________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ] પરલક્ષી જ્ઞાન થાય એ તો ઠીક છે; પરંતુ જે યથાર્થ જ્ઞાન થાય તેમાં આનું શ્રવણ નિમિત્ત છે. તેથી કહ્યું કે આ નિયમસાર શાસ્ત્ર સાવધાન થઈને (એટલે દત્તચિત્ત-એકચિત્ત થઈને) સાંભળો.
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी।
मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
ભવાન વીર' વીર પરમાત્મા મંગળસ્વરૂપ છે. અહા ! વર્તમાન શાસનનાયક દેવાદિદેવ શ્રી વીર-મહાવીર પરમાત્મા માંગળિક છે. પાપનો નાશ કરે અને પવિત્રતાને પ્રાપ્ત કરાવે તેને મંગળ કહે છે. એવા મંગળસ્વરૂપ ભગવાન શ્રી મહાવીર છે; “ીનં નૌતમો ” ભગવાન શ્રી ગૌતમ ગણધર મંગળ છે; “માનં કુંવવુંવા” શ્રી કુંદકુંદાદિ બધા આચાર્યો મંગળ છે. અહા! ભગવાન કુંદકુંદાચાર્ય મંગળ છે. જુઓ, ત્રીજા પદમાં આ આવ્યું છે! ને ચોથા પદમાં કહે છે-“નૈનધર્મોસ્તુ મંતિમ્” જૈનધર્મ જગતમાં મંગળ છે. અહીં ! પરની ઉપેક્ષા કરાવી સ્વની અપેક્ષા કરાવે એવો પરમ વીતરાગમય જૈનધર્મ મંગળ છે. सर्वमंगलमांगल्यं
सर्वकल्याणकारक। प्रधानं सर्वधर्माणाम् जैनं जयतु शासनम्।। સર્વમંથનમાં ન્ય' ઓહો..! આ જૈનધર્મ સર્વ મંગળોમાં મંગળ છે, વળી સર્વવત્યાગbl૨મ્' તે સર્વ કલ્યાણ કરવાવાળો છે. લોકમાં કલ્યાણ તો અનેક (લૌકિક) પ્રકારે કહે છે, પણ તે સાચું કલ્યાણ નથી. સાચું તો આ જૈનધર્મ એક જ કલ્યાણ છે; વળી “પ્રધાન સર્વધર્મામ્' સર્વ ધર્મોમાં જૈનધર્મ એક પ્રધાન છે, મુખ્ય છે. બધા ધર્મો એટલે આત્માના બધા ધર્મોમાં વીતરાગતામય આ જૈનધર્મ પ્રધાન છે.
પ્રશ્ન: બધા ધર્મો એટલે જગતના બધા ધર્મો-એમ નહિ?
સમાધાન: ભલે વ્યવહારથી કહો કે જગતના બધા ધર્મોમાં જૈનધર્મ જ ઊંચો છે. પરંતુ ખરેખર જગતમાં અજ્ઞાનીઓના જે બધા ધર્મો છે તે ધર્મ જ ક્યાં છે? આ (જૈનધર્મ) એક જ ધર્મ છે. અજ્ઞાનીઓએ તો કલ્પીને વાત કરી છે, જ્યારે આ (જૈનધર્મ) તો સર્વજ્ઞથી સિદ્ધ છે, અને તે વસ્તુસ્થિતિ છે. માટે જૈનધર્મ પ્રધાન છે, ઊંચો છે.
અહા! જૈનધર્મ એટલે શું? રાગ અને અજ્ઞાનને દૂર કરીને પરમ વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટ કરે તે જૈનધર્મ છે; અને એ તો વસ્તુસ્થિતિ છે, વસ્તુસ્વભાવ છે. ભાઈ ! જૈનધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી, એ તો વસ્તુસ્વભાવ છે. આવી વાત!
અહાવીતરાગતા ક્યાંથી પ્રગટ થાય? અહાહા..! પોતે જ્ઞાનાનંદની મૂર્તિ વીતરાગ સ્વભાવમય પ્રભુ છે તેમાંથી વીતરાગતા પ્રગટ થાય છે. પોતે અંદર જિનસ્વરૂપ છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં વીતરાગતામય જૈનધર્મ પ્રગટ થાય છે. આમ જૈનધર્મ વસ્તુનો સ્વભાવ છે. તેને વસ્તુધર્મ કહો, કે વિશ્વધર્મ કહો-આ એક જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ છે જ નહિ. એટલે તો કહ્યું કે-“નૈન નયતુ શાસનમ્' જૈનધર્મનું જ્ઞાન, તેનું શાસન, તેની શિખામણ જયવંત વર્તો. આ પ્રમાણે પ્રારંભમાં માંગલિક કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com