________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા−૮ ]
વિકલ્પમાત્રથી ખસી જા, ને સ્વભાવમાં આવી જા. અહા ! આવો માર્ગ!
અહાહા..! વીતરાગ પરમેશ્વરની વાણી જૈન યોગીઓ વડે સદાય વંધ છે. એટલે શું? કે જેને અંશે અંદર વીતરાગતા પ્રગટી છે એવા જૈન સંતો વડે આ વીતરાગતાને બતાવનારી જિનવાણી આદરણીય છે, પૂજનીક છે. કલશ ટીકામાં પણ (બીજા કળશમાં) આવ્યું છે ને કે જિનવાણી સર્વજ્ઞ અનુસારિણી હોવાથી પૂજ્ય છે. ભાઈ ! આ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, તત્ત્વાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ વગેરે જિનવાણી જ છે. ભગવાને કહેલી વાણી જે પરંપરાએ ચાલી આવી છે તે આ જે છે. બાકી શ્વેતાંબરમાં એ વાણી આવી જ નથી, ને છેય નહિ; કેમકે એમણે તો નવાં જ કલ્પિત શાસ્ત્રો બનાવ્યાં છે. ભાઈ ! વસ્તુ આમ છે. તમને ગોઠે કે ન ગોઠે તમારી મરજી, બાકી વસ્તુ આ રીતે સિદ્ધ થયેલી છે. તેથી તો આગમ ઉપર અહીં જોર આપે છે કે સાચાં આગમને ઓળખો-જાણો, અને સાચાં આગમમાં કહ્યું છે તે રીતે–ઓછું, અધિક કે વિપરીતતા રહીત-વસ્તુને યથાતથ જાણો. સમજાય છે કાંઈ... ?
૧૨૩
અહાહા...! મુનિરાજ કહે છે-‘તે આ જિનભગવાનનાં સચનને (સમ્યક્ જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું.' લ્યો, આ રીતે ભગવાને કહેલાં સચનો કે જે સમ્યક્ જિનાગમ છે તેને મુનિરાજ વંદે છે, તેનો મહિમા જાણી તેનો આદર-વિનય કરે છે.
-આમ આ આઠમી ગાથા પૂરી થઈ.
જુઓ, પહેલાં દેવની વ્યાખ્યા કરી, ને કહ્યું કે વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ યથાર્થ દેવ છે. ભાઈ, આમ અરિહંત...અરિહંત...કરે તો કાંઈ ન થાય, પણ તેના (દેવના ) સ્વરૂપને યથાર્થ જાણવું જોઈએ. અહાહા...! અરિહંતદેવ આવા જ હોય છે એવી ધર્મી જીવને યથાર્થ શ્રદ્ધા હોય છે. અહા ! નિજ આત્માની સમ્યક્ (નિશ્ચય) શ્રદ્ધા સાથે આવો એક દેવના સ્વરૂપની શ્રદ્ધાનો ભાવ તેને અવશ્ય હોય છે. પછી આગમની પણ તેને કેવી યથાર્થ શ્રદ્ધા હોય છે તે બતાવ્યું. હવે આગમે કહેલાં નવ તત્ત્વોની-નવ પદાર્થોની વાત કરે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com