________________
૧૪૨
તો કહે છે
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
‘અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે.'
અહાહા...! જિનપતિના માર્ગરૂપી અગાધ સમુદ્ર છે. તો વીતરાગ જિન૫૨મેશ્વરે કહેલો જે માર્ગ છે તે માર્ગરૂપી..., અહા! આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તો, તે મોક્ષમાર્ગરૂપી સમુદ્રના મધ્યમાં એ છ દ્રવ્યના સમૂહરૂપી તેજોમય રત્ન છે; અર્થાત્ મોક્ષમાર્ગમાં એ છ દ્રવ્યનું જ્ઞાન રહેલું છે. એટલે કે ભગવાને આ જે છ દ્રવ્ય કહ્યાં છે તેના સ્વરૂપનું-આ છ વસ્તુ છે તેના સ્વરૂપનું-જ્ઞાન મોક્ષમાર્ગના મધ્યમાં રહેલું છે એમ કહે છે. સમજાણું કાંઈ... ? હવે કહે છે
‘તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે...'
-
અહાહા...! · જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ'...., આ નિયમસારની ૩૮મી ગાથામાં પણ આવે છે કે‘સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે. ' અહાહા...! ચૈતન્યચમત્કારરૂપી વસ્તુ ચિદાનંદમય ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે. અહા! આવું આ જે સ્વદ્રવ્ય છે તેમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તે પુરુષ નિજ સ્વદ્રવ્ય એવા આત્માને ઉપાદેયપણે અંગીકાર કરે છે. તો, ત્યાં પણ ‘તીક્ષ્ણ બુદ્ધિ' લીધી હતી. ભાઈ, દુનિયાથી આ તદ્દન જુદી વાત છે; શબ્દો પણ જુદા ને ભાવ પણ જુદા.
.
અહીં કહે છે–‘જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ...' અહાહા...! જેની તીક્ષ્ણ, સૂક્ષ્મ બુદ્ધિ છે તે પુરુષ હૃદયમાં અર્થાત્ અંદર જ્ઞાનમાં છ દ્રવ્યના જ્ઞાનને ભૂષણાર્થે ધારે છે, શોભા માટે ધારે છે. જુઓ, આ આભૂષણ ને આ શોભા! શું ? કે છ દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન ને જ્ઞાનનું આભૂષણ-શણગાર છે. અહાહા...! જે પુરુષ તેને ધારણ કરે છે..., કહે છે
‘તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે).’
અહાહા! તે પુરુષ પરમશ્રી અર્થાત્ મોક્ષરૂપી લક્ષ્મી... અહાહા...! આત્માની અનંત જ્ઞાન-દર્શનઆનંદરૂપ દશાની લક્ષ્મી તે-રૂપી કામિની અર્થાત્ તે-રૂપી પરિણતિનો વલ્લભ થાય છે. એટલે કે તે પુરુષ પૂર્ણાનંદરૂપ પરિણતિને એવો પ્રિય થાય છે કે તેને તે કદી છોડતી નથી.
અહા! આ ચામડાં, માંસ ને હાડકાંની સ્ત્રીને પરણે છે ને? અરે, પરણે છે ક્યાં? એ તો કહેવાય છે, માને છે; બાકી પરણે કોને ? ધૂળને? પણ લોકમાં વહાલી સ્ત્રી જેમ એના પતિને ન છોડે તેમ આવું તત્ત્વ જેને અંદર જ્ઞાનમાં-અનુભવમાં આવ્યું છે તે, ૫૨મશ્રીરૂપી કામિનીનો અર્થાત્ મુક્તિરૂપી જે લક્ષ્મી, ને તે-રૂપી જે રમણી-સ્ત્રી તેનો વલ્લભ થાય છે; અર્થાત્ તેની પરિણતિની પૂર્ણ શુદ્ધતાથી ને પૂર્ણ આનંદથી તે એક સમય પણ અલગ થતો નથી એમ કહે છે. અહાહા...! મોક્ષલક્ષ્મીરૂપી રમણીનો તેને એક સમય પણ વિરહ થતો નથી એમ કહે છે.
અહા! અનાદિથી તો જીવ તેની પૂર્ણાનંદની શુદ્ધ દશાથી રહિત છે. પણ ભગવાને કહેલાં આ છ દ્રવ્યનું સ્વરૂપ જેના જ્ઞાનમાં આવે છે તે, પૂર્ણાનંદની દશાનો વલ્લભ થાય છે.
આ છ દ્રવ્યમાં જીવ આવ્યો ને? અને તેમાં કારણજીવ અને કાર્યજીવ પણ આવ્યા ને? ત્રિકાળી દ્રવ્ય તે કારણજીવ છે, અને તેની વર્તમાન દશા પૂર્ણ થાય તે કાર્યજીવ છે; પુદ્દગલનો ગલન-પૂરણસ્વભાવ છે, અને ધર્મ, અધર્મ, આકાશ ને કાળનું સ્વરૂપ પણ ભગવાને કહ્યું છે. અહા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com