________________
ગાથા-૯ ૯ ]
૧૩૩
ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ સહજ જ્ઞાનાદિ શક્તિરૂપે ત્રિકાળ વિધમાન છે જ, પોતે અંદ૨ કા૨ણપ૨માત્મારૂપ છે જ, અને તેમાંથી વ્યક્તિરૂપ પ્રગટ થાય છે. માટે કહે છે, શક્તિ કારણ છે ને વ્યક્તિ કાર્ય છે. લ્યો, આમ અંદર ને અંદર જ કા૨ણ ને કાર્ય છે. બહા૨માં કાંઈ નથી. અહા ! પિતા પુંજી મૂકી ગયા હોય તો તે તરત તપાસે, પણ આ ( ધર્મપિતાએ મૂકેલી પુંજી) તપાસતો નથી! શું થાય? મૂઢ છે ને ?
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કહે છે– આમ હોવાથી '...એટલે શું? કે શક્તિ કારણ ને વ્યક્તિ કાર્ય છે,-આમ હોવાથી ‘શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને...' અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત સહજ ગુણ-શક્તિવાળા જીવને ‘કા૨ણશુદ્ધ જીવ કહેવાય છે; અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે.' અહાહા...! જેવો નિર્મળ-પવિત્ર સ્વભાવ છે એવી પૂર્ણ નિર્મળ-પવિત્ર પર્યાય પ્રગટ થઈ ગઈ ત્યાં તેને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. અહા ! આ એકલું માખણ છે!
.
ભાઈ, આ તારા પરમ હિતની વાત છે. શું? કે તારે નિજ ૫૨મકલ્યાણરૂપ કેવળજ્ઞાનના કાર્યરૂપે થવામાં તને બીજાની જરૂર-અપેક્ષા નથી. અહાહા...! મનુષ્ય શરીર હોય, વજ્રર્ષભનારાચ સંહનન હોય, ચોથો કાળ હોય ને પુણ્યનો વિશિષ્ઠ એવો વિકલ્પ હોય તો કેવળજ્ઞાન થાય એવું કાંઈ છે નહિ. ભગવાન ! તું અંદરમાં પૂર્ણ કારણભગવાનપણે રહ્યો છો ત્યાં જો, ત્યાં જા ને ત્યાં જ લીન થા, તને પરમકલ્યાણરૂપ મોક્ષદશા અર્થાત્ કાર્યશુદ્ધ જીવ પ્રગટ થઈ જશે. અંતઃપુરુષાર્થનો આવો મારગ છે. બીજી ચીજ નિમિત્ત હો, પણ એની ગરજ નથી. સમજાય છે કાંઈ... ?
6
અહાહા...! ‘કારણશુદ્ધ' એટલે શું? ‘કારણશુદ્ધ એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિઅપેક્ષાએ શુદ્ધ.' મતલબ કે પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહિ, પણ સ્વભાવ-સામર્થ્ય અપેક્ષાએ શુદ્ધ. અને કાર્યશુદ્ધ એટલે કાર્ય-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.' ભાઈ, જો તારે જીવને માનવો હોય તો તું જીવ આવો છો એમ તારે માનવું ને જાણવું પડશે. આ એકેન્દ્રિય ને બે-ઈન્દ્રિય આદિ જીવ એ જવા દે પ્રભુ! કેમકે જીવ એવો છે જ નહિ. જીવ તો આને-કારણશુદ્ધ ભગવાનને-કહે છે, ને તેને તું જીવ ન માન તો તેં તારા જીવને હણ્યો છે. અહા! શુદ્ધ ચૈતન્યમય જીવનથી જીવનારું એવું તારું જીવતત્ત્વ છે તેને એવું ન માનતાં, હું દયાનો પાળનારો ને રાગનો કરનારો-એવું માન્યું તો તેં તારા જીવનો ઘાત કર્યો છે, અર્થાત્ કારણશુદ્ધ જીવ હું નહિ–એમ માન્યું એનું નામ જ હિંસા છે. સમજાય છે કાંઈ... ?
પ્રશ્ન: તો શું હું મનુષ્ય છું એમ માનવું તે હિંસા છે?
ઉત્તરઃ હા, તે હિંસા છે; કેમકે તું મનુષ્ય કે દિ' હતો? અહા! પોતાને પામર માનીને, અન્યથા માનીને તું મરી ગયો છો.
પ્રશ્ન: હા, પણ તે વાણિયો તો છે ને?
ઉત્તરઃ ના, તે વાણિયોય નથી, ને લક્ષ્મીવાળોય નથી, ને મનુષ્યેય નથી. અહા ! કારણશુદ્ધ જીવથી જુદો હું આવો છું ને તેવો છું–એમ માનીને એણે જીવને (–પોતાને) હણી નાખ્યો છે. અરે ! હું વિકલ્પ તો નહિ, પણ હું અલ્પજ્ઞાનવાળો-ક્ષયોપશમના અંશવાળો છું એમ માનનારે પણ જીવને મારી નાખ્યો છે, કેમકે જીવને તેણે અન્યથા માન્યો છે. અહા ! હું દેવ છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, ક્ષત્રિય છું, વાણિયો છું, પરની દયા પાળનારો છું, ભક્તિ કરનારો છું–એમ માનીને ભગવાન !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com