________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫
ગાથા-૭]
છે તેનું વર્ણન આ પહેલાંની આધારરૂપ ગાથામાં આવી ગયું. હવે કહે છે-તેમનું શરીર કેવું હોય છે? તેમની વાણી કેવી હોય છે? એનું આ કળશમાં વર્ણન છે. અહાહા...! આ (ચૈતન્ય ) હીરો જેમાં મૂકે તે દાબડો (-શરીર) કેવો હોય તે હવે કહે છે. કોથળામાં કાંઈ હીરો ન મૂકાય. એમ અંદર પૂર્ણ થયેલા પરમાત્માનું-અનંત જ્ઞાન-દર્શન-આનંદને પામેલાનું-શરી૨ (–રૂપ) પણ કેવું અલૌકિક હોય છે તે અહીં કહે છે. અહા! જેને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી છે તે અરિહંતદેવને પુણ્ય પણ વધી ગયેલા હોય છે તે હવે કહેશે. કહે છે–
‘જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે–નિર્મળ કરે છે,...'
અહા ! ભગવાન અદ્વૈતના આત્મામાં (-પર્યાયમાં) તો ત્રણ કાળ-ત્રણ લોકનું જ્ઞાન વર્તે છે, કેમકે આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે, અને તે તેમને પૂર્ણ પ્રગટ છે. પરંતુ અહીં કહે છે-એમના દેહની કાન્તિ કોઈ અદ્દભુત અલૌકિક હોય છે કે તે દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે અર્થાત્ દશે દિશાઓને પ્રકાશિત કરે છે. વળી,
.
જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે,...'
અહાહા ! સૂર્ય-ચંદ્રના તેજ પણ ભગવાનના શરીરના તેજ આગળ ઢંકાઈ જાય છે. અહાહા...! અરિહંતના શરીરની કાંતિ-તેજ જ કોઈ જુદી જાતનું હોય છે ભાઈ ! અહા ! અંતરમાં ચૈતન્યનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ ગયો તે પરમેશ્વરને બહા૨માં સૂર્ય-ચંદ્રને ઢાંકી દે તેવું શરીરનું તેજ હોય છે. વળી,
‘જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે,...’
અહા! ૫રમાત્માના શરીરની નમણાઈ ને સુંદરતા એવી હોય છે કે તે જનોનાં મન હરી લે છે; કેમકે ભગવાનના શ૨ી૨ના રૂપ જેવું રૂપ-સૌંદર્ય લોકમાં કોઈનેય હોતું નથી.
પણ શરી૨ આત્માનું નથી ને?
હા, શરીર આત્માનું નથી, કેમકે એ તો જડ, જડનું જ છે. છતાં ‘પરમાત્માનું શરીર ' એમ ઉપચારમાત્રથી કહેવામાં આવ્યું છે; કેમકે આત્માની જોડે તે રહેલું છે ને? અહા ! એવા પરમાત્માના સુંદર શરીરનું રૂપ જનોનાં મનને હરી લે છે.-એ શરીરનું વર્ણન કર્યું. હવે ભગવાનની વાણી કેવી હોય તે કહે
છે:
· જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના ) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે...'
અહાહા...! ભગવાનની દિવ્યધ્વનિની કોઈ અલૌકિક ગર્જના હોય છે. આનંદસ્વરૂપ આત્માની જેને પૂર્ણ ઉપલબ્ધિ થઈ તેમની વાણીની-દિવ્યધ્વનિની ગર્જના પણ કોઈ ઓર હોય છે. આમ આપણા જેવી ભાષા એમને ન હોય. પણ સર્વાંગે ‘ૐૐ’ ધ્વનિ એમને ઊઠે છે. કેવી છે એ દિવ્યધ્વનિ ? તો કહે છેભવ્યજનોના કાનોમાં જાણે સાક્ષાત્ અમૃત ન વરસાવતી હોય! અહાહા...! દિવ્યધ્વનિ વડે જાણે ભગવાન કાનોમાં સાક્ષાત્ અમૃત રેડતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે. અહા ! આત્માનો અમૃતમય-આનંદમય સ્વભાવ પ્રાપ્ત થવામાં તે વાણી નિમિત્ત છે ને? તેથી દિવ્યધ્વનિ સાક્ષાત્ અમૃત વરસાવે છે એમ કહે છે.
જુઓ, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે અત્યારે વર્તમાનમાં શ્રી સીમંધર પરમાત્મા સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com