________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫)
| નિયમસાર પ્રવચન
પર્યાયરૂપે તેને પોતાને કારણે વર્તમાન-વર્તમાન સત્ છે. અહા ! તે પોતાને કારણે સત્ છે, કાંઈ પરનાનિમિત્તના કે ઇન્દ્રિયના કારણે સત્ છે એમ છે નહિ. ભારે વાતુ ભાઈ !
પણ આ તો બહુ ઝીણું છે?
હા, ઝીણું છે. અહા ! આત્મા-પોતે વસ્તુ ઝીણી છે કે નહિ? પણ અરે! એણે અંદર હું આત્મા છું એમ જાણવાની દરકાર જ કરી નથી. અહીં શું કહે છે? કે આ સ્પર્ધાદિ ઈન્દ્રિયો છે એટલે અહીં જીવમાં જાણવાનું થાય છે એમ નથી; કેમકે ઈન્દ્રિયો તો જડ માટી-ધૂળ છે, અજીવનું અસ્તિત્વ છે, અને જાણવાપણે જે ઉપયોગ છે એ તો ચેતન છે, જીવનું અસ્તિત્વ છે. હવે એ ચેતનને જડ ઈન્દ્રિયો કેમ કરે ? અને એ ચેતન જડ ઈન્દ્રિયોને-પરને કેમ અનુસરે ? તો શું છે? તો કહે છે-આત્માનો જે જ્ઞાન-દર્શન ગુણ ત્રિકાળ હોવાપણે છે તેને અનુસરીને તે વર્તમાન જાણપણારૂપ ઉપયોગનું હોવું છે. કહ્યું કે આમાં? કે ઉપયોગ ધર્મ નામ સ્વભાવ છે, ને જીવ ધર્મી નામ સ્વભાવવાન છે. ઉપયોગ જીવનો સ્વભાવ છે બાપુ! તેથી તે ત્રિકાળી ગુણને અનુસરીને થાય છે, પણ જડ ઈન્દ્રિયોને કે પરજ્ઞયોને અનુસરીને તે પરિણામ થતા નથી; કેમકે તે પરિણામ પરમાં નથી, પરસ્વભાવે નથી. સમજાય છે કાંઈ....?
પ્રશ્ન- પણ કર્મનો ક્ષયોપશમ હોય તે અનુસાર જ્ઞાન થાય ને?
ઉત્તર:- કોનો ક્ષયોપશમ? જીવનો કે કર્મનો? કર્મના ક્ષયોપશમનું અહીં શું કામ છે? કર્મ તો કર્મને ઘરે રહ્યાં, અહીં તો, પોતાની અંદર જ્ઞાન-દર્શનને અનુસરીને જેટલો ભાવ (વિકાસરૂપ) થાય તે પોતાના પરિણામનું સત્પણું છે, અને તેથી, તે પરિણામ પોતાના ત્રિકાળી સત્તા આશ્રયે થાય છે એમ કહે છે.
જયધવલામાં પણ લીધું છે કે જો ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય તો-ત્યારે સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે નહીં? તેમ જ -સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે ઇન્દ્રિયો ( વિશેષપણે ) થઈ છે?
અહા ! જડ ઇન્દ્રિયો જ્ઞાનના વિશેષપણે કેમ થાય? ન જ થાય. તેથી જે જ્ઞાન ત્રિકાળ સામાન્યપણે છે તે જ વર્તમાન વિશેષપણે થાય છે.-આમ ઉપયોગ સામાન્યને અનુસરીને જ હોય છે, થાય છે; ઈન્દ્રિયને કે કર્મને અનુસરીને થતો નથી. આમ આત્માનું હોવાપણું દ્રવ્ય, ગુણે ને પર્યાયે કેવું છે તે સિદ્ધ કરે છે. અરે ! પણ એને સમજવાની કોને પડી છે?
અહાહા...! કહે છે-“ ઉપયોગ ધર્મ છે' ને “જીવ ધર્મી છે'. અહા ! ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. કોણે? કે ધર્મી એવા જીવે. અહાહા....! આમ તારું હોવાપણું-તારા દ્રવ્ય, ગુણ ને પર્યાય-ભગવાન! તારે લઈને છે, પણ તારું હોવાપણું-વર્તમાન દશાનું પણ-પરની સત્તાના હોવાપણાને લઈને છે નહિ. લ્યો, આવું ભારે ઝીણું ! આ બહારમાં બુદ્ધિ ઉઘડે છે ને? ભલે તે અજ્ઞાન હોય, તો પણ તે બહારના અભ્યાસને લઈને છે એમ નથી, પણ અંદરને અનુસરીને તે પરિણામ થાય છે.
અહા! આ સંસારનાં ભણતર–વકીલાતનાં ને ડોકટરનાં ભણતર એ બધું કુશાન છે. છતાં તે કુશાન અંદરમાં પોતાને અનુસરીને થાય છે, પરને લઈને નહિ. દેશ-દેશાવર ફરે ને બહુ અભ્યાસ કરે તો બુદ્ધિ ખીલે એમ લોકો કહે છે ને? પણ એ વાત તદ્દન ખોટી છે; કેમકે એ વિકાસ અંદરના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com