________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
[નિયમસાર પ્રવચન માટે તે પુદ્ગલની વિભાવગતિક્રિયા છે. અહા ! આ તો વીતરાગી વિજ્ઞાન છે.
શું કહ્યું આ? કે જુઓ, આ આંગળી છે ને? તો તે અનંત રજકણોનો પિંડ છે. તે આમ ગતિ કરે છે એ વિભાવગતિક્રિયા છે. હવે એ વિભાવગતિક્રિયા તો આખા દળની (સ્કંધની) થઈ. પણ તેનો છેલ્લો પોઈન્ટ જે પરમાણુ છે તેની ગતિને તે વેળા કેવી કહેવી? તો કહે છે તે પણ વિભાવગતિક્રિયા છે. આમ,
૧. સિદ્ધદશા પ્રાપ્ત થતાં જે ઊર્ધ્વગતિ થાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે. ૨. એકલો છૂટો પરમાણુ ગતિ કરે તે પુદગલની સ્વભાવગતિક્રિયા છે.
૩. કર્મના સંબંધવાળો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા તેના આત્માના પ્રદેશો ગતિ કરે તે જીવની વિભાવગતિક્રિયા છે; કેમકે કર્મનું તેમાં નિમિત્તપણું છે.
૪. પુદ્ગલસ્કંધ ગતિ કરે તે પુદ્ગલની વિભાવગતિક્રિયા છે.
બહુ ઝીણું ભાઈ ! પણ આ તો વિષય આવ્યો એટલે બધી જ વાત આવે ને? મુનિરાજ પણ (૧૬મા) શ્લોકમાં કહેશે કે અહો! જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું આ છ દ્રવ્યનું સ્વરૂપ તેજના અંબારથી ભરેલું છે. અર્થાત્ અનંત ગુણ-પર્યાયના તેજથી ભરેલા તે પદાર્થો છે.
હવે કહે છે-“આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે. આ ધર્માસ્તિકાયને સિદ્ધ કરે છે. કહે છે-એક ધર્માસ્તિકાય નામનું ચૌદ રાજુપ્રમાણ (લોકપ્રમાણ) દ્રવ્ય છે, અને તે, જીવ સ્વાભાવિક ગતિક્રિયા કરે કે વૈભાવિક ગતિક્રિયા કરે તેમાં નિમિત્ત છે; ને તેવી જ રીતે (છૂટો ) પરમાણુ સ્વાભાવિક ગતિક્રિયા કરે કે પુદ્ગલ-સ્કંધ વૈભાવિક ગતિક્રિયા કરે તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત
-આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યને સિદ્ધ કર્યું.
હવે ચૌદ રાજુપ્રમાણ એક અધર્માસ્તિકાય નામનું અરૂપી દ્રવ્ય છે કે જે સ્થિતિમાં નિમિત્ત છે તેની વ્યાખ્યા કરે છે:
સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્થિતિનું (-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.”
જુઓ, આનો અર્થ નીચે ફૂટનોટમાં આપ્યો છે
સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે.' શું કીધું આ? કે આત્મા શરીર રહિત અશરીરી પરમાત્મા થાય ત્યારે સિદ્ધદશામાં તે સ્થિર રહે છે. ત્યાં તેને ગતિક્રિયા હોય નહિ, માત્ર સ્થિતિ જ હોય છે. આ જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે. સિદ્ધદશામાં સ્થિર રહેવું તે સ્વભાવસ્થિતિક્રિયા છે, જ્યારે સંસારદશામાં જીવ સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે; વળી,
એકલો પરમાણુ સ્થિર રહે તે પુદ્ગલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુદ્ગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે.'
જુઓ, એક છૂટો પોઈન્ટ-રજકણ અથવા પરમાણુ સ્થિર રહે તે તેની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે; કેમકે બીજા પરમાણુ કે સ્કંધનો ત્યારે એને સંબંધ નથી. જ્યારે આ આંગળી કે પુસ્તકાદિ–કે જે અનંત રજકણોના સ્કંધ છે તે-સ્થિર રહે તે પુદ્ગલની વૈભાવિક સ્થિતિક્રિયા છે. તેમાંના દરેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com