથન બાપુ ! બાકી પોતાની કૃપા થતાં અર્થાત્ અંદર જે ગુણો ત્રિકાળ કારણભાવે પડ્યા છે તેનું ગ્રહણ થતાં તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે. આ તો પ્રાપ્તની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com