________________
૮ ]
૧૨૧
સમાધાનઃ ભાઈ, આ નિમિત્તથી વાત છે; એમ કે બહા૨માં નિમિત્ત હોય તો એ જ હોય છે. અહા ! મોક્ષમાર્ગનું જો કોઈ નિમિત્ત હોય તો સર્વજ્ઞ ૫૨મેશ્વરે કહેલાં આગમો જ નિમિત્ત હોય છે; પણ અજ્ઞાનીએ કહેલાં કલ્પિત શાસ્ત્રો એને (–મોક્ષમાર્ગને) નિમિત્ત હોય નહિ એમ અહીં સિદ્ધ કરવું છે. અહો ! વીતરાગી શાન્તિનાં બાહ્ય નિમિત્ત પણ વીતરાગનાં જ વચનો હોય છે. સમજાણું sis...?
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા-૮
વળી કહે છે– જે સર્વ ભવ્યોના કર્ણોને અમૃત છે...'
જુઓ, એમ તો ભગવાનની વાણી સર્વ જીવોના કર્ણોને અમૃત છે. પરંતુ, અહીં ‘નિવિન વિજ્ઞાન્’–સર્વ ભવ્ય જીવોના કર્ણોને અમૃત છે એમ કેમ કહ્યું? કેમકે સાંભળીને જેને અમૃત પ્રગટે છે તેવા ભવ્ય જીવોને વાણી અમૃતરૂપ એમ અહીં કહેવું છે. (અભિવને અંતરમાં અમૃત પ્રગટતું જ નથી ).
વળી, કહે છે‘જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે,...' અહાહા... ! વીતરાગની વાણી, કહે છે, કષાયરૂપી દાવાનળને ઓલવવા માટે જળ છે. જેમ મોટું વન-અરણ્ય સળગતું હોય, ને તેમાં જો જળ વરસે તો તે શાંત થઈ જાય છે; તેમ ભવભવરૂપી..., અહા ! એકેન્દ્રિયના ભવ, નિગોદના ભવ, થોરના ભવ-એમ એકેક શરીરમાં અનંતા જીવ હોય એવા ભવભવરૂપી ૮૪ લાખના અવતારોનું રખડવાનું મહાવન છે. તેમાં રાગ-દ્વેષ-મોહાદિરૂપ ઉગ્ર દાવાનળ સળગી રહ્યો છે. અહીં કહે છે –તે ઉગ્ર દાવાનળને શમાવવા વીતરાગની વાણી જળ છે. અહા ! પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અગ્નિભઠ્ઠી છે, દાવાનળ છે. જેમ હિંસાદિ પાપના ભાવ દાવાનળ છે તેમ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યના ભાવ પણ દાવાનળ છે, ભઠ્ઠી છે; ને તેને ઓલવવા માટે, કહે છે, વીતરાગની વાણી જળ સમાન છે. અહા! આવું તો એક વીતરાગની જ વાણી બતાવે કે આ પુણ્યભાવ જે રાગ છે તેને છોડીને અહીં નિજ અંતરની ચીજમાં આવી જા, તને શાંતિ થશે, એ સિવાય શાંતિ થાય એમ નથી. બહુ આકરી વાત બાપા! (પણ આ વસ્તુસ્થિતિ છે ).
અહા! જેમ કાંટાળા વનમાં કોઈ ભૂલો પડી જાય કે જ્યાં બધે કાંટા જ કાંટા હોય, ને ઉપરથી પણ કાંટા જ પડતા હોય તો, એને કેડી (માર્ગ) સૂઝે નહિ; અહીંથી ક્યાં જવું? ને ક્યાં નીકળવું ?બિચારો ભારે મૂંઝાય. ઉ૫૨ આભ ને નીચે (કાંટાળી ) ધરતી દેખાય, પણ વચ્ચે માર્ગ મળે નહિ તો મૂંઝાય કે નહિ? તેમ આ ભવભવરૂપી વનમાં ભારે આગ સળગી રહી છે. ભાઈ, આ સ્ત્રીનો, છોકરાંનો ને ધન કમાવાનો જે પ્રેમ છે તે બધી આગ છે બાપા! અહા! તે ઓલવવી કઠણ એવી મોટી ઉગ્ર સળગતી આગ છે. હવે એણે ક્યાં જવું? અહીં કહે છે-વીતરાગની વાણી તે આગને ઓલવવા માટે જળ છે. વીતરાગની વાણી કહે છે- પ્રભુ! તું અંદર નિત્યાનંદસ્વરૂપ છો ત્યાં જા, તને માર્ગ મળશે, આગ ઓલવાશે, શાંતિ થશે. લ્યો, આવી અલૌકિક વાણી! પણ માણસને આકરી પડે? શું થાય?
જુઓ, દ્વારિકા નગરી નવ જોજન લાંબી ને બાર જોજન પહોળી હતી. તેના ગઢ સોનાના હતા, ને કાંગરા મણિરત્નના હતા. તો, તે દ્વારિકા જ્યારે સળગી ત્યારે છ મહિના સુધી તે બળતી રહી. તેમ આ જીવની ચૈતન્ય-નગરી અંદર અનંતકાળથી સળગી રહી છે. પુણ્ય-પાપના ભાવોરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com