________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
| નિયમસાર પ્રવચન એ મોક્ષ-મહેલનું પહેલું પગથિયું છે.
હવે કહે છે અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકાલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (પાણી ભરેલું વાદળું) છે.”
અહા! જુઓ, આ શું કીધું? કે વિષયની વાસનાનો જે રાગ છે તે આગ-અંગારા છે. તે રાગરૂપી અંગારાથી બિચારા પ્રાણીઓ નિરંતર બળી રહ્યાં છે, સળગી રહ્યાં છે એમ કહે છે. અંદર છે? પુસ્તક સામે છે કે નહિ? છે. તો જુઓ, અંદર શું કહે છે? અહા ! જેમ અગ્નિમાં શક્કરિયું શેકાય છે તેમ બિચારા અજ્ઞાનીઓ અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા રાગરૂપી અગ્નિમાં શેકાય છે. જો કે અહીં તો અપ્રશસ્ત-અશુભ રાગની જ વાત કરી છે, તથાપિ પ્રશસ્ત રાગ પણ આગ-અંગારા જ છે. તો, આ ભગવાનનું કહેવું પરમાગમ એવા શેકાતા સઘળા દીન જનોના મહાકાલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ છે એમ કહે છે. અહાહા...! પાણી ભરેલું વાદળું છે હોં. અમથાં (પાણી વિનાનાં ) વાદળાં તો ઘણાં હોય, પણ એ નહિ; આ તો પાણી ભરેલું વાદળું (પરમાગમ ) છે એમ કહે છે.
અહા ! એવા આગમે-તેણે -ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.” લ્યો, આ ભગવાનની વાણીમાં શું નિરૂપણ છે એનો સાર કીધો. અહા! તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલી વાણી આગમ છે. અને સમ્યગ્દષ્ટિને તે આગમ-પરમાગમની યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધાન હોય છે. અહા ! તે આગમની શ્રદ્ધાવાળા કેવા હોય છે તે હવે આધાર આપી વાત કરે છે. કહે છે
“જે ન્યૂનતા વિના,..' અહાહા...! ભગવાને-કેવળી પરમાત્માએ જ કહ્યું છે તેનાથી ન્યૂનઓછું ન જાણવું જોઈએ. જે વસ્તુને (વસ્તુસ્વરૂપને) તેનાથી ઓછું જાણે તો તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કે જેમણે યુગપતુ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા છે તેમની-ભગવાન અરિહંતની-શ્રદ્ધા પહેલાં કરી, અને હવે એમની વાણી કેવી હોય તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરવાની વાત છે. તો, કહે છે, વાણીનું જ્ઞાન કરનારી વસ્તુને ન્યૂન-ઓછું જાણે એમ હોય નહિ. ભગવાને કહ્યું હોય કાંઈ ને તેનાથી ઓછું માને તો તે મિથ્યાદષ્ટિ છે. સમજાય છે કાંઈ..? બહુ આકરી વાત!
વળી, કહે છે-અધિકતા વિના.' અહા ! વસ્તુ કહી છે તેનાથી અધિક પણ જાણે નહિ. અહા ! ભગવાને કહ્યું હોય તેનાથી આ (-સમ્યગ્દષ્ટિ) અધિક કહે એમ કદી હોય નહિ. પણ જેને આ (આગમ જાણવાની) ગરજ જ નથી એનું શું કહેવું? એ તો બાપા! ચોરાસીના અવતારમાં ચાર ગતિમાં રખડી મરશે.
વળી, કહે છે-(જે) “વિપરીતતા વિના યથાતથ વસુસ્વરૂપને નિ:સંદેહપણે જાણે છે એમ (સર્વશદેવોએ) કહ્યું છે...'
અહા! શું કહ્યું આ? કે ભગવાને વસ્તુસ્વરૂપ કહ્યું છે તેને ધર્મી જીવ યથાતથ નિઃસંદેહપણે જાણે છે, વિપરીત જાણતો નથી. અહા ! જન્મ–જરા-મરણની પરિપાટી અનંતકાળથી તે કરી રહ્યો છે. હવે જેને જન્મ-મરણનાં દુઃખ ભારરૂપ લાગ્યો હોય, અર્થાત્ હું દુઃખી છું એમ જેને કઠતું હોય તો તેણે આ સમજવું પડશે; આ સમજવાયોગ્ય વાત છે પ્રભુ! અરે ! હું આનંદસ્વરૂપ છું છતાં મારો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com