________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦
[નિયમસાર પ્રવચન
કાર્ય) ઉતારવું છે ને ? તેથી કારણશુદ્ધ જીવ અને કાર્યશુદ્ધ જીવની વાત કરે છે.
અહાહા...! આ જે અંદર એક્લી ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય એવી ત્રિકાળ, ધ્રુવ, નિત્ય, અભેદ, એકરૂપ, શક્તિરૂપ વસ્તુ છે તેને અહીં કારણશુદ્ધ જીવ કહ્યો છે. તેની વ્યાખ્યા જુઓ, નીચે ફૂટનોટમાં આપી
છે.
66
‘દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ કારણશુદ્ધ જીવ ” છે;... ’
,
શું કીધું આ ? કે ભગવાન આત્મા..., પ્રત્યેક આત્મા હોં, શક્તિ નામ સ્વભાવના સામર્થ્ય અપેક્ષાએ શુદ્ધ છે. વળી તે સહજ અર્થાત્ અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ જે ગુણો છે તે સહિત છે. તેથી, કહે છે, દરેક જીવ છે તે કારણશુદ્ધ જીવ છે. અહીં જે ‘સહજજ્ઞાનાદિ' કીધા તે ત્રિકાળી ગુણોશક્તિઓની વાત છે, પર્યાયની નહિ. અહાહા...! ધ્યાન દઈને સાંભળવું બાપુ? બાકી આવી સરસ વાત સાંભળવા મળવી કઠણ છે. અહા ! ક્યાંય સાંભળી ન હોય એવી ઊંચી સાર સાર વાત છે.
અહાહા...! જેમ લીંડીપીપરના દાણામાં ચોસઠ–પહોરી તીખાશની શક્તિ ભરી છે, તેમ ભગવાન આત્મામાં-પ્રત્યેકમાં-જ્ઞાન-દર્શનાદિની શક્તિ ભરી પડી છે. અહાહા...! આવી અનંત અનંત શક્તિનો સમુદ્ર ભગવાન આત્મા છે. એ પામર નથી પ્રભુ!
પ્રશ્ન: પણ એ પામર દેખાય ને?
ઉત્તરઃ શું દેખાય છે? એ તો બહારથી મફ્તનો એમ માને છે. મૂરખ છે ને? એટલે અંદરમાં પરમાત્મા હોવા છતાં પોતાને પામર માને છે. જુઓ, અહીં શું કહે છે? કે ‘દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે.' અહાહા...! સહજ જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય ઇત્યાદિ ત્રિકાળી ગુણો સહિત હોવાથી પ્રત્યેક જીવ કારણશુદ્ધ જીવ છે. અહો ! નિગોદથી માંડીને બધાય અનંત આત્માઓ પ્રત્યેક-આ રીતે નિશ્ચયથી ત્રિકાળ કારણશુદ્ધ જીવ છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- જે કારણશુદ્ધ જીવને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ (–કેવળજ્ઞાનાદિ સહિત ) થાય છે અર્થાત્ “ કાર્યશુદ્ધ જીવ થાય છે....
""
અહાહા...! શું કહે છે? કે અંદર પોતે કારણપ્રભુ-કારણશુદ્ધ જીવ-છે તેની જે ભાવના કરે છે, અર્થાત્ તેમાં જ એકાગ્ર થાય છે તે વ્યક્તિપણે અર્થાત્ પ્રગટ પર્યાયપણે કેવળજ્ઞાનાદિ સહિત થાય છે. અહાહા...! અંદર સામાન્ય...સામાન્ય...સામાન્ય ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ પોતે છે તેનો જ જે આશ્રય કરે છે અર્થાત્ લીનતા દ્વારા તેમાં જ એકાગ્ર થઈ રહે છે તે વ્યક્ત પ્રગટ દશામાં પૂર્ણ કેવળજ્ઞાનાદિ સહિત થાય છે, અર્થાત્ કાર્યશુદ્ધ જીવ થાય છે. અહા! એનું કાર્ય પૂર્ણ ને સફળ (મોક્ષરૂપ) થઈ ગયું ને? તો, તેને ‘કાર્યશુદ્ધ જીવ’ કહે છે. લ્યો, આમાં મોક્ષનું કારણ અને કાર્ય બંને આવી ગયાં. ભાષા તો સાદી છે, બાકી ભાવ તો અંદર જે છે તે છે.
અહા! આ લીંડીપીપર નથી આવતી? તે કદમાં નાની હોવા છતાં તેમાં લીલો રંગ ને ચોસઠ– પહોરી તીખો રસ શક્તિપણે ભર્યો પડયો છે; તો, તેને કારણલીંડીપીપર કહીએ અને તેને ઘસતાં અંદર શક્તિ છે તે પ્રગટ થઈ ચોસઠ-પહોરી તીખાશ પૂર્ણ પ્રગટ થાય છે; તો, તેને કાર્યલીંડીપીપર કહીએ. અહાહા...! તેમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદપ્રભુ તેમાં કેવળજ્ઞાનાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com