________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮]
૧૧૩ ભગવાનની વાણી સાંભળવા આવે છે. અહા! મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે, તેમને પ્રત્યક્ષ સાંભળવા ઇન્દ્ર ત્યાં જાય છે. અહીં ! અમૃતરૂપ વાણીને કોણ સાંભળવા ન જાય?
અરે! મૂઢ અજ્ઞાની નામું કરવામાં (લખવામાં) રાતના દસ-અગિયાર વગાડે, પણ આ સાંભળવા વખત મેળવે નહિ. મજૂર છે ને મોટો? પાંચ-દસ લાખની પેદાશ થાય ત્યાં રાજી-રાજી થઈ જાય. પણ એમાં શું છે? એ તો ધૂળેય પેદાશ નથી સાંભળ ને? એ બધી બહારની અનુકૂળતાઓ તો સોજા” છે બાપુ! એ “સોજા” સમાશે ને, ત્યારે રાડ નાખી જઈશ. અહીં મુનિરાજ કહે છેભગવાનની વાણી-પરમાગમ પીવાયોગ્ય અમૃત છે, ને તું પીતો નથી? પીવા નવરો થતો નથી?
વળી, કહે છે-“જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે
છે)...'
અહાહા..! ભાઈ, તારી પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષદશા કેવી હોય તે ભગવાનની વાણી બતાવે છે. અહીં ભગવાન! અનાદિથી તું સંસારદશામાં-મિથ્યાત્વસહિત રાગદ્વેષમોહરૂપ દુર્દશામાં-ઝરમાં ખુંચી ગયો છો. તો એવા તને જેમાં અમૃતનો સાગર પૂર્ણ પ્રગટ થાય છે એવી પરમાનંદમય મોક્ષદશાને ભગવાનની વાણી બતાવે છે અર્થાત દર્પણની જેમ પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે.
પ્રશ્ન: તો શું એમાં બંધની-બંધનની વાત નથી હોતી?
ઉત્તરઃ પરમાગમ તો, ભાઈ, મુખ્યપણે મુક્તિની-મુક્તપણાની વાત બતાવે છે, ને તેમાં જે બંધનની–બંધપણાની વાત આવે છે તે તો જાણવા માટે છે એમ કહેવું છે. અહા ! જીવ છૂટો કેમ થાય? તેની મુક્તિ કેમ થાય? ને મુક્તિ કેવી હોય ઇત્યાદિ સ્વરૂપ ભગવાનનું પરમાગમ બતાવે છે. અહા ! ભગવાન આત્મા વસ્તુ તરીકે સદાય વીતરાગસ્વભાવે બિરાજે છે; છતાં પણ તેની પર્યાયમાં-અવસ્થામાં તે રાગ ને દેહના એકત્વમાં પડ્યો છે જે સંસાર છે, દુઃખ છે, બંધ છે. તો ભગવાનની વાણી આ દુઃખથી ને બંધથી મુક્ત કેમ થવાય તે દર્શાવે છે. અહા! બંધનથી કેમ છૂટવું, ને છૂટેલાની દશા કેવી હોય તે આગમભગવાનનું પરમાગમ બતાવે છે. ભગવાનના પરમાગમ સિવાય એવી વાત બીજે ક્યાંય નથી. અહીં ! રાગ કરો, પુણ્ય કરો જેથી એના ફળમાં સ્વર્ગ મળશે એવી વાત ભગવાનની વાણી ન બતાવે. અંતર્મુખ થઈ વીતરાગતા પ્રગટ કર કે જેથી તેના ફળમાં મુક્તિ થાય એ જ પ્રયોજન ભગવાનની વાણી પ્રગટ કરે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-“જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે.'
જોયું? સંસારસમુદ્ર અગાધ છે, ને તેના મહા વમળમાં અર્થાત્ ૮૪ના અવતારોની પરંપરામાં એ ફસાયેલો પડ્યો છે. અરે! અનાદિથી ભગવાન આત્મા ભવસમુદ્રના ભારે વમળમાં ફસાયેલો છે. અરે ! કીડા, કંથવા, કાગડા, કૂતરા ને નિગોદ પયંતના... જુઓ તો ખરા! અરરર! એણે કેવા કેવા ભવ કર્યા છે! થોરની એક નાની કટકીમાં અનંત જીવ છે. પણ આ કોણ માને? (માને કે ન માને; ) એવડામાં અનંતા જીવ છે અને તે પ્રત્યેક જીવ અનંતકાળથી રખડે છે. આવા સંસારના મહાવમળમાં પડેલો એવો તું પણ ભગવાન! અનંતકાળથી રખડે છે. અહા ! એનો આવો રખડવાનો બહુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com