________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
[નિયમસાર પ્રવચન એમ છે નહિ એમ કહે છે. ભારે વાત ભાઈ !
આ શરીર પણ પુદ્ગલ-પિંડ છે. માટે જીવ ધ્યાન રાખે તો શરીર પુષ્ટ થાય, ને બરાબર ધ્યાન ન રાખે તો તે ગળી જાય એમ છે નહિ. કેમ? કેમકે તેમાં પુદ્ગલ પરમાણુ સ્વયં પુરાય તો તે પુષ્ટ થાય, ને સ્વયં વિખરાય-છૂટા પડે તો તે ગળી જાય છે. ભાઈ, આવો જ પરમાણુનો સહુજ ગલન-પૂરણસ્વભાવ છે, જીવ તેમાં કાંઈ જ કરી શકતો નથી. કારણ કે જીવતત્ત્વ પુગલમાં નથી, ને પુદ્ગલતત્ત્વ જીવમાં નથી. માટે શરીરને કેમ રાખવું એ જીવના હાથની વાત નથી. શરીર પુદ્ગલસ્વભાવ હોવાથી તેનું જેમ થવાનું હોય તે તેનાથી થાય છે, પરંતુ જીવ વડે તેનું રખાવું કે નાશ થવું-કાંઈ જ-થતું નથી. આ તો વસ્તુસ્થિતિ છે બાપુ!
અહાહા....! કહે છે પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે. હવે એને બદલે જીવ તેનો (પુદ્ગલની ગલન-પૂરણક્રિયાનો) સ્વામી થાય તો તે મૂઢ છે, જડ છે; કેમકે જડનો સ્વામી જડ હોય છે.
પ્રશ્ન: પણ ડોકટર ઇજેકશન આપે તો દર્દી સાજા થાય ને?
ઉત્તરઃ કોણ ઇજેકશન આપે? કોઈ ઈજેકશન આપી શકે નહિ, ને કોઈ તે લઈ શકે નહિ. એ તો પુદ્ગલનું જેમ થવું હોય તેમ તેનાથી થાય છે, તેમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી.
પ્રશ્નઃ તો કરેલા ઉપકારને જ્ઞાનીઓ ભૂલતા નથી એમ આવ્યું ને?
સમાધાન: હા, પણ એ શું વાત છે? શું એ પુદગલની વાત છે? એ તો, ભગવાન કેવળી પરમાત્માએ જે તત્ત્વો કહ્યાં છે તે જેણે સાંભળ્યાં, ને સમજણમાં લઈ તદનુસાર જે જ્ઞાનપરિણત થયો એવો જ્ઞાની ધર્માત્મા તે ઉપકારને (નિમિત્તને) જ્ઞાનમાં ઓળવતો નથી એમ ત્યાં કહેવું છે. (એવો જ વિનયનો ભાવ જ્ઞાનીને હોય છે.) બાકી બહારનું-પુદ્ગલનું કરવાની વાત એમાં ક્યાં છે?
અહાહા....! પુદગલનો, કહે છે, ગલન-પૂરણસ્વભાવ છે. આ આંખ..આંખ-દષ્ટિ છે ને ? સરસ તેજ દેખાતાં હોય ત્યાં ઘડીકમાં તો ઝામર આવે ને કાંઈ ન દેખાય. અરે પ્રભુ! એ તો એમ થવાનો પુદ્ગલનો સ્વભાવ છે. હવે એને કાંઈ ખબર નથી એટલે પુદ્ગલના નાટકને એણે પોતાનાં માન્યાં છે. અહા ! પ્રભુ! તારી પ્રભુતા તારા ગુણમાં ને તારી પર્યાયમાં ચાલે, પણ શું તારી પ્રભુતા પરમાં ચાલે! આ દેહ રૂપાળો ચાલતો-દોડતો હોય, ને ઘડીકમાં પક્ષઘાત થઈ જાય તો ડગલુંય ન ચાલે. બાપુ! એ તો પુદ્ગલનો-જડનો સ્વભાવ છે કે તે કાળે શરીરમાં તેમ જ થવાયોગ્ય થાય છે. વળી તે ( પુલ) તને ક્યાં અડે છે? તારાથી તો તે તદ્દન ભિન્ન છે. તેને ને તારે સેઢે-સીમાડે કાંઈ જ સંબંધ નથી. ભગવાન! તારી સત્તાના સીમાડામાં (–ક્ષેત્રમાં) તું રહ્યો છો, ને તેની સત્તાના સીમાડામાં તે પુદગલ રહ્યું છે; કોઈનો કોઈમાં પ્રવેશ નથી.
પણ આ તો ભારે કઠણ પડે એવી વાત છે.
ભાઈ, તને અભ્યાસ નથી, ને ઊંધે રવાડે ચઢી ગયો છો તેથી પોતાને પાછો વાળવો કઠણ પડે છે; પણ આ જ વસ્તુસ્થિતિ છે. જુઓ, શું છે અંદર? કે પુગલ ગલન-પૂરણસ્વભાવ સહિત છે. અહા! આ કર્મમાં જે પુદ્ગલ પરમાણુઓ આવે છે, બંધાય છે ને છૂટે છે–ખરી જાય છે તે પુદગલનો સ્વભાવ છે, તે કાંઈ જીવના કારણે છે એમ છે નહિ. જીવે ધર્મની દશા પ્રગટ કરી માટે કર્મને ખરવું પડ્યું છે એમ નથી; પરંતુ ગલન-પૂરણસ્વભાવ સહિત હોવાથી કર્મના પરમાણુ પોતે જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com