________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૧૧૮
ને કુવિધા છે. સમજાણું કાંઈ.. ?
હા, પણ જે વડે ૨૫-૫૦ હજારનો માસિક પગાર મળે એવી વિદ્યાય શું કુવિધા છે?
હવે ધૂળમાંય એ વિધા નથી સાંભળને! જે વડે ભગવાન આત્મા ન જણાય એ બધી જ કુવિધા છે. વળી, પૈસા-ધૂળ મળે એ તો પુણ્ય-ઉદયનું કાર્ય છે, એને વિધાથી શું સંબંધ છે? બાપુ! એ પૈસાધૂળેય એને અનંતવાર મળી છે, ને એ કુવિધામાં તો તે અનંતકાળથી પડેલો છે. એમાં શું છે? અહીં તો આ કહે છે કે ભગવાને જે દ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે, ગુણનું સ્વરૂપ કહ્યું છે, મલિન કે નિર્મળ પર્યાયનું જે સ્વરૂપ કહ્યું છે તેને યથાતથ-તે રીતે અર્થાત્ ઓછું, અધિક કે વિપરીતતાથી રહિત માને ને તે રીતે નિઃસંદેહપણે જાણે..., નિઃસંદેહપણે હોં; સ્વરૂપ કેમ હશે ? આમ હશે કે આમ હશે ? વા આનું સાચું હશે કે આનું સાચું હશે-એવા સંદેહથી રહિત વસ્તુના સ્વરૂપને જાણે તેને આગમના જાણનારાઓ-સિદ્ધાંતના જાણનારાઓ-સમ્યજ્ઞાન કહે છે.
શ્લોક ૧૫: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
'
‘ જે ( જિનવચન ) લલિતમાં લલિત છે,...' અહા! શું કહે છે? કે વીતરાગ પરમેશ્વરનાં વચનો લલિતમાં લલિત અર્થાત્ અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં છે; કેમકે એ વીતરાગતા બતાવે છે ને? અહાહા...! વીતરાગની વાણી ચારે કોરથી-૫રથી, સંયોગથી, નિમિત્તથી અને રાગથી-આત્માને ભિન્ન બતાવી ઉદાસીનતા પ્રેરે છે, તથા પોતાનો જે નિત્યાનંદ સ્વભાવ છે તેનાથી એકતા કરાવે છે. અહા! ‘ જિનવાણી ’ માં ‘ જિન’ શબ્દ છે ને? તો ‘જિન’ એટલે વીતરાગ. માટે, જિનવાણી એને કહીએ જે રાગથી ભિન્ન પડાવે અને નિજ સ્વભાવમાં એકતા કરાવે. રાગ કરવા જેવો છે, ભલો છે, ને એનાથી લાભ થાય એમ જિનવાણી કહે નહિ, ને એમ કહે તે જિનવાણી હોય નહિ. અહા ! દયા, દાન, વ્રત પૂજા, ભક્તિ ઇત્યાદિના પરિણામ રાગ છે, ને તે વડે પુણ્યબંધ થાય, પણ એનાથી લાભ થાય એમ કહે તે જિનવાણી નહિ. અહીં કહે છે-તે (જિનવાણી ) ચિત્તમાં અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવી અમૃતરસથી ભરેલી છે. અહા ! ‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ '.
ભાઈ ! જિનવચનની પરીક્ષા જ આ છે. શું? કે જે અતીન્દ્રિય શાન્તિ-આાદ ઉપજાવે ને અશાંતિ ટાળે તે જિનવાણી-જિનવચન છે. અરે! આખો લોક અજ્ઞાનવશ કષાયની હોળીમાં સળગી રહ્યો છે. ભલે મોટો રાજા હો, કે મોટો શેઠિયો હો કે મોટો દેવ હોય, તે અજ્ઞાનવશ રાગની આગમાં બળી રહ્યો છે. તેને રાગથી ખસી જ્યાં પરમાનંદ ભર્યો છે એવા નિજ જ્ઞાનાનંદસ્વભાવમાં ઠરવાનું બતાવે તે જિનવાણી છે. અહો ! વીતરાગની વાણી અલૌકિક હોય છે ‘સર્વમ્ ત્યજ્ઞ સ્વમ્ મન’-અર્થાત્ ૫૨થી ખસ ને સ્વમાં વસ; એ ટૂંકું ને ટચ-આવી વીતરાગ પરમેશ્વરની વાણી છે. અહા! જે નિમિત્તથી ને રાગની ક્રિયાથી છોડાવી નિર્વિકાર નિજ ચિદાનંદમૂર્તિ શુદ્ધ આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન કરાવે ને ત્યાં જ ઠરવા-રમવાનું બતાવે તે જિનવાણી છે. બાકી વીતરાગને નામે બીજી રીતે કહે, રાગ કરવો ભલો કહે-એ તો વીતરાગની વાણીનો લોપ કરે છે. સમજાય છે કાંઈ...?
પણ અરે ! એને સમજવાની ક્યાં પડી છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો વાણિયા ઝટ કાઢી દે, (પણ અહીં મૂર્ખ રહે છે!) પણ બાપા! એ બધી રખડવાની આવડત કરે છે. તો આ કર ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com