________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯ ૯ ]
૧૪૧
પરમાણુની પણ વૈભાવિક સ્થિતિક્રિયા છે, કેમકે તે પ્રત્યેક પરમાણુ સ્કંધના બીજા પરમાણુના સંબંધ સહિત છે.
હવે કહે છે—‘ આ જીવ-પુદ્દગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે.'
આ રીતે લોકપ્રમાણ એક અરૂપી અધર્માસ્તિકાય દ્રવ્ય સિદ્ધ થયું.
હવે આકાશદ્રવ્ય: ‘(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (–અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે.’
અહા! અરૂપી ને સર્વવ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે. પોતાના સિવાય બાકીનાં પાંચ દ્રવ્યોને અવકાશ દેવો તે તેનું વિશેષ લક્ષણ છે. આ રીતે અનંત સર્વત્રવ્યાપી અરૂપી આકાશદ્રવ્ય કહ્યું.
હવે છેલ્લે કાળદ્રવ્ય: ‘(બાકીનાં ) પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે.’
અહા ! પોતાના (-કાળના) સિવાય પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત બને તે કાળ નામના અસંખ્ય અરૂપી અણુઓ-કાલાણુઓ છે. ચૌદ રાજુપ્રમાણ લોકમાં અસંખ્ય અરૂપી કાલાણુઓ છે કે જે પોતાને કા૨ણે બદલતા જીવાદિ દરેક પદાર્થને બદલવામાં (પરિણમનમાં ) નિમિત્ત છે. વળી,
‘(જીવ સિવાયનાં ) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે. ’ અહાહા...! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ દ્રવ્યના ગુણો શુદ્ધ છે, અને તેઓની પર્યાય-અવસ્થા-હાલત પણ શુદ્ધ જ હોય છે. જીવ-પુદ્દગલની જેમ તેમાં વિભાવ છે નહિ. આવી વાત છે.
‘(હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છેઃ ]'
અહા! જેને અંદર આત્માની શ્રદ્ધા હોય તેને ભેગી આવા છ દ્રવ્યના સ્વરૂપની શ્રદ્ધા હોય જ છે, અને તેને, આ છ દ્રવ્યની શ્રદ્ધા મુક્તિનું કારણ છે એમ કળશ દ્વારા કહે છે.
શ્લોક ૧૬: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘એ રીતે...' અહા ! છ દ્રવ્યની ઉપર વ્યાખ્યા કરીને ? તો, ‘એ રીતે ’–એમ કહીને ઉપાડયું છે. ‘એ રીતે તે પદ્વવ્યસમૂહુરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે...’
અહાહા...! એક-એક દ્રવ્ય-વસ્તુ છે તે અનંત ગુણ ને અનંત પર્યાયના તેજથી ભરપૂર ભરેલી છે. અહા! એવા છ દ્રવ્યના સમૂહુરૂપી આ જે રત્ન છે તે, કહે છે, તેજના અંબારવાળું છે, તેજપુંજ છે; અને તેજના અંબારને લીધે કિરણોવાળું છે. અહાહા...! અનંત અનંત ગુણોના પર્યાયરૂપી કિરણો જેમાં સ્ફુરાયમાન છે એવું એ તેજોમય રત્ન છે. અહા ! આવું રત્ન ક્યાં રહેલું છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com