________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮]
૧૧૧ તો, અહીં કહે છે પૂર્વે કહેલા એવા “પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તારતે આગમ છે, “કે જે પૂર્વાપર દોષ રહિત છે.' અહા ! પહેલાં કાંઈક કહ્યું હોય ને પછી કાંઈક ( વિરુદ્ધ) કહે એવો દોષ ભગવાનની વાણીમાં હોતો નથી. અહા ! ભગવાનની વચનરચના પૂર્ણ વિવેકયુક્ત ચતુર હોય છે અને પહેલાંનાં ને પછીનાં-બધાંય વચનો મેળવાળાં અવિરુદ્ધ હોય છે. પૂર્વાપર એટલે પહેલાંનાં ને પછીનાં વચનોમાં વિરુદ્ધતા હોય એવો દોષ ભગવાનની વાણીમાં હોય જ નહિ. વળી, કહે છે
“અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ” છે...' , અહા ! પાપસૂત્ર એટલે શું? કે જેમાં મારવાનાં, લડાઈનાં ઇત્યાદિ હિંસાદિનાં વચનો છે એ બધાં પાપસૂત્રો છે, જ્યારે ભગવાનની વાણી એવી પાપક્રિયાથી શૂન્ય છે. કેમ? કેમકે ભગવાનને રાગનો અભાવ છે, ભગવાન પરમ વીતરાગ છે. આ રીતે હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી પરમાગમ
શુદ્ધ' છે. એ વચનો-પરમાગમ શુદ્ધ છે, નિર્દોષ છે એમ કહે છે. અહાહા....! શુદ્ધતાને બતાવનારાં અને શુદ્ધતામાંથી નીકળેલાં વચનો “શુદ્ધ' છે; કેમકે તેમાં શુદ્ધતા નિમિત્તરૂપે છે ને?
ભાઈ, વાણી તો વાણીના કારણે નીકળે છે. પણ એ 38 ધ્વનિ ઊઠે છે એમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મદશા નિમિત્ત છે. અહા ! તે વાણી પાપક્રિયાશૂન્ય હોવાથી, અહીં કહે છે, શુદ્ધ છે; અર્થાત્ પરમેશ્વરની એવી વાણી નિર્દોષ છે અને તે પરમાગમ છે. એ જ કહે છે –
... પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ” છે તે–પરમાગમ કહેવામાં આવેલ છે.' અહાહા...! જે વાણી શુદ્ધ-નિર્દોષ છે તેને પરમાગમ કહેવામાં આવે છે. પરંતુ પૂર્વાપર વચનોમાં વિરુદ્ધતા હોય એવાં દોષવાળાં કથનો જેમાં હોય તે આગમ-પરમાગમ નથી. અરે! એને આગમની
ઓળખાણ કરવી જોઈશે ને? ભગવાન અહંતનાં વચનો કેવાં છે? ક્યાં છે? એ જાણવું જોઈશે ને? (કેમકે નિજ પ્રયોજનની સિદ્ધિમાં પરમાગમ નિમિત્ત છે ).
હવે કહે છે-“તે પરમાગમે-કે જે (પરમાગમ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે.” આ તૃષા લાગે તો પાણી પીવે છે ને? તેમ સંસારની તૃષા ટાળવી શમાવવી હોય તો...(આ પરમાગમ પીવાયોગ્ય અમૃત છે). અરે! મૂઢ અજ્ઞાનીઓ બિચારા ચાર ગતિમાં બની રહ્યા છે, દુઃખની હોળીમાં ભડકે સળગી રહ્યા છે!
પ્રશ્નઃ શું આ પૈસાવાળા પણ દુઃખી છે? લોકો તો તેમને સુખી કહે છે?
ઉત્તર: હા; એ પૈસાવાળો કહેવાય છે ને? તો, એ તો “વાળો' થયો, એને “વાળો” નીકળ્યો. અહા ! એક “વાળો” (“વાળો' રોગ છે) નીકળે ત્યાં તો રાડ પાડી જાય છે, જ્યારે આ તો પૈસાવાળો, બાયડીવાળો, ઘરવાળો, છોકરાંવાળો, આબરૂવાળો-અધધધ! કેટલા “વાળા” એને વળગ્યા? એને કેટલું દુ:ખ? વળી, “વાળો” નો અર્થ તો એ છે કે એ એના (-જીવના) નથી, છતાં “એ-વાળો” હું છું એમ માની બિચારા ભ્રમણામાં ને ભ્રમણામાં મહાદુઃખી થાય છે, દુઃખની હોળીમાં બળે છે.
તેથી તો કહે છે-આ ભગવાને કહેલાં પરમાગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવાયોગ્ય અમૃત છે. પીવા માટે ખોબામાં બે હાથ હોય છે ને? તેમ સાંભળવા માટે બે કાન હોય છે. તો, આ પરમાગમ બે કાનરૂપી ખોવાથી પીવાયોગ્ય અમૃત છે. લ્યો, ભગવાનની વાણીને-પરમાગમને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com