________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭]
૧૦૭ સ્પષ્ટપણે જણાઈ જાય છે; અર્થાત ભગવાનને જ્યારથી કેવળજ્ઞાન પ્રગટયું છે ત્યારથી તેમાં પ્રતિસમય લોકાલોક પ્રત્યક્ષ જણાઈ જાય છે, અને એવો જ પરમાર્થ તું છો એમ કહે છે. પણ એને કેમ બેસે?
અરે ભગવાન! તું અંદર આત્મા છો કે નહિ? ભલે શરીર સ્ત્રીનું હોય કે બાળકનું, આત્મા ક્યાં સ્ત્રી કે બાળક થઈ ગયો છે? કેમકે એ શરીર તો જડ-માટી–ધૂળ છે. અહા ! એ ધૂળના ઢગલામાં જુદો ચૈતન્ય ભગવાન તું બિરાજે છે. અહાહા...! સચ્ચિદાનંદ-સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો ધરનારો એવો ભગવાન આત્મા સદાય સ્વભાવથી શક્તિપણે પરમેશ્વર જ છે અને તે જેને પર્યાયમાં વ્યક્ત થયો છે તેને અહીં સાક્ષાત્ અર્હત્ પરમેશ્વર કહે છે.
તો કહે છે-“તે નેમિનાથ..' નેમિનાથને કેમ સંભાર્યા?
કેમકે પોતે મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્રહ્મચારી છે, એટલે બ્રહ્મચારી તીર્થંકરદેવને યાદ કર્યા છે. ચોવીસ તીર્થકરોમાં એમ તો વાસુપૂજ્ય, મલ્લિનાથ, પાર્શ્વનાથ ને મહાવીર ભગવાન પણ બ્રહ્મચારી હતા; પરંતુ ભગવાન નેમિનાથ બહારમાં વધારે પ્રસિદ્ધ છે ને? એટલે તેમને યાદ કર્યા છે. તો, કહે છે-“તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું...' જેમણે આત્માની શક્તિની પૂર્ણ દશા પ્રગટ કરી છે એવા પરમાત્માને હું વંદન કરું છું, સ્તુતિ કરું છું. પણ તે સિવાય બીજી ચીજનો હું આદર-વિનય કરતો નથી. લ્યો, આવી વાત છે.
કેમ પૂજું છું? “કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (-દુસ્તર સંસારસમુદ્રને પણ) બે ભુજાઓથી તરી જાઉં.”
અહા! અગાધ સંસારસમુદ્રમાં-ચોરાસીના અવતારમાં ભવના લોઢ ઉછળે છે. કીડા, કંથવા, કાગડા, કૂતરા, મનુષ્ય, નારકી ને દેવ આદિ એ બધાના-ચતુર્ગતિમાં રખડવાના ભવના હિલોળા ઊઠે છે. અહા ! આવા ઊંચા તરંગોવાળો સમુદ્ર છે તોપણ કહે છે હું બે ભુજાઓથી તરી જાઉં છું. જુઓ આ મુનિરાજની ભાવના! મતલબ કે હું સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્ર-એ બે દ્વારા તરી જવાનો છું.
અહા! જેવા હું ભગવાનને માનું છું તેવો જ મેં મારા આત્માને ભાળ્યો છે ને માન્યો છે. તેથી તેમાં લીન થઈ હું તરી જવાનો છું. અહા ! જેવો હું અંદર પૂર્ણ જ્ઞાનાનંદસ્વરુપે છું એવો મેં મારા આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, અને તે ( અભ્યાસ) દ્વારા હું તરી જઈશ. અહા! ભગવાન અર્હત વ્યવહારે મારી શ્રદ્ધામાં છે, અને અંતરંગ નિજસ્વરૂપની શ્રદ્ધા છે, તો તે દ્વારા હું તરી જવાનો છું એમ ભાવના વ્યક્ત કરે છે. અહા! વ્યવહાર-નિમિત્તથી એમ જ આવે કે નિશ્ચય ને વ્યવહાર-એમ બે મોક્ષના કારણ છે. તો કહે છે બે ભુજાઓથી હું અગાધ સંસારસમુદ્રને તરી જઈશ. દરિયામાં બે હાથે તરે છે ને? તો અહીં કહે છે સંસારસમુદ્રને હું બે ભુજાઓથી તરી જાઉં. અહા ! ૮૪ના અવતારનું કારણ તો મિથ્યાત્વ ને રાગદ્વેષ છે. પણ તેઓ મારામાં (–આત્મામાં) નથી એવો મેં મને (–શુદ્ધાત્માને ) માન્યો છે, ને હવે તેમાં જ સ્થિરતા વડે હું તરી જાઉં-એમ નિશ્ચિતપણે ભાવના કરે છે. સમજાય છે કાંઈ....?
તો હું તરી જઈશ કે નહિ એમ શું ભગવાનને પૂછવું ના પડે ?
ના; (શું કામ પૂછે?) જેવો ભગવાનનો આત્મા છે તેવો જ પોતાનો ભગવાન આત્મા અંદર પુણ્ય-પાપના વિકલ્પથી પાર ને દેહથીય ભિન્ન છે એમ અનુભવ્યો છે, ને એવા અનુભવથી હું તારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com