________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૪૭ પરિણામ–તેને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન અંશ, વર્તમાન અવસ્થાહાલત “તે ઉપયોગ છે' , અર્થાત્ તેને ઉપયોગ કહેવામાં આવે છે. જુઓ, આ ઉપયોગનું સ્વરૂપ ! ભાઈ, તારે મન જો એમ હોય કે આ આંખ આદિ ઈન્દ્રિય છે કે સામે પુસ્તક છે તો અંદર જાણવાદેખવાની પર્યાય-વર્તમાન દશા થાય છે તો તે તારો ભ્રમ છે, ભ્રાન્તિ છે; એ તારું અજ્ઞાન છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! આત્મા એ ત્રિકાળી ચેતન દ્રવ્ય છે, ને ચૈતન્ય એ ચેતનનો (ચેતન દ્રવ્યનો) ગુણ છે. અહાહા...! ચૈતન્ય અર્થાત્ જાણવું-દેખવું એ આત્માનો ત્રિકાળી ગુણ છે. તો, તેનું હવે વર્તમાન શું છે? તો કહે છે-ત્રિકાળી ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તે તેનું વર્તમાન છે, ને તે ઉપયોગ છે. સમજાય છે કાંઈ? આ તો વીતરાગી વિજ્ઞાન બાપા! બહુ સૂક્ષ્મ. તેને સમજવા રસ-રુચિ અને ગરજ જોઈએ, (ઉલ્લસિત વીર્યથી) અંદરનો પ્રયત્ન જોઈએ. ઉપયોગ સૂક્ષ્મ કરી જરી ધ્યાન આપે તો સમજાય એવું છે. નહિતર આ સમજાય નહિ.
અહાહા...! જુઓને! આમાં તો કેવળજ્ઞાન કેમ થાય એ સિદ્ધ કર્યું છે. મોક્ષમાર્ગ પ્રગટ કરે માટે કેવળજ્ઞાન થાય છે? તો કહે છે-ના; ત્યારે? કે જે આત્મા વસ્તુ છે, અતિ છે તેનો જે ચૈતન્ય-જાણવાદેખવાનો ગુણ-શક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમકે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે. અહા ! જુઓને! સને કેટલું સ્વતંત્ર સિદ્ધ કરે છે? અહો ! સતને સ્વતંત્ર સિદ્ધ કરનારી આચાર્યની કોઈ અલૌકિક શૈલી-પદ્ધતિ છે!
ભાઈ, તારામાં ગુણ તો અનંત છે, પણ તેની અહીં અત્યારે મુખ્યતા નથી. અહીં તો, અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને તેમાં જાણવું-દેખવું એવું જે લક્ષણ છે એ એનો ઉપયોગ છે એમ કહે છે. અહાહા...! જાણવા-દેખવાનો છે તેનો ત્રિકાળી સ્વભાવ છે તેને અનુસરીને થતો જે વર્તમાન પરિણામ તે ઉપયોગ છે; અને તે જાણવું-દેખવું એ જ આત્મા છે. તો, કહે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન ને કેવળજ્ઞાન કે અજ્ઞાન આદિ જે કાંઈ પરિણામ વર્તમાન દશામાં વર્તે છે તે ગુણને-ચૈતન્યને અનુસરીને થયેલા પરિણામ છે, પણ નિમિત્તને કે ઈન્દ્રિયને અનુસરીને થયેલા તે પરિણામ નથી. ભાઈ ! આ તો તારું સત આવું (સ્વતંત્ર) છે એમ યથાર્થ સમજવાની આ વાત છે. સમજાય છે કાંઈ...?
પ્રશ્ન:- પણ આમાં ધર્મ શું આવ્યો? જાપ કરવા, કે ધ્યાન કરવું એવું જો ધર્મમાં હોય તો સમજાય પણ ખરું?
ઉત્તર- ધૂળ સમજાય એમાં? ધ્યાન કરો, ધ્યાન કરો એમ તો સૌ કોઈ કહે છે; પણ શાનાં ધ્યાન કરે? બાપુ! હજી વસ્તુ પોતે કોણ છે એના ભાન વિના કોનું ધ્યાન કરે? અહા ! પોતે પદાર્થ શું છે? એની શક્તિ શું છે? અને એની વર્તમાન દશા કોને અનુસરીને થાય છે?-હવે એના જ્ઞાન વિના, અહાહા...! સની વાસ્તવિક સ્થિતિના ભાન વિના એ શામાં એકાગ્ર થાય ને કોનું ધ્યાન કરે?
પ્રશ્ન:- આપ ધ્યાનની તો વાત કરો છો?
ઉત્તર:- હા; પણ ધ્યેય શું ચીજ છે એનું પહેલાં જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને? ધ્યાન તો એક વર્તમાન પર્યાય-દશા છે. તે દશા કોના લક્ષ-કોના આશ્રયે થાય? અહાહા.. ! પોતે અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com