________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૧૧૪
લાંબો (–અનંતો ) કાળ છે ભાઈ!
અહા! આવું જેના જ્ઞાનમાં પ્રતિભાસ્યું તે જ્ઞાન કેવડું મોટું? અહા! એક નાની બટાટાની કટકીમાં અનંતા જીવ, પ્રત્યેકના અનંત ભવ, અને વર્તમાન અનંત દુ:ખમાં પ્રત્યેક ડૂબેલો છે. અહા! આવું બધું જેના જ્ઞાનમાં-જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ્યું તે જ્ઞાનની દશા કેવડી મોટી ? અહા ! એવીએવી ( –કેવળજ્ઞાનની) અનંત-અનંત દશાઓ જેના ગર્ભમાં પડેલી છે એવો તું ભગવાન આત્મા છો પ્રભુ !
અહીં કહે છે– સંસારસમુદ્રના મહા વમળમાં...' અહા ! દરિયામાં વમળ થાય છે ને? તો, તેમાં જો વહાણ ફસાઈ જાય તો તે ચક્રાવે ચઢે છે. પછી વમળ છૂટે તો વહાણ છૂટે. તેમ ૮૪ના અવતાર એ સંસારસમુદ્રમાં મહા વમળ છે. અહાહા...! એમાં ફસાયેલો જીવ જુઓને! રાજા મરીને ભુંડ થાય, ભુંડ મરીને નારકી થાય, નારકી મરીને રાજા થાય, કીડી મરીને હાથી થાય અને હાથી મરીને નરકે જાય-એમ ચક્રાવે-ભવચક્રના ચક્રાવે ચઢે છે. અહા! આમ જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન છે એવા સમસ્ત ભવ્ય જીવોને, કહે છે, વીતરાગનાં, ૫૨માગમ હસ્તાવલંબન-હાથનો ટેકો-આપે છે. મહા વમળમાંથી છૂટવા ઉધમ તો પોતે (ભવ્ય જીવ) કરે છે, પણ તેને ટેકો આપનાર-નિમિત્ત પરમાગમ છે એમ કહે છે. લ્યો, આ આગમની વ્યાખ્યા છે, અર્થાત્ આવું ૫૨માગમ હોય છે. વળી,
‘જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ છે...’
અહાહા...! શું કીધું આ? કે પરમાગમ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણ અર્થાત્ ચૂડામણિ-ટોચ ઉ૫૨નું કલગીનું રત્ન છે. પહેલાં કહ્યું કે પરમાગમ મુક્તિને બતાવનાર છે (એ જ્ઞાનની વાત કરી ); હવે વૈરાગ્યની વાત કરે છે. કહે છે-૫૨માગમ વૈરાગ્યરસથી ઉત્કૃષ્ટ ભરપુર છે. તે બહારથી ઉદાસીન કરી ત્યાંથી પાછા વળવાની વાત કરે છે. અરે ભગવાન! તું કોણ છો કયા ગયો છો ? હવે રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાછો વળ, કેમકે એ તો દુ:ખનો દાવાનળ છે; એમાં તું બળી રહ્યો છો પ્રભુ!
તો શું આ શ્રીમંતોય દુઃખી છે?
અરે, એને તો ( તૃષ્ણાની ધગધગતી) હોળી સળગતી હોય છે; એને ધૂળેય સુખ નથી સાંભળને હવે. સુખ તો બહારથી પાછા વળવામાં છે. ક્યાં? નિજ ચૈતન્યમય આત્મામાં. લ્યો, આ પરમાગમનું તાત્પર્ય. સહજ વૈરાગ્યરસની ઉત્કૃષ્ટતા એ પરમાગમનું તાત્પર્ય છે. અહા! તું બધેથીસંયોગથી, રાગથી ને પર્યાયથી પાછો વળ, ને ત્યાંથી ખસીને અંદર આવ કે જ્યાં તારાં ભરપુર ચૈતન્યનિધાન પડયાં છે. આ રખડવામાં ક્યાં રહ્યો છો ?-આમ ભગવાનની વાણી પરથી વૈરાગ્યઉદાસીનતા જગાડે છે. અહા! વીતરાગની વાણી-૫૨માગમ-કોને કહીએ ? કે જે ચાર ગતિના (દુઃખના ) વેગમાં તણાઈ રહ્યા છે એવા જીવોને ત્યાંથી પાછા વાળે ને નિજાનંદસ્વરૂપમાં સ્થાપિત કરે-સ્થિર કરે એનું નામ ૫૨માગમ છે.
‘ સહજ વૈરાગ્યરૂપી...' એમ ‘સહજ’ શબ્દ છે ને? એટલે કે આ સ્મશાન વૈરાગ્ય હોય છે એ નહિ, પણ ઉદાસીનતારૂપ સ્વાભાવિક વૈરાગ્યની વાત છે. અહા ! ૨૦ વર્ષનો જુવાન–જોધ દીકરો મરી જાય ને ત્યારે જરા વૈરાગ્ય થઈ જાય છે એ સ્મશાન વૈરાગ્ય છે જ્યારે આ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com