________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૩૭ પોતાથી તે તે અવસ્થાએ થાય છે. અહા! પરમાણુમાં એવો જ કોઈ સ્વભાવ છે કે ક્ષણમાં અનંતગુણા રસની પર્યાય પરિણમે, ને ક્ષણમાં તે જ પરમાણુ એકગુણ રસવાળો થઈ જાય. અહા ! કદીક બંધાય ને કદીક વિખરાઈ જાય એવો જ પરમાણુનો સ્વભાવ છે એવું જ પુદ્ગલનું શક્તિપણે સ્વરૂપ છે, અને તેથી વ્યક્તપણામાં પણ તે તે-પણે થાય છે, પરિણમે છે.
વળી કહે છે-“આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્તિ છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.'
જુઓ, ચેતાદિ રંગ છે તે તો પર્યાય છે, છતાં અહીં તેને ગુણ કીધો છે, એ (પર્યાયને ગુણ કહેવાની) આ નિયમસારની શૈલી છે. અહા ! પુદગલમાં ધોળો, પીળો, લીલો આદિ જે વર્ણ છે એ પર્યાય છે, અને જે ત્રિકાળી રંગ, રસ, સ્પર્ધાદિ છે તે ગુણ છે. અહીં તે વર્ણાદિની પર્યાયને જ ગુણ તરીકે કહી છે. તો, કહે છે આ પુલ પરમાણુ ધોળો, પીળો, લીલો આદિ વર્ણોના આધારભૂત મૂર્તિ છે. અહા ! પુદ્ગલ મૂર્તિ છે અને એના મૂર્ત ગુણો છે. પુદ્ગલના બધા ગુણો (પર્યાયો) મૂર્ત છે. જ્યારે ભગવાન આત્મા અમૂર્ત છે. આમ બંને-આત્મા અને પુદ્ગલ-અત્યંત ભિન્ન ભિન્ન છે. સમજાણું કાંઈ..?
વળી, આ પુદ્ગલ, કહે છે, અચેતન છે, ને એના અચેતન ગુણો છે. ભાઈ, આ શરીર, હાડકાં, આંગળાં, વગેરે છે ને? તે અચેતન છે, કેમકે એ તો ધૂળ-માટી છે; અને તેના અચેતન ગુણો છે. એટલે શું? કે તેના ગુણો ચેતનમાં નથી, અને ચેતનના ગુણો એમાં નથી. અહાહા..! શરીર ચેતનમાં-જીવમાં નથી, ને જીવ, શરીરમાં નથી. બહુ આકરી વાત બાપા! પણ આમ પુદ્ગલદ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવું તે યથાર્થ જ્ઞાન છે; પણ પુદ્ગલમાં-શરીરાદિમાં કાંઈ પણ ફેરફાર થતાં તે હું કરું છું એમ જાણવું તે વિપરીત જ્ઞાન છે. સમજાણું કાંઈ....?
અહા! ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં છ દ્રવ્યો જાણવામાં આવ્યાં છે. તેનું શું સ્વરૂપ છે તે સંબંધીનું જ્ઞાન મોક્ષમાર્ગની અંદર (મોક્ષમાર્ગમાં સ્થિત જીવને) અવશ્ય હોય છે. સમકિતીને છ દ્રવ્યનું સ્વરૂપ યથાસ્થિત નિઃસંદેહ જ્ઞાનમાં જાણવામાં આવી ગયું હોય છે, કેમકે જ્ઞાનની એક સમયની જે પર્યાયઅવસ્થા છે તેમાં છ દ્રવ્યને જાણવાનું સામર્થ્ય હોય છે. અહા ! એક સમયની પર્યાયમાં પણ આટલી તાકાત! ને એવી અનંતી પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે, ને એવા અનંતા ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. તે ચેતન છે, ને પુદ્ગલ અચેતન છે; ને એના અચેતન ગુણો છે.
અહાહા...! પહેલાં કહ્યું કે પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે, અર્થાત્ પુદ્ગલ પરમાણુ આવે-જાય, છૂટા પડે ને ભેગા થાય એવો એનો સ્વતંત્ર સ્વભાવ છે. અહા ! આ શરીર બંધાણું છે તે પુદ્ગલના કારણે છે. અહા! પરમાણુનો સંગ્રહ થઈને જે આ હાથ, પગ, હાડકાં, નાક ને આંગળાં વગેરે રચાણાં છે તે પુદ્ગલ-જડ રજકણોની શક્તિથી રચાણાં છે, ને તે પુષ્ટ થાય વા ગળે તેય પુદ્ગલની શક્તિથી છે, એમાં જીવને કાંઈ જ નથી, કેમકે એ તો તદ્દન જુદું ચેતન તત્ત્વ છે. ભાઈ, આ આત્માને અને પૌદ્ગલિક શરીરને કાંઈ જ સંબંધ નથી.
પ્રશ્ન: સાથે રહે છે તોય જીવને ને એને (-શરીરને) કોઈ જ સંબંધ નથી ?
ઉત્તરઃ સાથે રહે તેથી શું થયું? બંનેને પરસ્પર કાંઈ સંબંધ નથી. એ તો જીવ તેને જાણે છે બસ એટલો જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; અને એનો અર્થ જ એ છે કે તેઓ બંને પૃથક પૃથક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com