________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
[નિયમસાર પ્રવચન
[હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને-જિનાગમને વંદન કરે છેઃ ]
(હરિની) ललितललितं शुद्धं निर्वाणकारणकारणं निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः।
भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं
प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः । । १५ ।।
[ શ્લોકાર્થ:- ] જે (જિનવચન ) ‘લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા બંધ છે, તે આ જિનભગવાનનાં સદ્દવચનને (સમ્યક્ જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું. ૧૫.
ગાથા ૮: ટીકા ઉ૫૨નું પ્રવચનઃ
‘આ, પરમાગમના સ્વરૂપનું કથન છે.’
અહા! પરમાગમ નામ સિદ્ધાંતશાસ્ત્ર કોને કહેવાં તેના સ્વરૂપનું આ કથન છે. દેવ કોને કહેવા તેની વ્યાખ્યા (૭મી ગાથામાં ) આવી ગઈ; હવે આગમ-સુશાસ્ત્રની વ્યાખ્યા કરે છે. જુઓ, અહીં પરમાગમ શબ્દ વાપર્યો છે હોં.
‘તે (પૂર્વોક્ત) પરમેશ્વરના...' જુઓ, ગાથામાં-પાઠમાં પહેલો શબ્દ તસ્સ છે ને ? તો, તેનો અર્થ કર્યો કે ‘તે પરમેશ્વરના' અર્થાત્ આવા અરિહંત સર્વજ્ઞદેવ કે જેમને જ્ઞાનાદિ દિવ્યશક્તિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે તેમના..; અહાહા...! બધા જ આત્મા શક્તિએ દિવ્યશક્તિવાળા દેવ છે, પણ અંતરના ધ્યાન દ્વારા જેમણે તે શક્તિની પૂર્ણ વ્યક્તતા પ્રગટ કરી છે એવા પરમેશ્વર અદ્વૈતદેવના...એમ વાત છે. સમજાણું sis...?
=
અહાહા...! કહે છે-‘ તે (પૂર્વોક્ત ) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ...' જુઓ, મુખમાંથી વાણી નીકળેલ છે એમ સમજાવવા કહ્યું છે હોં, કેમકે લોકો એ રીતે સમજે છે; બાકી ભગવાનની વાણી તો એવી હોય છે કે હોઠ હલે નહિ–બંધ હોય, કંઠ ધ્રુજે નહિ, ને સર્વાંગે ‘ૐૐ’ એવો ધ્વનિ-ગર્જના ઊઠે. આપણે બોલીએ છીએ એવી મુખ દ્વારા તેમને ભાષા હોય નહિ. આવી ઓધ્વનિને પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ છે એમ કહ્યું છે. માણસને વાણી મુખમાંથી નીકળે છે એમ લોકો જાણે છે ને? તેથી ‘પરમેશ્વરના મુખકમળમાંથી ' વાણી નીકળેલ છે એમ અહીં કીધું છે. અહા! આવી સર્વાંગે ઊઠેલી ૫રમેશ્વરની ઓધ્વનિને આગમ કહે છે. પણ અજ્ઞાનીઓ આગમનું નામ આપી પોતાની કલ્પનાથી પુસ્તક બનાવે તે કાંઈ આગમ કહેવાય નહિ.
૨. લલિતમાં લલિત અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com