________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
[ નિયમસાર પ્રવચન જઈશ એમ નિશ્ચય થયો છે તો પછી શું કામ પૂછે?
અરે, ચોરાસીના અવતારમાં એ ગોથાં ખાય છે. ત્યાં કાંઈક અનુકૂળતા થતાં “હું પહોળો ને શેરી સાંકડી” એમ અભિમાન ચઢે છે. પણ એ તો ધૂળેય નથી સાંભળને? તું પહોળો-મોટો થયો, પણ શેમાં? રખડવામાં બાપા ! એ બાહ્ય (અનુકૂળતાઓ ) તો પરવસ્તુ છે પ્રભુ! એ તો જડ છે, ને સંયોગે આવી છે તો વિયોગે ચાલી જશે. એ શું કામ આવે? જે ચીજ તારામાં નથી, તારી નથી તે શું કામ આવે? અહા ! આ શરીર, વાણી, લક્ષ્મી આદિ તારામાં નથી ને તું એમાં નથી, છતાં એ મારા છે ને હું એનો છું એ ભ્રમણામાં ન ભ્રમણામાં ભગવાન! તું ભવસમુદ્રમાં ગોથાં ખાય છે. ભારે વિચિત્રતા પ્રભુ!
જુઓ, અહીં મુનિરાજ પોતે છબસ્થ છે, ને પંચમકાળના છે, તોય કહે છે બે ભુજાઓ વડે હું તરી જઈશ. બે ભુજા એટલે દર્શન ને ચારિત્ર; કેમકે તે બે તરવાનો ઉપાય છે. જ્યારે જ્ઞાન તો પ્રકાશે જ છે. અહા! જેવો ભગવાન અહૂતને આત્મા પરમાત્મદશાએ પ્રગટ થયો છે એવો જ મારો આત્મા શક્તિરૂપે પરમાત્મસ્વરૂપ છે એમ મેં અનુભવ્યું છે, મારી દષ્ટિમાં એની (-શુદ્ધાત્માની) ખબરું મને પડી છે. તેથી હવે, તરવા માટે મને હવે સ્થિરતા જ જોઈએ છે, અને તે (-સ્થિરતા ) વડે હું તરી જઈશ, ને સંસાર તરીને પાર કરીને હું મુક્તિમહેલમાં પહોંચીશ જ પહોંચીશ. લ્યો, આવો મુનિરાજને નિશ્ચય છે.
અહા ! ચાર ગતિના અવતાર એ તો કલંક-કલંક છે. અમૃતનો સાગર એવા આત્માને આ ભારે કલંક છે. હું એ કલંકથી પાર થઈ મુક્તિને પામીશ એમ મુનિરાજ નિશ્ચય કરી ભગવાન નેમિનાથને વંદન કરે છે.. લ્યો, એ સાત ગાથા થઈ. આમાં દેવની વ્યાખ્યા થઈ, હવે આગમ કેવાં હોય તે કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com