________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
[નિયમસાર પ્રવચન -પરંતુ જીવમાં પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટે અર્થાત્ કેવળજ્ઞાનાદિ પ્રગટે તે કાર્યશુદ્ધ જીવ છે. જુઓ, છે ને અંદર? કે કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો અર્થાત્ શુદ્ધ પર્યાયોનો આધાર હોવાને લીધે કાર્યશુદ્ધ જીવ છે. ભાઈ, જે કાર્યશુદ્ધ જીવ છે તે આવી પૂર્ણ શુદ્ધ પર્યાયોનો આધાર છે; પરનો આધાર નહિ, રાગાદિનો નહિ, ને અપૂર્ણ પર્યાયનોય નહિ. આવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે-“અશુદ્ધ-સભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે.'
જુઓ, આ શું કીધું? કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ને મન:પર્યયજ્ઞાન તે પર્યાય છે, ને તે અપૂર્ણ છે માટે અશુદ્ધ છે, વળી તે જીવની છે માટે સદ્દભૂત છે, ને ભેદ છે માટે વ્યવહાર છે;-આમ અશુદ્ધ-સભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન વડે જીવે તે વિભાવિક જીવ-અશુદ્ધ જીવ છે એમ કહે છે. ચાર જ્ઞાન અપૂર્ણ છે ને? તો તે અશુદ્ધ છે, માટે અશુદ્ધ જીવ છે. એક પૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત છે તે કાર્યશુદ્ધ જીવ છે, ને આ ચાર જ્ઞાનને પ્રાપ્ત છે તે અશુદ્ધ જીવ છે. જુઓ, અહીં મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનને વિભાવગુણો કહ્યા છે. કેમ? કેમકે અપૂર્ણ હોવાથી વિભાવ પર્યાય છે, તેમ જ તેમાં કર્મનું નિમિત્તપણે પણ છે. હવે આ વસ્તુસ્થિતિ.. અહાહા...! અંદર પોતાની ચીજ છે તે સમજ્યા વિના બાપુ! આ તારા સામાયિકાદિ શું કામ આવે?
પણ એ પાઠ તો કરે છે ને?
હવે કાંઈ જ સમજ્યા વિના એ સામાયિકનો પાઠ બોલી જાય ને બાળક ગડિયા બોલે તેમ હાંકે રાખે, ને માને કે સામાયિક થઈ ગઈ, પણ એમાં ધૂળેય સામાયિક નથી સાંભળને! અહા! ભગવાન ત્રિકાળી ચૈતન્યપ્રભુ શું? ને તેની પૂર્ણ પર્યાય ને અપૂર્ણ પર્યાય શું છે-એ જાણ્યા વિના સાચું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય નહિ અને સાચા જ્ઞાન વિના સામાયિક કેવી? સાચું જ્ઞાન થયા વિના સામાયિક હોય જ નહીં.
ત્યારે કોઈ કહે છે–અમારે બૈરાં-છોકરાં સાચવવાં કે આ જાણવામાં રોકાવું?
અરે ભાઈ ! તું કોને સાચવે ? બીજાને સાચવું છું એ તો તારું મિથ્યા અભિમાન છે. અહા ! એ તો બધા જગતના જીવ છે, ને તે પોતાના કારણે ટકી રહ્યા છે ને પોતાથી બદલી રહ્યા છે. શું તારા કારણે એ બધા નભે છે? બાપુ ! એમ છે જ નહિ.
પણ અમે રોટલા આપીએ તો તેઓ નભે છે ને?
અહા ! રોટલા કોણ આપે? શું રોટલા તારા છે કે તું આપી શકે ? એ તો જડના છે, એ જડને તું કેમ આપી શકે? જડનો સ્વામી તો જડ છે, ને જો તું તેનો સ્વામી થા તો તું પણ જડ થયો. બાપુ! આ તો મોટા માંધાતાના મીણા ઉતરી જાય એવું છે! અહા ! મોટો અમલદાર હોય તો તેને (સત્તાનો) અમલ ચઢે ને રૂઆબ કરે. જાણે કે હું મોટો છું એમ હુકમો કરે. પણ ધૂળમાંય મોટો નથી સાંભળને! પાપમાં મોટો થઈ ગયો છો, મોટો પાપી થઈ ગયો છો. બાકી એ હુકમની વાણીય તારી નથી હોં.
હવે કહે છે-“શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે “કારણ શુદ્ધ જીવ” છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com