________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
[ નિયમસાર પ્રવચન બિરાજે છે. કોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે, અને પાંચસો ધનુષ્ય ઊંચાઈનો–હજાર હાથ ઊંચો-દેહ છે. તે ભગવાનની, કહે છે, વાણીની-દિવ્યધ્વનિની ગર્જના સર્વાગે ઊઠે છે. તે ઓધ્વનિ જગતના ભવ્ય પ્રાણીઓને સાક્ષાત્ અમૃત વરસતું હોય એવું સુખ આપે છે. અહા ! એ દિવ્યધ્વનિમાં શું આવે છે? કે ભગવાન! તું આનંદસ્વરૂપ-નિત્યાનંદસ્વરૂપ આનંદનો નાથ છો. અહાહા....! પ્રભુ! તું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ છો; ઈશ્વર-પરમેશ્વર છો. તારી ઈશ્વરતા તારામાં જ પૂરી પડી છે. તે પૂર્ણ જ્ઞાનનંદસ્વભાવી છો. (અંતર-એકાગ્ર થઈને તેની-નિજસ્વરૂપની ઉપલબ્ધિ કર.) આવો દિવ્યધ્વનિનો અવાજ ભગવાનની વાણીમાં આવે છે, અને તેથી ભગવાન જાણે અમૃત વરસાવતા હોય તેવું સુખ ઉપજે છે. વળી,
અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થકરસૂરિઓ બંધ છે.”
તીર્થંકરના શરીરમાં ૧OO૮ લક્ષણો હોય છે એમ કહે છે. અને આવા તીર્થકરસૂરિઓ બંધ છે અર્થાત્ અર્હત પરમેશ્વર તરીકે વંદન કરવાલાયક છે. આવી વાત છે.
હવે પોતે ટીકાકાર શ્લોક કહે છે જેમાં તીર્થકરની સ્તુતિ કરે છે:
શ્લોક ૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે.' અહા! શું કીધું? કમળ મોટું હોય છે, ને ભમરો તો નાનો હોય છે; તેથી કમળમાં તે સમાઈ જાય છે. શું કહેવું છે એ ધ્યાન રાખજો હોં. કહે છે-“તેમ જેમના જ્ઞાનકમળમાં...' અહાહા...! ભગવાન શક્તિએ તો સર્વજ્ઞસ્વરૂપ હતા જ, પણ તેમાંથી તેમણે અંતરના ધ્યાન દ્વારા સર્વજ્ઞતા પ્રગટ કરી છે. અહા! શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ કરી છે. “છે એમાંથી જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. તો એવું જે પૂર્ણ ખીલેલું જ્ઞાન છે તે જ્ઞાનકમળમાં, આ બધાય આત્મા સ્વભાવે આવા જ છે હોં; પણ એને કેમ બેસે ? જરી જ્યાં અપમાન થાય ત્યાં (ભભુકી ઊઠ) ઊંધ આવે નહિ હવે એને આવો આત્મા કેમ બેસે?
અહીં કહે છે-“જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (-લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે...' અહાહા...! જ્યાં શક્તિ પૂર્ણ વ્યક્ત-પ્રગટ થઈ ત્યાં પૂર્ણ ખીલેલું જ્ઞાન કોને ન જાણે ? ભાઈ, અગ્નિ કોને ન બાળે ? તેમ જ જ્ઞાન પૂર્ણ પ્રગટ થયું તે કોને ન જાણે? (બધાને જાણે). અહાહા...! ત્રણ કાળ-ત્રણ લોકને સહજપણેપોતાની પરિણતિને જાણતાં-જાણે. અને તે પણ “સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે” એમ કહે છે. જોયું? એ જ્ઞાનમાં આખો લોકાલોક સ્પષ્ટ સમાઈ જાય છે અર્થાત્ પ્રત્યક્ષ જણાય છે, જણાઈ જાય છે એમ કહે છે. અહા ! આવી પર્યાયની પૂર્ણ પ્રગટતા જેને થઈ છે તેને પરમાત્મા અર્હત્ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....? ' અરે ! અજ્ઞાની તો “નમો અરહંતા, નમો અરહંતાણં'—એમ બોલ્યા જાય છે, તે રટયે જાય છે, પણ શું “નમો અરહંતા ' છે એની કાંઈ ખબર નથી. અરે ભાઈ, “નમો અરહંતા –એ તો ભાષા થઈ, એ તો વાચક શબ્દો છે: પણ એનું વાચ્ય શું ? એનો ભાવ શું ? તે કઈ ચીજને બતાવે છે ? અહા ! ભગવાનને એક સમયમાં જ્ઞાનની એવી કળા ખીલી ગઈ છે કે તેમાં લોક ને અલોક સદા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com