________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
નિયમસાર પ્રવચન છે. આ શરીર પુષ્ટ રહે કે જીર્ણ થાય એ પુદ્ગલના સ્વભાવને લઈને છે, જીવને લઈને શરીરમાં કાંઈ થાય છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...?
પ્રશ્ન: પણ એમાં ચેતનપણું નથી ને?
ઉત્તરઃ એથી શું? તે પરમાણુ છે કે નહિ? રજકણ છે કે નહિ? તો તેમાં સમયે સમયે થતું પરિણમન તેનાથી પોતાથી થાય છે. જુઓ, આ (–શરીર) અવસ્થા કોની છે? રજકણની-પુદ્ગલની છે કે નહિ? શું આ જીવની અવસ્થા છે? ના; કેમકે તે (-શરીર) મૂર્ત છે, રૂપી છે; રંગ-ગંધ-રસ-સ્પર્શની દશા છે. તો, તેના જે રજકણો-પરમાણુ છે તે કાયમી છે, તેના વર્ણાદિ ગુણો છે તેય કાયમી છે, ને ધોળી, પીળી આદિ અવસ્થા છે તે પર્યાય છે. તે ધોળી આદિ પર્યાયનો આધાર પરમાણુ છે, પણ તેનો આધાર જીવ નથી; કેમકે જીવ તો તદ્દન જુદી ચેતન ચીજ છે. આવી વાત છે!
ભાઈ, આ પૈસા આવે ને જાય એય પુદ્ગલના સ્વભાવને લઈને છે. આ માણસ ડાહ્યો-હોંશિયાર છે માટે કમાય છે ને પૈસા આવે છે એમ નથી.
પ્રશ્ન: એમ ન હો, પણ પૂર્વનાં પુણ્ય તો તે (જીવ) લઈને આવ્યો છે ને?
ઉત્તર: બાપુ! પુણ્ય પણ એનું ક્યાં છે કે એ લઈને આવે ? એ તો પર છે, જડ-અચેતન છે. તેને કોણ લાવે ? એ (-પુણ્યના) પરમાણુઓ તો તેના કારણે આવ્યા છે. પૂર્વનાં પુણ્યકર્મ પણ પરમાણુઓ છે, ને તેથી, તેનો પૂરણ-ગલનસ્વભાવ હોવાથી પોતાથી આવે છે, ને વળી ઉદયમાં આવીને પોતે જ ખરી જાય છે; એમાં જીવને-આત્માને શું છે? કાંઈ જ સંબંધ નથી. આત્મા પૈસા કમાય છે એમ છે જ નહિ.
પ્રશ્નઃ પણ લોકમાં તો કહે છે કે એણે પૈસા ભેગા કર્યા છે?
ઉત્તરઃ ધૂળેય કર્યા નથી સાંભળને! એ તો મફતમાં એવું અભિમાન કર્યું છે. એ બધું (પૈસાનું આવવું-જવું) તો સ્વતંત્ર પુદ્ગલની ગલન-પૂરણસ્વભાવગત વર્તમાન યોગ્યતાને લઈને થાય છે; એમાં આત્માનો કાંઈ ચમાત્ર અધિકાર નથી. અહા! આવું પુદ્ગલનું વાસ્તવિક સ્વરૂપ છે એવું આત્મા જાણેમાત્ર જાણે જ હોં; પણ એમાં કાંઈ ઘાલમેલ કરે એમ છે નહિ.
-આ રીતે બે દ્રવ્યની-જીવ ને પુદ્ગલની વ્યાખ્યા થઈ. હવે ધર્માસ્તિકાય નામનું ત્રીજું દ્રવ્ય છે તેની વ્યાખ્યા કરે છેઃ
“સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.”
અહા! એવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોય નહિ. જુઓ ચૌદ રાજુપ્રમાણ લોક છે. તેમાં જીવ-પુદ્ગલો ગતિ કરે તેમાં નિમિત્તરૂપે લોકપ્રમાણ ધર્માસ્તિકાય નામનું તત્ત્વ છે અને તેની આ વ્યાખ્યા છે. જરી ઝીણું છે ભાઈ !
પ્રશ્ન: શું આમાં આવી વ્યાખ્યા છે?
ઉત્તર: હા, આ નિયમસાર અર્થાત્ મોક્ષમાર્ગ છે ને? મોક્ષમાર્ગ પોતે પર્યાય છે, એટલે પર્યાયનું વર્ણન આમાં વિશેષ છે; અને તેથી પર્યાયના વર્ણનમાં કારણપર્યાય, કાર્યપર્યાય ઇત્યાદિ બધું વર્ણન આમાં આવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com