________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫
ગાથા-૧૦]
(૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.) [ હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
(માલિની) अथ सकलजिनोक्तज्ञानभेदं प्रबुवा परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः। सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं
स भवति परमश्रीकामिनीकामरूपः।।१७।। [શ્લોકાર્ચ- ] નિંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીધ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭.
ગાથા ૧૦: ટીકા ઉપરનું પ્રવચન: અહીં (આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.'
અહાહા...! ભગવાન આત્માનો જે જ્ઞાન-દર્શન ઉપયોગ છે તેનું અહીં લક્ષણ કહ્યું છે. હવે તેની વ્યાખ્યા:
“આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો ) પરિણામ તે ઉપયોગ છે.”
હવે આમાં નવા માણસને તો ગ્રીક-લેટિન જેવું લાગે. અહાહા....! જેમ સૂરજ છે તેનો પ્રકાશ ગુણ (લક્ષણ) છે તેમ, કહે છે, આત્મા વસ્તુ છે તેનો જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવો જે ઉપયોગ છે તે ગુણ (લક્ષણ) છે.
પહેલાં (૯મી ગાથામાં) દ્રવ્ય-વસ્તુ કહી હતી. હવે જીવનો ગુણ શું છે? તે કહે છે. તો કહે છેજીવનો ગુણ ઉપયોગ છે. તો ઉપયોગ એટલે શું?
તો કહે છે-આત્માનો'... અહાહા...! અંદર વસ્તુ ચિદાનંદમય જે ભગવાન આત્મા છે તેનો “ચૈતન્ય-અનુવર્તી' અર્થાત્ જાણવા-દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો-થનારો વર્તમાન પરિણામ-પર્યાય તે ઉપયોગ છે. અહાહા.! કીધું? જેમ મોટી સર્ચલાઈટ હોય છે ને? તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે કે જેમાં જ્ઞાન-દર્શનરૂપી અભૂત અલૌકિક સર્ચલાઈટ છે, અને તેમાંથીઅંદરમાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો ફાટે (-ફૂરે) છે. પણ અરે! એને એની કાંઈ ખબર નથી !
અહાહા....! આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્યસૂર્ય છે. જ્યારે આ સર્ચલાઈટ તો જડ પરમાણુ છે. તે જડ પ્રકાશનો પણ પ્રકાશક એવો જીવનો ચૈતન્ય-ઉપયોગ છે. અહા! આ જડ પ્રકાશ છે તેની સ્થાતીને કોણ જાણે? અહો ! એ તો ચૈતન્ય-ઉપયોગના પ્રકાશમાં જણાય છે કે આ જડ પ્રકાશ છે. તો એ ચૈતન્યના તેજનો અંબાર-પ્રકાશ એ ઉપયોગ છે; અને તે ઉપયોગ આત્માનો છે. અહો ! આચાર્યદવ પરમ કરુણા કરીને આવી અલૌકિક વાત કરી છે; પણ ધંધા આડે આને વાંચવાની એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com