________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૨૭ અહાહા...! ભગવાન આત્મા શક્તિપણે અંદર સદાય કેવળજ્ઞાનસ્વભાવમય વસ્તુ છે. હવે જેણે સ્વાનુભવ વડે એમાં જ પૂર્ણ લીનતા કરીને કેવળજ્ઞાનની કાર્યદશાને પ્રગટ કરી છે તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. મતલબ કે એનું કાર્ય હવે પૂર્ણ શુદ્ધ થઈ ગયું. “શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી' એમ કહ્યું ને? મતલબ કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય-એવી જ (અનંત ચતુષ્ટયમય) પર્યાય પ્રગટ થઈ તે પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ, તે પોતાની પર્યાય છે માટે સદ્દભૂત, અને ભેદ પડ્યો માટે વ્યવહાર-એમ શુદ્ધસભૂત-વ્યવહારથી જે કેવળજ્ઞાન, અનંત આનંદ આદિ પ્રાણ વડે જીવે છે તે કાર્યશુદ્ધ જીવ છે. અહા ! આ બહુ ઝીણું ! અરે! અત્યારે તો મૂળ મુદ્દાની વાત જ ગુમ (લુસ) થઈ ગઈ છે, ને બહારની વાતો રહી ગઈ છે. અહા ! તેમાં (–બહારમાં) જ જો જિંદગી ચાલી જાય તો એને કાંઈ ફળ મળે નહિ; હા, એક સંસારમાં રખડવાનું ફળ મળે. અર્થાત્ એને ૮૪ના અવતાર ફળે ને ફાલે-ફૂલે.
અહા! જીવને-આત્માને અરિહંતપદની એટલે કે કેવળજ્ઞાન, કેવળદર્શન આદિની પ્રાપ્તિ થાય તે વ્યવહાર છે, કેમકે એ પર્યાય છે, ભેદ છે; તે (પર્યાય ) એનામાં (–જીવમાં) છે માટે સદભૂત છે અને તે પર્યાય પૂર્ણ નિર્મળ છે માટે શુદ્ધ-એમ “શુદ્ધ-સભૂત-વ્યવહારથી'...અહાહા ! જુઓ, છે અંદર? શુદ્ધસદ્ભૂત-વ્યવહારથી-એમ ત્રણ શબ્દો છે કે નહિ ? છે ને ! તો કહે છે શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી કેવળજ્ઞાની અરિહંત પરમાત્માને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યા છે. અહાહા...! જ્ઞાન, આનંદ આદિની પૂર્ણ દશાને પ્રાપ્ત પરમાત્માને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યા છે, જ્યારે ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવી જીવને કારણશુદ્ધ જીવ કહું છે. આમ એક જીવદ્રવ્યમાં કારણ અને કાર્યનો બે ભેદ છે. સમજાણું કાંઈ..? હા, પણ વીતરાગના માર્ગને પડખે ચઢે તો ને?
અહાહા...! કહે છે ભગવાન કેવળી પરમાત્મા “કાર્યશુદ્ધ જીવ' છે. કેમ? કેમકે “કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોને આધાર હોવાને લીધે કાર્યશુદ્ધ જીવ છે.” જુઓ, આમાં “કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણો’એમ “ગુણ” શબ્દ લીધો છે. પણ ભાઈ, એ તો પર્યાય છે તેને અહીં ગુણ કહ્યા છે. જે કેવળજ્ઞાનાદિ છે એ તો પર્યાય નામ અવસ્થા છે, ને તે ક્ષાયિકભાવે છે, જ્યારે જ્ઞાનાદિ ગુણો છે તે ત્રિકાળી છે, ને તે પરિણામિકભાવે
અહાહા....! આત્મા વસ્તુ છે કે નહિ? છે; તો તે અનંતગુણનું એકરૂપ (એકપિંડરૂપ) એવી એક આખી વસ્તુ છે; અને તેને કારણજીવ કહીએ; તથા તેનો અંતરંગમાં સ્વીકાર થઈને તેમાં સ્થિરતા થાય ને પૂર્ણ દશા પ્રગટે તેને કાર્યશુદ્ધ જીવ કહીએ. આમ એક જીવમાં કારણ અને કાર્યના બે ભેદ પડે છે.
પ્રશ્ન: આજે આ તદ્દન નવી વાત આવે છે?
સમાધાન: ભાઈ, એ તો તને અજાણી છે માટે નવી લાગે છે, બાકી આ તો અનાદિની છે. ભગવાન તીર્થંકરદેવો અનંતકાળથી આ કહેતા આવ્યા છે. અહા! અહીં કાર્યશુદ્ધ જીવ કોને કહીંએ તેની વ્યાખ્યા કરે છે. તો
-પરમાં કાર્ય નીપજે તે કાર્યશુદ્ધ જીવ નથી, -જીવમાં અશુદ્ધ રાગાદિ કાર્ય નીપજે તે કાર્યશુદ્ધ જીવ નથી, -જીવમાં અપૂર્ણ (શુદ્ધ) પર્યાય નીપજે તેય કાર્યશુદ્ધ જીવ નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com