________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ નિયમસાર પ્રવચન અહા! પહેલાં દેવ કહ્યા, પછી બીજામાં શાસ્ત્ર કહ્યું અને હવે પછી ત્રીજામાં ગુરુ કહેશે. “દેવશાસ્ત્ર-ગુરુ તીન” એમ પૂજામાં આવે છે ને? એ શૈલીથી અહીં નમસ્કાર કર્યા છે. કાર એ દેવ છે અર્થાત્ પોતે આત્મા દેવાધિદેવ છે, જિનવાણી-ઓધ્વનિ તે સરસ્વતી છે અને હવે ત્રીજા શ્લોકમાં ગુરુ લેશે.
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। “જ્ઞાનામ્બનશનીયા' જ્ઞાનરૂપી અંજનશલાકા વડે, “જ્ઞાનતિમિરાન્ધાનાં' જેઓ અજ્ઞાનરૂપી અંધકાર વડે અંધ છે તેમનાં “વધુનીતિતં યેન' ચક્ષુને જેમણે ખોલી નાખ્યાં છે “તમૈ શ્રી ગુરવે નમ:' તે શ્રીગુરુને-નિગ્રંથ દિગંબર સંત ગુરુને નમસ્કાર હો.
“શ્રીપરમગુરવે નમ:, પરંપરાવાર્યગુરવે નમ:' શ્રી પરમગુરુ કેવળી પરમાત્મા અને પરંપરાએ ગણધરાદિ આચાર્ય ભગવંતોને નમસ્કાર (હો). આમ દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કાર કરીને
હવે કેવું છે આ શાસ્ત્ર? તે કહે છે
સત્તવનુવિધ્વંસ' સકળ પાપ-પુણ્યાદિનું વિધ્વંસક અર્થાત્ નાશ કરનારું છે, “શ્રેયસ પરિવર્થવ' શ્રેયનું વધારનારું છે અર્થાત્ આત્માના કલ્યાણને વધારનારું છે, “ધર્મસમ્પંથ' ધર્મશુદ્ધરત્નત્રય-સાથે સંબંધ કરાવનારું છે, “ભવ્યનીવમન:પ્રતિવોયર' ભવ્ય જીવોના મનને પ્રતિબોધસમ્યજ્ઞાન પમાડનારું છે, “પુખ્યપ્રવાશ' પુણ્ય નામ પવિત્રતાને પ્રકાશનારું છે, “પાપપ્રશ$” પાપનો નાશ કરવાવાળું છે, “ફર્વ શાસ્ત્ર શ્રીનિયમસરનામધેય' અહાહા...! એવું આ નિયમસાર નામનું શાસ્ત્ર છે જેના “સર્ચ મુનપ્રન્થર્તાર: શ્રીસર્વજ્ઞવેવા.' મૂળ ગ્રન્થકર્તા શ્રી સર્વજ્ઞદેવ છે, “તડુત્તરપ્રસ્થવર્તાર: શ્રીTMધરવેવા:' પછીના કર્તા શ્રી ગણધરદેવ છે, “પ્રતિમાTધરવેવ:” અને પછીના ગ્રન્થકર્તા ક્રમે ક્રમે જે આચાર્ય ભગવંતો થયા તે પ્રતિગણધરદેવો છે. “તેષાં વવનાનુસારHસીદ્ય' તેમનાં વચનોને અનુસરીને ગ્રહણ કરેલું (આ નિયમસાર શાસ્ત્ર) “શીવાર્યશ્રીવઠ્ઠીવાર્યવિરચિતમ્ આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા વિરચિત છે તેને “શ્રોતાર: સાવધાનતયા શ્રાવસ્તુ' શ્રોતાઓ સાવધાન થઈને સાંભળો.
પ્રશ્ન: એક વાર (સમયસારમાં) એમ કહે કે-શાસ્ત્ર મેં રચ્યું નથી, અને અહીં કહે છે કે આ શાસ્ત્ર કુંદકુંદાચાર્ય રચ્યું છે તો આ કેવી રીતે છે?
સમાધાન: ભાઈ ! ભાષામાં શું આવે? આ તો (શાસ્ત્ર રચ્યું છે એમ કહેવું એ તો) કથનપદ્ધતિ છે. તેમાં નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે બસ. (બાકી શાસ્ત્રના શબ્દો તો શબ્દોના કાળે શબ્દોથી છે).
પ્રશ્ન: આપ સાંભળવાનું કહો છો, પણ સાંભળવામાં તો વિકલ્પ ઉપજે છે? એનાથી પુણ્ય જ બંધાય છે?
સમાધાન: ભાઈ ! સાંભળવા કાળે તને એનું જે જ્ઞાન થાય છે તેમાં આ વાણી નિમિત્ત છે એટલું બતાવવું છે. એમાં અહીં તો યથાર્થ શ્રુતજ્ઞાનની વાત છે, પરલક્ષી જ્ઞાનની વાત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com