________________
૧૨૦
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
66
“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.
ભગવાન! તું શુદ્ધ છો, બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છો, ચૈતન્યઘન છો. અહાહા...! ચૈતન્યથી ભરેલો અસંખ્ય-પ્રદેશી પ્રભુ છો, સ્વયંજ્યોતિ છો અર્થાત્ પ્રકાશવામાં (સ્વ-પરને પ્રકાશવામાં ) કોઈ બીજાની અપેક્ષા-ગરજ નથી. વળી સુખધામ અર્થાત્ આનંદનું ધામ પ્રભુ! તું છો. આવું નિજસ્વરૂપ બતાવીને વીતરાગ પરમેશ્વર વીતરાગ થવાની જ વાત કહે છે. ભાઈ, શાસ્ત્રનું તાત્પર્ય પણ વીતરાગતા જ કહ્યું છે ને? એનો અર્થ જ આ છે કે-૫૨થી ખસ, ને સ્વમાં વસ.’
અહો ! આવી શુદ્ધને બતાવનારી વીતરાગની વાણી શુદ્ધ છે. સમજાય છે કાંઈ...?
વળી કહે છે– જે નિર્વાણના કારણનું કારણ છે... '
શું કીધું આ ? અહાહા...! નિર્વાણ નામ અનંત સુખસ્વરૂપ જે મોક્ષ છે તેનું કારણ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ–તેનું જિનવાણી નિમિત્ત કારણ છે.
પ્રશ્ન: હા, પણ આવું સાંભળવામાં તો ધંધાની હોંશ ઉડી જાય; કામનો ઉત્સાહ જ ભંગ થઈ જાય.
સમાધાનઃ હવે સાંભળને બાપા! આ તારા ધંધાને, ને ધંધાની હોંશને શું સંબંધ છે? હોંશ છે એ
તો રાગ છે, અને શું એ હોંશથી-રાગથી ધંધો ચાલે છે? વળી તું ધંધો (બીજી ચીજમાં વેપા૨) કરે છે કે દિ' ? કેમકે આ આંગળી આમ હાલે ને? એય તારા અધિકારની વાત નથી. એ જડ તો જડના કારણે હાલે છે, તારા (-આત્માના) કારણે નહિ. પણ માર્ગની તને ખબર જ નથી ત્યાં શું થાય? પરંતુ બાપુ! આવું જ વસ્તુનું સ્વરૂપ વીતરાગદેવે કહ્યું છે.
સમયસારની ત્રીજી ગાથામાં આવ્યું છે કેદરેક પદાર્થ પોતાનામાં રહેલા ધર્મો નામ સ્વભાવોને ચુંબે છે, સ્પર્શે છે, પણ પરદ્રવ્યના દ્રવ્ય, ગુણ કે પર્યાયને કોઈ ( -કોઈ અન્ય દ્રવ્ય ) ચુંબતું કે સ્પર્શતું નથી. એક ૫૨માણુ બીજા ૫૨માણુને પણ સ્પર્શતો-અડતો નથી. આ મૂળ વાત છે ભાઈ, ભિન્ન-ભિન્ન ચીજ ભિન્ન-ભિન્નપણે રહીને જ સ્વયં ટકીને બદલી રહી છે. તેથી તું ધંધો (૫૨માં પ્રવૃત્તિ ) કરે, ને તારી હોંશથી ધંધો ચાલે છે એમ વસ્તુસ્થિતિ છે જ નહિ. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જિનવાણી-ભગવાનનાં આગમ-નિર્વાણના કારણનું કારણ છે. અહા! આ સમયસાર, પ્રવચનસાર આદિ પરમાગમ જે ભગવાનની વાણી અનુસાર સંતોની વાણી છે તે નિર્વાણના કારણનું કારણ છે. ભાઈ, પરંપરાએ ભગવાન સર્વજ્ઞદેવે કહેલ વાણીમાંથી આ બધું આવ્યું છે; અને તે નિર્વાણ નામ પરમસુખસ્વરૂપ, પરમશાંતિસ્વરૂપ, પરમાનંદમય એવી જે મુક્તિ તે મુક્તિના કારણનું કારણ છે. અહા ! મુક્તિનું કારણ શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે, ને તે મોક્ષમાર્ગનું (બાહ્ય) કારણ આ પરમાગમ છે. અહાહા...! આત્માની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં રમણતા તે સમ્યક્ ચારિત્ર–એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ તેનું પરમાગમ નિમિત્ત કારણ છે. જુઓ, મોક્ષમાર્ગ તે મોક્ષનું કારણ છે, ને સાચાં આગમ-પરમાગમ તે મોક્ષમાર્ગનું કારણ છે એમ અહીં કહે છે. પ્રશ્નઃ તો અહીં આગમને મોક્ષમાર્ગનું કારણ કહ્યું છે? (એમ કે બે ભિન્ન ચીજ છે તો કા૨ણ કેવી
રીતે કહ્યું ? )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com