________________
૧૪૪
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ । णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ।। १० ।। ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-શાન છે;
[નિયમસાર પ્રવચન
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
અન્વયાર્થ:- [ નીવ: ] જીવ [૩૫યોગમય: ] ઉપયોગમય છે. [૩પયોગ: ] ઉપયોગ [જ્ઞાનવર્શન મતિ] જ્ઞાન અને દર્શન છે. [ જ્ઞાનોપયોગ: દ્વિવિધ: ] જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે: [ સ્વમાવજ્ઞાન] સ્વભાવજ્ઞાન અને [વિમાવજ્ઞાનમ્ કૃતિ] વિભાવજ્ઞાન.
ટીકા:- અહીં ( આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.
આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો) પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે: જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત્ જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે: સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ ). તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે; તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે: કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ). કાર્ય તો સકવિમળ ( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે અને તેનું કારણ પ૨મ પારિણામિકભાવે રહેલું ત્રિકાળનિરૂપાધિરૂપ સહજજ્ઞાન છે. કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છેઃ કુમતિ, કુશ્રુત અને વિભંગ.
આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા ) જાણવા.
[ભાવાર્થ:- ચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છેઃ (૧) જ્ઞાનોપયોગ અને ( ૨ ) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ ( અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ ) અને (૨) કા૨ણસ્વભાવજ્ઞાનોપયોગ ( અર્થાત્ *સહજજ્ઞાનોપયોગ ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે: (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને ( ૨ ) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો ( સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ ) વેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છેઃ (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને
* સહજજ્ઞાનોપયોગ પરમ પારિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી (સર્વને જાણનારો ) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com