________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૫૧ જ્ઞાનને અનુસરીને બહાર આવે છે. ભલે તે કુબુદ્ધિ છે, પણ તે વિકાસ બહારમાંથી આવે છે એમ નથી. જુઓને! અનેક માણસો બહારમાં ફરે છે ને અભ્યાસ કરે છે, પણ કોઈની થોડી ને કોઈની ઘણી જ બુદ્ધિ હોય છે, કારણ કે તે (બુદ્ધિનો વિકાસ) અંતરના ગુણને અનુસરીને થાય છે. ભલે તે અજ્ઞાન છે, પણ જ્ઞાનમાંથી-અંદર યોગ્યતા છે તેમાંથી–તે ઉઘાડની પરિણતિ આવે છે.
પ્રશ્ન- તો, તે અજ્ઞાન-કુબુદ્ધિ કેમ છે?
ઉત્તર- કેમકે તે આવી વસ્તુસ્થિતિને સ્વીકારતો જ નથી. અરે! આવો હું (એકત્વ-વિભક્તિ) આત્મા છું એમેય એ ક્યાં માને છે? અને તેથી તે કુબુદ્ધિ છે.
જુઓ, આ સામે શાસ્ત્રના શબ્દો છે માટે અહીં જીવમાં જાણવાના પરિણામ થાય છે એમ છે નહિ. પ્રશ્ન- તો પછી આપ વાંચો છો શું કામ?
ઉત્તર- કોણ વાંચે બાપુ? શું એ જડની ક્રિયાને જીવ કરે? એ તો માત્ર જાણે જ બસ; અને આ જાણવાની ક્રિયા-જાણવાના પરિણામ, અહીં કહે છે, અંદર જાણવું-દેખવું એવો ત્રિકાળી ગુણ છે તેને અનુસરીને થાય છે. માટે વાંચતાં ને સાંભળતાં જે વર્તમાન જાણવાના પરિણામ થાય છે તે કાંઈ શબ્દોને અનુસરીને થતા નથી, પણ જીવના ત્રિકાળી જ્ઞાન-દર્શન ગુણને અનુસરીને થાય છે. આવી વાતું છે.
પ્રશ્ન- આવું સાંભળીને તો છોકરાં નિશાળે ભણવાય નહિ જાય?
ઉત્તર- એ તો તને બ્રાન્તિ છે બાપુ! બાકી એની પર્યાયનો ઉઘાડ જે આવવાયોગ્ય છે તે અંદરથી આવશે જ, અને બહારમાં જડની ક્રિયા તે કાળે થવા યોગ્ય થશે; છતાં અહીં તો આ વાત છે કે એનો ઉઘાડ પરને લઈને-બહારની જડની ક્રિયાને લઈને થતો નથી.
હવે ઉપયોગના પ્રકાર કહે છે:
“જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે: જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ).”
જોયું? જાણવાનો વ્યાપાર અને દેખવાનો વ્યાપાર એમ ઉપયોગના બે પ્રકાર છે અને તેમાં જાણવાના વ્યાપારના પણ બે ભેદ છે. એક સ્વાભાવિક જ્ઞાનોપયોગ અને બીજી વૈભાવિક જ્ઞાનોપયોગ. તેનો ખુલાસો આગળ આવશે. હવે કહે છે
તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે,...”
અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય અરૂપી વસ્તુ છે ને તેનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે તે સ્વભાવજ્ઞાન છે, તથા તેની કેવળજ્ઞાનરૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય તે સ્વભાવજ્ઞાન છે. એક ત્રિકાળ અને બીજું વર્તમાન-એમ બંને સ્વાભાવિક જ્ઞાન છે અને તે અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે.
શું બન્નેય અમૂર્ત, અતીન્દ્રિય, અવ્યાબાધ અને અવિનાશી છે? હ, બન્નેય; ત્રિકાળી સ્વભાવજ્ઞાન પણ અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય ને અવિનાશી છે, ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com