________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯]
૧૪૩ આ છ દ્રવ્યોનું સ્વરૂપ જ્ઞાનસ્વભાવમાં જણાવાયોગ્ય છે, અર્થાત્ તે જ્ઞાનમાં જણાઈ જાય છે. અહા ! આ છે દ્રવ્યનું જ્ઞાન અંતરમાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં-શોભારૂપ છે; તથા કહે છે, તેના ફળમાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા-એવી પૂર્ણદશાની-મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે, અને તે દશાથી તે કદીય છૂટો પડતો નથી.
અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે.”
અહા! આ છ દ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન જે કરશે તે નિજ પૂર્ણાનંદસ્વરૂપ આત્માને પામશે; અર્થાત્ જેવો આત્મા જ્ઞાન-દર્શન-આનંદ આદિ શક્તિરૂપે પૂર્ણ છે તેવો વર્તમાન દશામાં પ્રાપ્ત થશે. આવી વાત છે ! આમાં સમજાય છે કે નહિ? એમાં મગજ પરોવે, ધ્યાન રાખે તો સમજાય એવું છે; બાકી બીજે મગજ ભટકતું હોય તો આ સમજાય નહિ.
અહા! આ છ દ્રવ્યોનું જ્ઞાન તે પુરુષના જ્ઞાનની શોભા છે, અને તે મોક્ષમાર્ગમાં (નિયમથી) હોય છે. તેને જે પુરુષ ધારણ કરે છે તે પુરુષ તેના ફળરૂપે મુક્તિલક્ષ્મીને વરે છે; અર્થાત મોક્ષ પામે છે એમ કહે છે.
લ્યો, આ ૯મી ગાથા થઈ. તેમાં જીવદ્રવ્યનું વર્ણન કરતાં કારણ જીવ ને કાર્યજીવની વ્યાખ્યા કીધી. હવે આગળની (દસમી) ગાથમાં જીવનો ગુણ શું? તે કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com