________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૨૫ સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્થિતિનું (-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.
(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (–અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે. (બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તનનું નિમિત્ત તે કાળ છે. (જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે.
[ હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છે:].
(માલિની) इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम्। हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते
स भवति परमश्रीकामिनीकामरूपः।। १६ ।। [શ્લોકાર્ચ- ] એ રીતે તે પદ્રવ્યસમૂહુરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬.
ગાથા ૯:ટીકા ઉપરનું પ્રવચન: અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક પૃથક નામ કહેવામાં આવ્યાં છે.'
જુઓ, ભગવાને છ દ્રવ્ય જોયાં છે. અહાહા...! અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ-એમ છ દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં આવ્યાં છે. અહા ! આ છ દ્રવ્યને પાઠમાં તથ્વત્થા” તત્ત્વાર્થ પણ કહ્યા છે. આ છ દ્રવ્યનું સ્વરૂપકથન ભગવાનની વાણીમાં આવ્યું છે. આ છ દ્રવ્યને એણે યથાર્થ-જેમ કહ્યા છે તેમ-જાણવા-માનવા જોઈએ. (અર્થાત્ સમકિતી ધર્માત્મા છ દ્રવ્યને યથાર્થ જાણે માને છે ).
પ્રશ્ન: પણ એ બધું જાણવામાં તો ઘણો બોજો?
૨. સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુગલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવ-પુગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com