________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા−૮ ]
૧૧૯
–એમ કહેવું છે. અહાહા...! વસ્તુ...વસ્તુ (ઉપરના કળશમાં )...વસ્તુ કીધી ને ? એમ કે વસ્તુનેવસ્તુસ્વરૂપને યથાતથ નિઃસંદેહ જાણે છે તે સમ્યજ્ઞાન છે. અહા ! આ સમ્યગ્નાનપૂર્વક વસ્તુમાં સ્થિર થવું-ઠરવું–રમવું તે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બાકી બધાં તો દુઃખના ડાળિયા છે બાપા! સમજાણું કાંઈ... ?
ણ વિ સુહી દેવતા દેવ લોએ,
ણ વિ સુહી સેનાપતિ ઈહ લોએ,
ણ વિ સુહી પૃથવીપતિ રાયા,
(સવ્વુ દુઠ્ઠી રાગી ૫૨-સહાયા ).
અહા ! દેવલોકના દેવ સુખી નથી, આ લોકમાં કોઈ મોટા સેનાપતિ સુખી નથી, મોટા પૃથ્વીપતિજડના પતિ એવા રાજા સુખી નથી, વાસ્તવમાં પરાધીન એવા સર્વ રાગી જીવો દુ:ખી જ દુઃખી છે. અહા ! મિથ્યાત્વના વમળમાં જે ખૂંચ્યા છે તે બધા દુ:ખી જ છે. રાગનો એક કણ (અંશ ) પણ ભલો છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે, અને તે મહા મિથ્યાત્વના કાદવમાં ઊંડા ખૂંચી ગયા છે. તેઓ મહા દુ:ખી છે. આવી વ્યાખ્યા છે.
અરે ભગવાન! તું એકેલો છો તો આ (રાગદ્વેષવાળો, શરી૨વાળો) બેકલો ક્યાંથી થઈ ગયો ? ભાઈ! તું સદાય એકલો છો હોં; આ દયા-દાન આદિ રાગના વિકલ્પ ઊઠે છે તે પરમાર્થે તારું સ્વરૂપ નથી, એ (રાગ) તારી ચીજ નથી; કેમકે એ તો વિભાવ છે. આમ કહીને વીતરાગની વાણી એકત્વવિભક્ત આત્માને બતાવે છે. અહા ! આવાં જિનવચન અંતરમાં, અહીં કહે છે, અત્યંત પ્રસન્નતા-આાદઆનંદ ઉપજાવે છે. અહાહા...! કેવો આનંદ? આ ધૂળનો આનંદ નહિ હોં. અરે, એ ધૂળમાં-પૈસામાં તો બિચારા આ શેઠિયાઓ ભારે સંતત છે. એ સંતાપ આડે તત્ત્વની વાર્તાય સાંભળવાની નવરાશ નથી. બાપા! તે દુ:ખના દાવાનળમાં બળી રહ્યા છે. અહા! આવા દુ:ખથી સંતત જીવોને જિનવાણી પરમ (અતીન્દ્રિય ) આલ્હાદ-આનંદ ઉપજાવે છે. જિનવાણીમાં બે વાત છેઃ
(૧) પરથી ખસવું, અને
(૨) સ્વમાં વસવું, જમવું, રમવું, ઠરવું.
અહો! આ બે વાત કહીને જિનવાણી ૫રમ આલ્હાદ ઉપજાવે છે. પરંતુ ભગવાન! તું રાગમાં (પ્રશસ્તમાં પણ) રહે અને તેથી તને લાભ (–ધર્મ) થાય એમ કહે એ વીતરાગની વાણી નથી. સમજાય છે કાંઈ... ?
હવે કહે છે- જે શુદ્ધ છે,...' જુઓ, વાણી-જિનવાણી શુદ્ધ છે એમ કહે છે; કેમકે વસ્તુ (-આત્મા ) નિર્વિકાર શુદ્ધ છે, ને વાણી પણ નિર્વિકાર ‘શુદ્ધ' માં રહેવાનું કહે છે. તે રાગ-વિકારથી ધર્મ બતાવતી નથી, તેથી વાણી શુદ્ધ છે. અહાહા...! ‘શુદ્ધ' ને બતાવનારી વાણી પણ શુદ્ધ છે એમ કહે છે.
વાણીને અહીં શુદ્ધ કેવી રીતે કીધી છે?
કેમકે વાણી પોતે શુદ્ધ ભાવને બતાવે છે ને? તેથી ઉપચાર કરીને તેને અહીં શુદ્ધ કીધી છે. અહાહા...! શ્રીમદે કહ્યું છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com