________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૩પ. તે શુદ્ધ છે, ભગવાન આત્મા શુદ્ધ છે. અને એના ગુણો અર્થાત્ કેવળજ્ઞાનાદિ પર્યાયો શુદ્ધ છે. જે કાર્યશુદ્ધ જીવ કહ્યો હતો તેની આ વાત છે. અહીં પર્યાયને ગુણ શબ્દથી વર્ણવી છે. અહા ! આત્માની જે કેવળજ્ઞાનાદિ પર્યાયો છે તેને અહીં “શુદ્ધ ગુણો કહ્યા છે. ત્રિકાળ કારણ શુદ્ધ જીવનું જે કાર્ય આવ્યું તે કાર્યશુદ્ધ જીવ છે, અને તે કાર્યશુદ્ધ જીવને અહીં “શુદ્ધ ગુણો” તરીકે વર્ણવીને “આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે'—એમ કહ્યું
વળી, “આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે”—એટલે શું? કે મતિ-શ્રુતજ્ઞાનાદિ પર્યાયોને અશુદ્ધ ગુણો કહેવામાં આવે છે. મતિ જ્ઞાનાદિ છે તો પર્યાય, છતાં પણ તેને અશુદ્ધ ગુણો કહ્યા છે.
પ્રશ્ન: ત્યારે કોઈ કહે છે કે આત્મામાં (-પર્યાયમાં) રાગાદિ હોતાં દ્રવ્ય-ગુણ અશુદ્ધ થઈ જાય છે, શું આ બરાબર છે?
ઉત્તરઃ ના, એમ નથી. રાગાદિને લીધે પર્યાય અશુદ્ધ છે, પણ તેથી દ્રવ્ય-ગુણ અશુદ્ધ છે એમ નથી. અહીંયાં તો, પર્યાયમાં અપૂર્ણતા નામ મતિ-શ્રુતજ્ઞાનાદિ ભાવ છે તેથી પર્યાયની અપૂર્ણતાની અપેક્ષાએ તેને (-આત્માને) પણ અશુદ્ધ કહ્યો છે; બાકી તેના દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ને મન:પર્યયજ્ઞાન-એ ચાર જ્ઞાનની અપૂર્ણ પર્યાયને વિભાવ કહીને
અશુદ્ધ ગુણો' કહેવામાં આવ્યા છે. અહીં સાધક જીવની જ્ઞાનની આ ચાર પર્યાયોને અશુદ્ધ ગુણો કહીને ઓળખાવી છે.
આ અશુદ્ધ છે'—એમ કહ્યું ને? કેમકે એ તો મતિ-શ્રુતજ્ઞાનાદિ પર્યાયો અશુદ્ધ (અપૂર્ણ) છે તેથી જીવને (દ્રવ્યને) પણ અશુદ્ધ કહ્યો છે; અને આ તો અશુદ્ધ પર્યાયની અપેક્ષા એ વાત છે. જ્યારે ઉપર દ્રવ્યને શુદ્ધ કહ્યું હતું તે શક્તિ અપેક્ષાએ કહ્યું હતું. ભાઈ, જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ.
વળી કહે છે-“પર્યાય પણ એ પ્રમાણે છે.” જુઓ, અહીં પર્યાય એટલે વ્યંજનપર્યાયની વાત છે. ભગવાન સિદ્ધને શુદ્ધ વ્યંજનપર્યાય છે, જ્યારે દેવ, નારકી, મનુષ્ય ને તિર્યંચની જે વ્યંજનપર્યાય છે તે અશુદ્ધ વ્યંજનપર્યાય છે.-આમ આ વ્યંજનપર્યાયની અપેક્ષાએ વાત છે.
અહા! અરિહંત પરમાત્મા એ જ દેવ છે, એનાથી વિપરીત કોઈ દેવ કે પરમાત્મા નથી–એમ પહેલાં કહ્યું હતું. વળી તીર્થંકર પરમાત્માએ કહેલાં તે આગમો છે જેમાં તત્ત્વો કહેલાં છે. તેમાં આ જીવતત્ત્વ કહ્યું. જીવતત્ત્વ કહો કે જીવદ્રવ્ય કહો-એક જ છે. ગાથામાં “તન્વત્થા” શબ્દ છે ને? તેથી, તેમાં તત્ત્વ ને દ્રવ્ય-બેય આવી ગયા.
-આ રીતે જીવની વ્યાખ્યા થઈ. તેમાં જીવનું કોઈ અલૌકિક સ્વરૂપ વર્ણવ્યું. હવે પુગલની વાત કરે
છે;
વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે કે તે પુદ્ગલ છે.”
જુઓ, પરમાણુઓ ભેગા થાય ને વળી છૂટા પડી જાય એવો પુગલ પરમાણુનો સ્વભાવ છે. આ લાડવો આમ વળે ને વળી તેનો ભુકો થઈ જાય એ બધો પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે. એટલે શું? કોઈ જીવ કરે તો લાડવો વળે ને જીવ કરે તો ભૂકો થઈ જાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com