________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
| નિયમસાર પ્રવચન
ગુણનો પિંડ અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે તેના ઉપર દૃષ્ટિ આપતાં, તેમાં એકાગ્ર થતાં ધ્યાન થાય છે. આ તો ભાઈ, દુનિયાથી જુદી જ જાત છે. આ કાંઈ ક્રિયાકાંડથી મળે એવું નથી. અહા! વસ્તુસ્થિતિ, વસ્તુની મર્યાદા જ આવી છે. (ધ્યયના ભાન વિના ધ્યાન હોતું જ નથી.)
અહા! લોકો નથી કહેતા કે દેશાંતર કરીએ, ને પર્યટન કરીએ તો જ્ઞાન વધે? પણ અહીં કહે છેમૂરખ છો કે શું? કેમકે ઊંધું જ્ઞાન પણ પોતાથી થાય છે, બહારથી–બીજી ચીજથી નહિ. અહા ! વસ્તુની સત્યતા શું છે? અર્થાત્ વસ્તુની સ્થિતિ-મર્યાદા શું છે એની બાપુ! તને ખબર નથી; અને વિપરીત વાતને સાચી માની બેઠો છો.
પ્રશ્ન:- પણ પહેલાં માણસને શીખવાડીને થોડોક હોંશિયાર-પાવરધો કરે પછી તે વેપાર કરે ને? કે એમ ને એમ સીધો વેપાર કરવા મંડી પડે?
ઉત્તર:- ભાઈ, માણસને શીખવાડીને વેપારમાં પાવરધો થાય ને એ વેપાર કરે. એ બધીય તારી ખોટી વાત છે (કલ્પના છે.) કેમકે તારા અસ્તિત્વથી પ્રભુ! તારામાં બધું થાય છે, પણ પરના અસ્તિત્વને લઈને તારામાં કાંઈ થતું નથી અને એ જ અહીં સિદ્ધ કરવું છે. અહા! આ એક લીટીમાં તો કેટલું ભર્યું
અહાહા..! ભગવાન આત્મા વસ્તુ છે ને? તો, “ભગ' એટલે શું? કે જ્ઞાન-આનંદની લક્ષ્મી તેને ‘ભગ’ કહીએ, અને “વાન” મતલબ વાળો. તો, આત્મા ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભરપુર ભંડાર છે. અહા ! જાણવા-દેખવાની શક્તિનો એ ભંડાર છે, પણ આ પૈસાનો એ ભંડાર નથી, કેમકે એ પૈસા તો જડ માટી-ધૂળ છે. અહીં કહે છે તે જડ ધૂળને-પૈસાને આવવા-જવાના કાળે આત્મા જે જાણવાની દશા કરે છે તે કોને લઈને કરે છે? અહા ! પરનાં કામ તો આત્મા કરે નહિ કરી શકે નહિ, પણ તેને (પરને) જાણવા-દેખવાનો ભાવ કોને લઈને છે? શું તે પર ચીજને લઈને છે? તો, કહે છે-ના; તે ગુણને (-જ્ઞાનગુણને) અનુસરીને થાય છે; પરને અનુસરીને થાય છે એમ છે જ નહિ.
અહાહા..! ભગવાન! સાંભળને પ્રભુ! અહા ! તારું અસ્તિત્વ શું છે? તારી સત્તા શું છે? ને તારામાં શું થાય છે? અહા! ભગવાન! તું આત્મા ચૈતન્યવસ્તુ અનાદિ-અનંત છો. તારામાં જ્ઞાન-દર્શનની શક્તિ-ગુણ છે, ને એય અનાદિ-અનંત છે. તથા ક્ષણે ક્ષણે અનેક પ્રકારના સંયોગમાં તને જે જ્ઞાનદર્શનની અર્થાત્ જાણવા-દેખવાની અવસ્થા થાય છે તે તારા અંતરનાં ગુણ-શક્તિને અનુસરીને થાય છે. અહાહા...! તું જ્યાં છો ત્યાં તારું-આત્માનું અસ્તિત્વ તો ત્રિકાળી છે, ને તારા જ્ઞાન-દર્શનનો સ્વભાવગુણ-શક્તિ પણ ત્રિકાળી છે. તેથી, જ્યાં જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગોમાં તું ઊભો છો ત્યાં સંયોગરૂપ તો તું થયો નથી, કેમકે નિજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સંયોગનો પ્રવેશ જ નથી ને? અને ભગવાન! તે સંયોગોને લઈને તારી વર્તમાન જાણવાની દશા થાય છે એમ પણ છે નહિ; પરંતુ વર્તમાન જાણવા-દેખવાના જે પરિણામ-ભાવ વર્તે છે તેનું અસ્તિત્વ અંદરના (જ્ઞાન-દર્શન) ગુણને લઈનેઅનુસરીને આવ્યું છે. અહા ! આ તો ગજબ અલૌકિક વાત કરી છે.
અહા ! આત્મા છે એ ત્રિકાળી ચીજ છે, ત્રિકાળી સત છે; ને ત્રિકાળી સત્ છે તો તેની ઉત્પત્તિ ન હોય, અને જેની ઉત્પત્તિ ન હોય તેનો નાશ પણ ન હોય. આમ આત્મા ત્રિકાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com