________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
[નિયમસાર પ્રવચન સમાધાન: એમાં બોજો નથી બાપુ! એ તો વસ્તુસ્થિતિ છે, કેમકે જ્ઞાનની એક સમયની પર્યાય છે દ્રવ્યને જાણે એ એનો ધર્મ છે. અને એને પ્રયત્નથી જાણ એમ શું નથી કહ્યું? યોગસાર (ગાથા ૩૫) માં કહ્યું છે કે “જાણો કરી પ્રયત્ન.” ત્યાં યોગસારમાં તો નિશ્ચયથી (નિશ્ચયની મુખ્યતાથી) વાત કરી છે, છતાં કહ્યું છે કે-છ દ્રવ્યને પ્રયત્નથી જાણો.
પ્રશ્નઃ છ દ્રવ્યને જાણવાં તે તો વ્યવહાર છે ને?
ઉત્તરઃ ( હા; ) છતાં એમ ને એમ ( ઓથે ઓથે) નહિ, પણ ( સ્વરૂપસહિત) પ્રયત્નથી જાણો એમ ત્યાં કહ્યું છે.
હવે પહેલાં જીવની વ્યાખ્યા કરે છે:
સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છવાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે “જીવ” છે-આ સંગ્રહનય કહ્યો.'
જુઓ, પહેલાં વ્યવહાર જીવ સિદ્ધ કર્યો. એમ કે પાંચ ઇન્દ્રિયો, ત્રણ-મન, વચન ને કાય, ને શ્વાસોચ્છવાસ ને આયુ-એમ દશ પ્રાણોથી સંસારદશામાં જે જીવે છે, જીવશે, ને જીવતો હતો તેને જીવ કહીએ. આ સંગ્રહનય કહ્યો, સંગ્રહથી બધાને એકરૂપ વર્ણવ્યા.
હવે કહે છે-“નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે.”
ખરેખર તો, જ્ઞાન, આનંદ, સત્તા આદિ ભાવપ્રાણ ધારણ કરનારને જીવ કહીએ; પણ ભાવપ્રાણમાં અશુદ્ધ ભાવપ્રાણ પણ લેવાય ને? માટે શુદ્ધ ભાવપ્રાણ અને અશુદ્ધ ભાવપ્રાણ-એમ બન્ને લેવા.
અશુદ્ધ ભાવપ્રાણ એટલે?
આ જડ પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાય, શ્વાસોચ્છવાસ ને આયુના નિમિત્તે જીવની અશુદ્ધ દશ પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવપ્રાણ છે, ને તે વડે જે જીવે તે જીવ છે-એ અશુદ્ધનય કહ્યો.
આમાં શું કહ્યું તે સમજાણું?
આ જડ પ્રાણોથી જીવ જીવે છે એમ કહેવું એ અસદભૂત વ્યવહારનો વિષય છે. તથા પોતે પોતાની (અશુદ્ધ ભાવપ્રાણની) યોગ્યતાથી જીવે છે એમ કહેવું તે અશુદ્ધનયનું કથન છે. પાંચ ઇન્દ્રિયની યોગ્યતા, મન-વચન-કાયનું વીર્ય, શ્વાસોચ્છવાસ ને આયુના પ્રમાણે રહેવાની યોગ્યતા એ અશુદ્ધ ભાવપ્રાણ છે, અને એનાથી જીવે છે તેને અશુદ્ધ નયથી જીવ કહીએ. રોટલા ખાવાથી જીવે તે જીવ છે-એમ નથી. સમજાણું કાંઈ..? જો અંદરના ભાવપ્રાણ લઈએ તો શુદ્ધજ્ઞાન-દર્શન-આનંદ-સત્તા-એવા શુદ્ધ ભાવપ્રાણને ધારણ કરી એનાથી જીવે છે તેને જીવ કહીએ છીએ. આવી વાત !
વળી, વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે.' શું કીધું? આ પાંચ ઇન્દ્રિય, મનવચન-કાય, શ્વાસોચ્છવાસ ને આયુ-એ બધા દ્રવ્યપ્રાણ છે ને? તો, વ્યવહારથી તેને ધારણ કરવાને લીધે જીવ છે.
હવે કહે છે-“શુદ્ધ-સભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે “કાર્યશુદ્ધ જીવ છે. '
Please inform us of any errors on rajesh@AtmaDharma.com