________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
[ નિયમસાર પ્રવચન ગાથા – ૯ जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं। तच्चत्था इदि भणिदा णाणागुणपजएहिं संजुत्ता।।९।। જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ-એ ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
અવયાર્થ- [ નીવા] જીવો, [પુનિયા:] પુદ્ગલકાયો, [ ] ધર્મ, અધર્મ, [:] કાળ, [૨] અને [ગોવશન્] આકાશ[તત્ત્વર્થીિ: રૂતિ મળતી:] એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ [નાના ગુણપર્યાયે: સંયુ$T: ] વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે.
ટીકા:- અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોના પૃથક પૃથક નામ કહેવામાં આવ્યાં છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છવાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે “જીવ” છે.-આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે જીવ” છે. શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે *કાર્યશુદ્ધ જીવ” છે. અશુદ્ધસદ્ભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે “અશુદ્ધ જીવ' છે. શુદ્ધનિશ્ચયથી સહુજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે *કારણ શુદ્ધ જીવ' છે. આ (જીવ) ચેતન છે; આના (-જીવના ) ચેતન ગુણો છે. આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.
વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે) તે પુદ્ગલ છે. આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.
“સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.
* દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ “કારણશુદ્ધ જીવ” છેજે
કારણશુદ્ધ જીવને ભાવે છે–તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ (-કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત્ “કાર્યશુદ્ધ જીવ’ થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. [ કારણશુદ્ધ એટલે કારણ–અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે કાર્ય–અપેક્ષાએ
શુદ્ધ અર્થાત વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.] ૧. ચૌદમાં ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવ-ગતિક્રિયા છે અને
સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિક્રિયા છે. એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે. આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com