________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
[ નિયમસાર પ્રવચન નવરાશ મળે ત્યારે ને? બિચારાને કોઈ દિ' ફુરસદ નથી. પણ ભાઈ ! હમણાં (આ અવસરમાં) નવરાશ નહિ મળે તો પછી ક્યારે મળશે?
પહેલાં લોકમાં છ વસ્તુ જે જ્ઞાનનો વિષય છે તેને સિદ્ધ કરી ને હવે આત્માનું જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવું જે લક્ષણ છે તેનું વર્ણન કરે છે. તો કહે છે-આત્માનો....' અહા ! આત્મા એ તો વસ્તુ છે, પણ તેનો ભાવ શું છે? એમ કે જે કાયમી ચીજ આત્મા છે તેનો ભાવ શું છે? કે ચૈતન્ય-ચૈતન્ય; જાણવા-દેખવાના સ્વભાવરૂપ-શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે; અને તે ગુણને અનુવર્તીઅનુસરીને જે વર્તમાન દશા-પરિણામ થાય તે ઉપયોગ છે. ભાઈ, ઇન્દ્રિયોને કે બીજાને અનુસરીને તે થાય છે એમ છે નહિ. આ પુસ્તક છે ને? તેને અનુસરીને કે તેના વાંચન (સ્વાધ્યાય) ને અનુસરીને તેના (-જ્ઞાનના) પરિણામ થાય છે એમ છે નહિ.
પ્રશ્નઃ શું જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસરીને પણ નહિ?
ઉત્તરઃ એમેય નહિ. તેને (કર્મના ક્ષયોપશમને) અનુસરીને જ્ઞાન થાય છે એ વાત જ ક્યાં છે? અહીં તો આ સામે વસ્તુ પડી છે કે ઇન્દ્રિયો છે માટે જાણવાના પરિણામ થાય છે એય તદ્દન જુઠી વાત છે એમ કહે છે; કેમકે ચૈતન્યના ઉપયોગનું સ્વતઃસિદ્ધ સ્વરૂપ છે.
જેમ સાકર એ વસ્તુ થઈ. તે સાકરનું ગળપણ એ એનો ત્રિકાળી સ્વભાવ, કાયમી સ્વભાવ થયો; અને તેની ગળપણની તારતમ્યતાવાળી ઓછી-વત્તી મીઠાશ થાય તે પર્યાય, હાલત છે. એમ આ ત્રિકાળી ભગવાન આત્મા એ દ્રવ્ય-વસ્તુ છે, તેના જ્ઞાન-દર્શન આદિ શક્તિ-ગુણ એ ત્રિકાળી સ્વભાવ છે અને એવા જ્ઞાન-દર્શન ગુણને અર્થાત ચૈતન્યને અનુસરીને–તેનો આશ્રય લઈને-જે વર્તમાન જાણવા–દેખવાના પરિણામ થાય તેને અહીં ઉપયોગ કહે છે. લ્યો, આ ઉપયોગની વ્યાખ્યા છે. પંચાસ્તિકાયની ૪૦મી ગાથામાં પણ ચૈતન્ય-અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે-એમ લીધું છે અને અહીંયા ચૈતન્ય અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો ) પરિણામ તે ઉપયોગ છે એમ કહે છે. બન્ને એક જ વાત છે.
શું કીધું આમાં! ભાઈ, પરનું તો પરમાં રહ્યું; પર સાથે તને શું સંબંધ છે? અહીં તો તારી મૂડીપુજી શું છે? તારામાં શું છે? એ કહે છે. તો, કહે છે-આત્મામાં જે વર્તમાન જાણવા-દેખવાના ભાવ છે તે પરિણામ અસ્તિ છે ને? તો, તે જાણવા–દેખવાના પરિણામ કાંઈ સામે જાણવા-દેખવાની ચીજ છે તેને લઈને અહીં (જીવમાં) થાય છે એમ નથી; પણ પોતે અંદર ભગવાન આત્મા ચૈતન્યવહુ ત્રિકાળ છે તેની ચૈતન્ય જ્ઞાન ને દર્શન–એવી શક્તિને અનુસરીને તે થાય છે. આ રીતે તેના જીવના) દ્રવ્ય-ગુણ ને પર્યાયની સ્વતંત્રતા છે, સ્વતંત્ર અસ્તિ છે એમ કહે છે. અહાહા.! તેના (જીવના) ગુણ દ્રવ્યના આશ્રયે છે, ને તેનું પરિણમન પણ ગુણને આશ્રયે છે; અર્થાત્ જાણવા-દેખવારૂપ જે પ્રકાશ છે–કાયમી ગુણ હોં–તે કાયમી ગુણરૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રયે છે, અને તે જે પ્રકાશ છે તેના આશ્રયે-તેને અનુસરીને-આ જાણવા-દેખવાના ભાવ-પરિણામ થાય છે; પણ તે પરિણામ જ્ઞયને કે ઇન્દ્રિયને અનુસરીને થતા નથી. ભારે વાતુ ભાઈ !
અહા! કહે છે-“આત્માનો...' અહાહા....! આત્મા એ તો સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ થઈ, ને “ચૈતન્ય”—એ એનો ધ્રુવ, અવિનાશી ગુણ-શક્તિ-ભાવ-સ્વભાવ થયો અને તેને “અનુવર્તી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com