________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨
[નિયમસાર પ્રવચન
અહાહા...! કહે છે-‘શક્તિમાંથી વ્યક્તિ થાય છે,..' ભાઈ, આ તો પ્રાસની પ્રાપ્તિ થાય છે. જેમાં હોય તેમાંથી આવે ને? જેમ કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે. અહાહા...! તેમ ભગવાન આત્મા અનંત જ્ઞાન-દર્શન-આનંદરૂપી શક્તિનો મોટો કૂવો છે તેમાં પ્રવેશતાં-એકાગ્ર થતાં તેની પર્યાયમાં વ્યક્તિઅપેક્ષાએ પૂર્ણ દશા પ્રગટ થાય છે. મતલબ કે શક્તિમાં છે તો તેમાંથી પ્રગટતા થાય છે. પણ અરે! એ તો બહારમાં શોધતો ભટકે છે!
આમ તો પહેલાં ટીકામાં સાધારણ રીતે દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણથી જીવનું વર્ણન કર્યું. પણ પછી આ ખાસ વર્ણવ્યું. શું? કે શક્તિરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે કારણશુદ્ધ જીવ છે, અને તેની શક્તિમાંથી પૂર્ણ વ્યક્તતા પ્રગટ થાય તે કાર્યશુદ્ધ જીવ છે.-આમ કા૨ણજીવ ને કાર્યજીવના બે ભેદ પાડયા.
અહાહા...! તારા કાર્યનું કારણ તારી અંદર જ છે પ્રભુ! તેથી તને વ્યવહારની-દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના વિકલ્પની કાર્યશુદ્ધ જીવ વા કાર્યપરમાત્મા થવામાં બિલકુલ જરૂર નથી. તેમ જ નિજ શક્તિમાં એકાગ્ર થતાં જે મોક્ષમાર્ગ પ્રગટ થાય તેય ખરેખર કાર્યશુદ્ધ જીવનું (–મોક્ષનું) સાક્ષાત્ કારણ નથી. કેમ ? કેમકે પૂર્ણ કાર્યશુદ્ધ જીવનું કારણ વાસ્તવમાં પૂર્ણ કારણશુદ્ધ જીવ છે એમ કહે છે. સમજાણું કાંઈ...? પણ પામર થઈને પડયો છે ને? એટલે એને આ વાત બેસવી ભારે આકરી પડે છે. ભિખારી થઈને હું રાગી છું, હું દીન-હીન પામર છું એમ તે માને છે. પણ ભગવાન! તારામાં તો અમે અનંત શક્તિ દેખીએ છીએ ને? અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર તું છો ને પ્રભુ! પણ અરે! એને કેમ બેસે ?
જેતપુરમાં એક કંદોઈનો છોકરો હતો. તેનું નામ ભગવાન હતું. તે બહુ ભોળો હતો એટલે લોકો તેને ભગુ કહેતા. તે એમ બોલતો કે મહારાજ! ભગુ પશુ છે. એમ આ (અજ્ઞાની ) અંદર ભગવાન હોવા છતાં પશુ (મૂઢ) થઈને એમ બોલે છે કે હું પશુ (−મૂઢ) છું. અહા ! હું માણસ છું, ને ઢોર છું, પૈસાવાળો છું, નિર્ધન છું, રૂપાળો છું, કાળો છું, શ૨ી૨વાળો છું ને અલ્પજ્ઞ છું-એમ એ પોતાને માની બેઠો છે તે ઓલા ભગુની જેમ પશુ-મૂઢ છે. અહા! ભગવાન! આ બધું તું ન હોય, તું એવો છો જ નહિ. તું તો ભગવાન છો. તું અંદર સાક્ષાત્ કારણભગવાન-કા૨ણપ૨માત્મા ને કારણશુદ્ધ જીવ છો. પણ અંદર હું કા૨ણભગવાન છું એમ બેસ-એમ પ્રતીતિ થાય ત્યારે એને પ્રગટ થાય ને? અહાહા...! આવો હું કારણભગવાન છું એવી જેને પ્રતીતિ ને જ્ઞાન થાય અને જે એમાં સ્થિર-લીન થઈને રહે તેને પૂર્ણ આનંદ સહિત કાર્યશુદ્ધ જીવ પ્રગટ થાય છે. ભાઈ, આ તો ઘ૨માં છે તે બહાર કાઢવાનું છે; ક્યાંય બહારથી લાવવાનું નથી, બહારથી આવવાનું નથી. અંદર કારણભગવાન છે તે ‘enlarge' થઈને પર્યાયમાં કાર્યભગવાન થાય છે. સમજાય છે કાંઈ...?
ભાઈ, હું જીવ છું એમ તારે નિજ સત્તાનો સ્વીકાર કરવો હોય તો હું આવો (-કારણશુદ્ધ જીવ ) છું એક સ્વીકારવું પડશે. બાપુ! હું પરની દયા પાળનારો, ને ૫૨ને મારનારો, લક્ષ્મી-ધન કમાનારો ને મોટો દાનનો દેનારો દાનવીર છું-એ વાત જવા દે પ્રભુ! કેમકે એ બધું તું છો જ નહિ. એ તો મફતનો તું પોતાને એવો માને છે. બહુ આકરી વાત બાપા!
અહીં કહે છે-શક્તિ ત્રિકાળ છે તેમાંથી વ્યક્તિ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે; છે એમાંથી આવે છે; ન હોય એમાંથી શું આવે? શૂન્યમાંથી શું આવે? કાંઈ જ ન આવે. એમ ત્રિકાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com