________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮]
૧OG
ગાથા - ૮ तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था।।८।।
પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે,
તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્વાર્થને. ૮. અન્વયાર્થ- [ તસ્ય મુક્વોત્તવનં] તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે [પૂર્વાપરવોષવિરહિતં શુદ્ધ ] પૂર્વાપર દોષ રહિત (–આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને [ ની મમ્ રૂતિ પરિથિતં] આગમ કહેલ છે; [ તેન તુ] અને તેણે [ તત્ત્વાર્થી] તત્ત્વાર્થો [wfથતા. ભવન્તિ] કહ્યા છે.
ટીકાઃ- આ, પરમાગમના સ્વરૂપનું કથન છે.
તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તાર-કે જે “પૂર્વાપર દોષ રહિત છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ' છે તે-પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે-કે જે (પરમાગમ ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા (–અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (–પાણી ભરેલું વાદળું) છે, તેણેખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.
એવી જ રીતે (આચાર્યદવ) શ્રી સમતભદ્રસ્વામીએ (રત્નકાંડશ્રાવકાચારમાં ૪૨ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
(માર્યા) “अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्।
निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः।।" [ શ્લોકાર્ચ- ] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે એમ (સર્વશદેવોએ) કહ્યું છે, તે આગમીઓનું જ્ઞાન (–આગમદ્વારા થતું સમ્યજ્ઞાન) કહે છે.”
* શિખામણિ = ટોચ ઉપરનું રત્ન ચૂડામણિ, કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના
શિખામણિ સમા છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે.) ૧. આગમીઓ = આગમવતો; આગમના જાણનારાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com