________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
નિયમસાર પ્રવચન દાવાનળથી ઉગ્ર બની રહી છે. અહા ! આ મોટા પૈસાવાળા ને મોટા દેવતા પણ દાવાનળમાં બળી રહ્યા છે. અહીં તો આ વાત છે ભાઈ ! પૈસાવાળાય ને મોટી રિદ્ધિવાળાય સુખી નથી એમ અહીં કહે છે. તેમને સુખી કોણ કહે? એમના જેવા પાગલ હોય તે તેમને સુખી કહે.
અહા ! ભવભવરૂપી જે અરણ્ય છે તેમાં મિથ્યાત્વ ને કષાયરૂપી ઉગ્ર દાવાનળ અનંતકાળથી જીવને બાળી રહ્યો છે. અહા ! તે દાવાનળને ઓલવવો કેવી રીતે ? તો કહે છે-તેને શમાવવામાં ભગવાનની વાણી જળ સમાન છે. અહા ! મિથ્યાત્વ ને પુણ્ય-પાપથી હઠીને અંદર ભગવાન! તું ચિદાનંદસ્વરૂપ છો તેમાં એકાગ્ર થા, તેમાં લીન થા ને વીતરાગતા પ્રગટ કર, આગ ઓલવાઈ જશે ને પરમ શાંતિ થશે-લ્યો, આવું વીતરાગની વાણી બતાવે છે તેથી તે આગ ઓલવવામાં જળ સમાન છે. અહા! ભગવાન વીતરાગદેવ એમ ફરમાવે છે કે-અમારા સામું જોવાથી, અમને માનવાથી, અમારા લઉં તને રાગ જ થશે, કારણ કે અમે (તારા માટે ) પરદ્રવ્ય છીએ. અને ભલે તે શુભરાગ હો, તોપણ તે આગ છે, ભઠ્ઠી છે. આવું તો વીતરાગ જ કહે, બાકી અજ્ઞાનીનાં શું ગજાં? માર્ગ તો આવો છે બાપા !
અહાહા..! અંદર વીતરાગી અમૃતથી ભરપૂર ભરેલો ચૈતન્યનો પુંજ પ્રભુ આત્મા છે. પણ અરે ! એ રાંકને કેમ બેસે ? અહા ! અંદર જએ તો રતન જોવા મળે, પણ તે દેખતો નથી: તો પછી રતન પામે તો ક્યાંથી ? મોક્ષમાર્ગ પ્રકાશકમાં (પહેલા અધિકારમાં ) કહ્યું છે ને કે-કોઈ કોઢિયાને અમૃત મળે, તો પણ તેનું તે પાન ન કરે, વા કોઈ દરિદ્રીને ચિંતામણિ રત્ન મળે છતાં તેને જ જુએ તો તે મહા ભાગ્યહીન છે. તેમ ભગવાન વીતરાગદેવનાં કહેલાં આવાં પરમાગમ કોઈ ન સાંભળે, ને પ્રેમથી ન વિચારે તો તેના અભાગ્યનો મહિમા કોણ કહે? (તે તો મહા દુર્ભા બહારમાં તે ગમે તેવો મોટો (રાજા કે શેઠ) હોય, તો પણ તે અભાગિયો છે. સમજાણું કાંઈ? અહો ! ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવે તો પરમ વીતરાગસ્વભાવ દેખાડયો છે; ને રાગના કાંકરા તો વીણી-વીણીને કાઢી નાખવાની વાત કરી છે. અહા ! આવી વીતરાગની વાણી, અહીં કહે છે, ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ સમાન છે.
“અને જે જૈન યોગીઓ વડે સદા વંધે છે, તે આ જિનભગવાનનાં સવચનને (સમ્યક જિનાગમન ) હું પ્રતિદિન વંદું છું.”
અહા ! જુઓ, જેણે વીતરાગની વાણી જાણી છે, ને અંદર જેણે વીતરાગતા પ્રગટ કરી છે એવા યોગીઓને-મુનિવરોને તે સદાય બંધ છે; પણ રાગના અર્થીઓને આ વાણી બંધ હોતી નથી; કેમ? કેમકે તેઓ વાણીને જાણતા જ નથી. લ્યો, આવો ધર્મ છે ભાઈ ! બાકી બહાર (રાગમાં) તો હોળી જ હોળી
અહા! વીતરાગદેવ કહે છે-અંદર તારો ભગવાન અનાકુળ વીતરાગતાની મૂર્તિ સ્વરૂપે નિત્ય બિરાજે છે તેનાં દર્શન કર ને તેમાં જ રમ. હવે સવારના ઉઠીને એકદમ મંદિરમાં દોડે છે, તો ત્યાં અંદર જા ને પ્રભુ! કેમકે મંદિર તો પરવસ્તુ છે. એ તો શુભભાવ હોતાં ત્યાં લક્ષ જાય છે, પણ એ શુભભાવ કાંઈ ધર્મ નથી. ભારે આકરી વાત ! પણ આ સર્વજ્ઞદેવે કહેલી વાત છે. અહાહા...! ભગવાન! તું કોણ છો ? પ્રભુ! તું પરમેશ્વર છો; મારી જાતનો જ તું છો હાં, જેમ હું પરમેશ્વર થયો છું તેમ તું પણ પરમેશ્વર થવાને લાયક છો, સંસારમાં રખડવાને લાયક નથી. માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com