________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮]
૧૧૭ આનંદ મને નથી! શું છે આ?–એમ બહારમાં ક્યાંય આનંદ ભાસે નહિ, વર્તમાન હું દુ:ખી છું એમ બોજો લાગે તેને માટે આ સમજવાયોગ્ય વાત છે. પ્રતિકૂળ સંયોગ હોય તો દુ:ખી-એવી દુ:ખની વ્યાખ્યા નથી. પણ આત્માના સ્વભાવની વિપરીત માન્યતા તે જ મહા દુ:ખ ને મહા ઝેર છે; તેને જ મિથ્યાત્વ કહે છે.
અહા! ભગવાને કહેલા વસ્તુતત્ત્વથી ઓછું, અધિક કે વિપરીત જાણે અને વિપરીત માને તે મિથ્યાત્વરૂપી ઝેર છે, અને તે વડે જ મૂઢ અજ્ઞાની જીવ દુઃખથી પીડાઈ રહ્યો છે. પણ અરે! એને કાંઈ ખબર નથી, ને દુઃખ લાગતું નથી ! શું થાય?
હા, પણ અઢળક ધન હોય, શરીર સારું હોય તો એ સુખી છે કે નહિ? તેને દુઃખી કોણ કહે ?
અરે ભાઈ! અજ્ઞાની મૂઢ જીવને સુખ શું છે? ને દુ:ખ શું છે?—એની ક્યાં ખબર છે? (એને કાંઈ સુધ-બુધ નથી.) અહાહા...! અંદર પરમાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે, તેના આનંદસ્વરૂપની નિરાકુળ દશાથી ઉલટી દશા તે દુ:ખ છે. પુણ્ય-પાપના ભાવ અને તેનાં ફળ મને ઠીક છે એવી દષ્ટિ તે વિપરીત દષ્ટિ છે, ને તે દુ:ખ છે. અહા! શું કીધું? કે આ પુણ્ય કરીશું ને એના ફળમાં સ્વર્ગે જાશું ને ત્યાં સુખ ભોગવશું આવી જે તારી દષ્ટિ છે તે મિથ્યારૂપ પાપની દષ્ટિ છે, દુઃખ-દષ્ટિ છે; કેમકે વિપરીત દષ્ટિ એ જ દુઃખ છે અને તે દુઃખના દાવાનળમાં અજ્ઞાની બળી રહ્યો છે. પણ તેને આ ખબર નથી.
અહા ! સુખ જોઈતું હોય તો એને નક્કી તો કરવું પડશે ને કે આ વાણી પરમાગમ છે ને આ વાણી કલ્પિત છે? અહીં કહે છે-ભગવાનની વાણીથી ન્યૂન, અધિક કે વિપરીત ધર્માત્મા ન જાણે, પણ વસ્તુ યથાતથ નિઃસંદેહપણે જાણે. ભાઈ, ભગવાનની વાણીથી ન્યૂન-ઓછું, અધિક કે વિપરીત જાણે ને માને એ તો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અરે ! મૂળ વસ્તુ આખી પડી રહી (રહી ગઈ ) ને અજ્ઞાની બાહ્ય આચરણ ને ધર્મ માની કરવા લાગ્યો છે. પણ એ તો બધું ધૂળધાણી છે બાપા! અહા ! મિથ્યાત્વનું પાપ કેટલું કૂર ને ભયંકર છે એ લોકોને ખબર નથી. સાધારણ હિંસા કે રાગદ્વેષ કે ભોગાદિ તો એકલો ચારિત્રનો દોષ છે, જ્યારે આ મિથ્યાશ્રદ્ધાનો દોષ તો એવું મહાપાપ છે કે જે નરક-નિગોદના ભવ કરાવે છે. ભાઈ ! તને તેની ખબર નથી.
અહા! ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે આત્માનું સ્વરૂપ, ધર્મ-અધર્મનું સ્વરૂપ અને દેવગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ કહ્યું છે, અને તે વાણી પરમાગમ છે. તો કઈ વાણી ભગવાનની છે ને કઈ વાણી કલ્પિત છે એનો નિર્ણય એણે કરવો પડશે. અહા! ભગવાન તીર્થંકરદેવે જાતિ અપેક્ષા (લોકમાં) છ દ્રવ્ય જોયાં છે ને કહ્યાં છે. અને તેની સંખ્યા અનંત છે. તો, તેનું દરેકનું શું સ્વરૂપ છે? દ્રવ્યનું શું સ્વરૂપ છે? ગુણનું શું સ્વરૂપ છે? અને તેની પર્યાય-અવસ્થાનું શું સ્વરૂપ છે?–તે એણે જાણવું જોઈશે. માટે અહીં કહે
“. વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે એમ (સર્વદેવોએ) કહ્યું છે, તે આગમીઓનું જ્ઞાન (-આગમ દ્વારા થતું સમ્યજ્ઞાન) છે.' અહા ! આગમના જાણનારા સંતો-મુનિવરો તેને સમ્યજ્ઞાન કહે છે જે વસ્તુને યથાતથ નિઃસંદેહુ જાણે છે. અહા! આવું સમ્યજ્ઞાન આત્માના ઉદ્ધારનું કારણ છે. બાકી આ જે તમારા (લૌકિક) ભણતર છે એ બધાં કુશાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com