________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ
परमात्मने नमः
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી
નિયમસાર
[નિયમસાર પ્રવચન
-૧
જીવ અધિકાર श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः।
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘નિયમસાર ’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છે: ]
( માલિની )
त्वयि सति परमात्मन्मादृशान्मोहमुग्धान् कथमतनुव शत्वान्बुद्धकेशान्यजेऽहम्। सुगतमगधरं वा वागधीशं शिवं वा जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा । । १ । ।
[શ્લોકાર્થ:- ] હૈ ૫૨માત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂજું.) જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું-તેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, સુગત કહો, ગિરિધર કહો, વાગીશ્વર કહો કે શિવ કહો. ૧.
૧. બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત. શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.
૨. કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે.
૩. બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.
૪. મહેશને ( શંકરને ) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ કહેવામાં આવ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com