________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૪૯ છે” પણે છે. અહા ! આત્મા છે તો તેની શક્તિ શું છે? અહા ! “છે” એ તો શક્તિવાન વસ્તુ થઈ પણ તેની શક્તિ શું છે? કે જાણવું–દેખવું અર્થાત્ ચૈતન્ય એ એની મૂળ શક્તિ છે. તો, એ ચૈતન્યશક્તિની વર્તમાન દશા શું છે? ને તે કેમ થાય? તો કહે છે-ઉપયોગ એ ચૈતન્યશક્તિની વર્તમાન દશા છે અને તે અંતરંગ ત્રિકાળી શક્તિને અનુસરીને થાય છે; પણ બાહ્ય નિમિત્તને અનુસરીને તે થાય છે એમ છે નહિ. આ કાન છે તો સાંભળવા સંબંધી જાણપણું થાય છે, એમ છે નહિ; તેવી રીતે આંખ છે તો અક્ષર દેખાય છે પદાર્થનું જાણપણું થાય છે એમ છે નહિ. અહા ! જે દેખવા-જાણવાનું ત્રિકાળ અસ્તિત્વ પડયું છે તેને અનુસરીને દેખવા-જાણવાની પર્યાય થાય છે. સમજાણું કાંઈ....? અહા! આવું વસ્તુનું સત્-સ્વરૂપ છે બાપુ !
અહાહા...! કહે છે-આત્માનો.'—એમ કહીને શું કહેવું છે? કે પરિણામ આત્માનો છે, અને તેથી “નો” શબ્દ વાપર્યો છે. તો “આત્માનો ચૈતન્ય” . આમાં ચૈતન્ય એ ગુણ કીધો ને તેને અનુવર્તી' અર્થાત્ ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગની વ્યાખ્યા
હવે કહે છે-“ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે.'
લ્યો, ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ છે, અને જીવ સ્વભાવવાન અર્થાત્ ધર્મી છે એમ કહે છે. અહા ! જેમ દીપક સ્વભાવવાન ને પ્રકાશ તેનો સ્વભાવ અર્થાધર્મ છે, તેમ જીવ ધર્મીસ્વભાવવાન છે ને ઉપયોગ એનો સ્વભાવ અર્થાત્ ધર્મ છે, માટે, ઉપયોગ પરને લઈને છે એમ છે નહિ. અહા ! વર્તમાન ઉપયોગ પણ પરને લઈને નથી. આમ પર્યાયને અહીં સ્વતંત્ર સિદ્ધ કરી છે અહા! ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ હોવાથી આત્માના જે જાણવા-દેખવાના ભાવ-પરિણામ થાય છે તે ઈન્દ્રિયો છે માટે થાય છે, વા જાણવામાં આવતા શેયોને કારણે થાય છે એમ છે નહિ. બાપુ ! એ તો એનું સત્ સ્વરૂપ જ એવું છે કે ત્રિકાળી આત્માનો જે જ્ઞાન-દર્શનમય એવો ચૈતન્યગુણ છે તેને અનુસરીને તે થાય છે.
અહા! આ ઉપયોગના પછી વિશેષ ભેદો કહેશે. પરંતુ તે બધાય વર્તમાન-વર્તમાન વર્તતા પરિણામ પોતાના સામાન્ય ત્રિકાળી જ્ઞાન-દર્શનભાવને અનુસરીને થાય છે. માટે આ જ્ઞયો છે, ને આંખ આદિ ઇન્દ્રિયો છે તેથી અંદર જાણવાના પરિણામ થાય છે એમ છે નહિ.
પ્રશ્ન:- પણ આંખ બંધ કરી રાખે તો?
ઉત્તર:- આંખ બંધ કરે તો “આંખ બંધ છે” એવું જાણપણું તો છે કે નહિ? એવા જાણપણાના પરિણામ તો ત્યારેય ત્યાં છે.
પ્રશ્ન- પણ વસ્તુ તો દેખાતી નથી ને? ઉત્તર ભલે વસ્તુ ન દેખાય, પણ જાણપણાના પરિણામ તો છે ને? જાણપણું ક્યાં બંધ થયું છે?
અહા ! ખરેખર તો એ વસ્તુ ક્યાં દેખાય છે? એ તો વસ્તુસંબંધી પોતાના જ્ઞાનના પરિણામ કે જે પોતાના જ્ઞાનગુણને અનુસરીને થયા છે તે ખરેખર તો જણાય છે. અહા! આત્મા ત્રિકાળ અસ્તિ-સત્ છે ને? તો વસ્તુ આત્મા જેમ ત્રિકાળ અસ્તિ-સત્ છે, તેમ તેનો જ્ઞાન-દર્શનનો ભાવ પણ ત્રિકાળ સત્ છે, ને તેવી રીતે તેને અનુસરીને થતા જાણવા-દેખવાના પરિણામ પણ તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com