________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮]
૧૧૫ સહજ-સ્વાભાવિક વૈરાગ્યની વાત છે. એટલે શું? કે આ નિમિત્ત, રાગાદિ ભાવો ને એક સમયની પર્યાય તે તારું સ્વરૂપ નથી, તું એમાં નથી, ને તારામાં એ નથી; માટે ત્યાંથી પાછો વળી જા, ને નિજ પરમાત્મસ્વરૂપમાં-આનંદસ્વરૂપમાં સ્થિર થા. લ્યો, આમ પરમાગમ જીવોમાં સહુજ વૈરાગ્યરસનું સિંચન કરે છે. અહો ! ભગવાનની વાણી ઉત્કૃષ્ટ વૈરાગ્યરસના ધોધ વહાવી જીવોને પરથી ઉદાસ કરીને સ્વમાં સમાવી દે છે.
અહા ! વીસ-વીસ વર્ષના રાજકુમારો.... , આ શ્રીકૃષ્ણના ભાઈ ગજસુકુમાર લ્યોને ! તેમણે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં તેઓ એકદમ ઉદાસ-ઉદાસ થઈ ગયા. દીક્ષા માટે માતા પાસે રજા માગવા લાગ્યા કે માતા! મને હમણાં જ રજા આપ. મારો આનંદનો નાથ કે જે મારી પાસે છે ને જે મેં જાપ્યો છે, હવે હું ત્યાં જવા માગું છું. બા ! હવે સંસારથી બસ છે. રાગ ને રાગના ફળમાં હવે હું ન રાચું, બા!
માડી મોરી રે હવે નહિ રાચું આ સંસારમાં”
અહા ! પરથી ભિન્ન, શરીરથી ભિન્ન ને રાગથીય ભિન્ન મારું પૂર્ણાનંદમય ચૈતન્યધામ છે ત્યાં હવે હું જવા માગું છું, બા !
પ્રવચનસારમાં પણ આવે છે ને કે વૈરાગ્યરસ તીવ્ર વધી જતાં દીક્ષાર્થે ભવ્ય જીવ બંધુવર્ગ, માતપિતા ને પત્ની-એ બધાની રજા માગે છે. અહા ! પરમાગમમાં બધું ભર્યું છે ભાઈ ! એક રખડવું થાય એવો ભાવ એમાં નથી. તો પ્રવચનસારમાં (૨૦) ગાથા) એ વાત આવે છે. જુઓ ! “અહો આ પુરુષના શરીરથી રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી. એમ નિશ્ચયથી તું જાણ.” જુઓ, શું કીધું? એમ કે તે શરીરની રમણી છો, ને હું તો આત્મા છું તો તું મને-આત્માને રમાડી શકે? ન રમાડી શકે; કેમકે હું તો આનંદમાં રમું એવો આત્મા છું, એ કાંઈ આ શરીરમાં-ધૂળમાં રમે એવો નથી. તેથી આ આત્માને તું છોડ.' અહાહા....! “જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.” અહા! હવે તું નહિ પણ સ્વાનુભૂતિ-મારા આનંદનો અનુભવ-એ મારી રમણી છે, અને તેની પાસે હું જાઉં છું. જુઓ, આ સહુજ વૈરાગ્ય !
એવી રીતે બંધુવર્ગની રજા લે છે કે-હે બંધુ! તું નહિ પણ મારો આત્મા કે જે મારો પોતાનો અનાદિ બંધુ છે તેની પાસે હું જવા માગું છું. એમ પછી માતાની રજા લે છે કે-હે માતા! હે જનની ! તેં આ આત્માને જન્મ આપ્યો નથી. તું તો આ પુરુષના શરીરની જનની છો એમ નિશ્ચયથી તું જાણ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે, માટે આ આત્માને તમે છોડો. સમજાણું કાંઈ....? એમ બધાની એમાં વાત છે. ભાઈ, શાસ્ત્રમાં શું ન હોય ?
વળી કહે છે-“જે કદી નહિ જોયેલા (–અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે.'
અહાહા..! પરમાત્મા કેવળી ભગવાન શું કહે છે? અર્થાત્ પરમાગમ શું કહે છે?–તે જાણવું, તે મોક્ષના મહેલનું પ્રથમ પગથિયું છે. અહા ! આગમ-પરમાગમમાં હેય-ઉપાદેય તત્ત્વો જે કહ્યાં છે તે જાણ્યા સિવાય મોક્ષમાર્ગમાં એક ડગલું પણ ક્યાંથી ભરાય? ન ભરાય. તેથી પરમાગમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com