________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
[નિયમસાર પ્રવચન
· અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવનપ્રધાનવલ્લભપણું...' અહા ! ત્રણ લોકના અધિપતિઓ-મહાન પુરુષો જે છે તે ઇન્દ્રો, દેવો, મનુષ્યોના ભગવાન વલ્લભ છે, પ્રિય છે, ઇષ્ટ છે. ઇષ્ટદેવ કહેવાય છે ને? તો આવા પરમેશ્વર ઇષ્ટદેવ છે. અહા ! કહે છે
‘આવું જેમનું માહાત્મ્ય છે તે અ ંત છે.' લ્યો, આવી જેને અંતર ને બાહ્યમાં ઋદ્ધિ હોય તે પરમેશ્વર અર્હત છે. અહાહા...! જે પવિત્રતામાં પૂરા ને પુણ્યમાં પણ પૂરા છે એવા ભગવાન અદ્વૈત પરમેશ્વર છે; અને સમકિતી આવા પરમેશ્વરને દેવ તરીકે માને છે. આ સિવાય કોઈ દેવ હોઈ શકે નહિ.
હવે ભગવાનને ભૂખ-તરસ લાગે ને તેમને રોગ થાય ને તે આહાર કરે એમ જે માને છે તેમને ભગવાન અદ્વૈતના સ્વરૂપની ખબર નથી; તેઓ તો અજ્ઞાની જ છે. હવે જે અદ્વૈતના દાસ છે તે ઇન્દ્રોને રોગ ન થાય ને શું આ અદ્વૈતને રોગ થાય? એ તદ્દન વિપરીત વાત છે. અહા! અજ્ઞાનીની વાતનો ક્યાંય મેળ છે?
અહા! આત્મા વસ્તુ છે કે નહિ? છે ને; અસ્તિ છે ને? સત્તા છે ને? જેમ આ શરીર હોવાપણે માટી–ધૂળ-જડ છે, તેમ આત્મા હોવાપણે ત્રિકાળ ચૈતન્યવસ્તુ છે. અહા ! આત્મા હોવોપણે સત્ છે તો તેનું સત્ત્વ શું છે? એનો ભાવ શું છે? એની શક્તિ શું છે? તો કહે છે-જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ ઇત્યાદિ એનો ભાવ ને શક્તિ ત્રિકાળ છે. અહા! એવો અનંત શક્તિનો ભંડાર જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેનો જેણે આશ્રય લીધો છે તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે; અને તેને ભગવાન અરિહંતદેવ કેવા હોય તેની યથાર્થ શ્રદ્ધા હોય છે. અહીં! પોતાને (–સમ્યગ્દષ્ટિને) જ્ઞાન ને આનંદ પૂર્ણ પ્રાપ્ત થયા નથી, પણ આત્માના જ્ઞાન-આનંદાદિ જેને પૂર્ણ પ્રાપ્ત થયા છે તે અર્હત પરમેશ્વર કેવા હોય તેનું તેને બરાબર શ્રદ્ધાન હોય છે. સમજાણું કાંઈ... ?
પણ આવી વાત તો પહેલાં ઘણી સાંભળી છે?
ના, એણે પૂર્વે કદી સાંભળી જ નથી. અહા! સાંભળી છે એમ ક્યારે કહેવાય કે જ્યારે અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્માની અંતર્મુખ ષ્ટિ થઈને પરિણમન થાય. સમજાય છે કાંઈ...?
અહા ! આ શરીર-મન-વાણી તો જડ-માટી–ધૂળ છે; ને પુણ્ય-પાપના ભાવ જે થાય છે તે વિપરીત ભાવ છે. શું કીધું? આ ૨ળવા-કમાવાના ઇત્યાદિ આરંભરૂપ ભાવ તે પાપભાવ છે, ને જે દયાદાન-વ્રત-ભક્તિ આદિના ભાવ છે તે પુણ્યભાવ છે. પરંતુ એ બેય વિપરીત ને વિકારી ભાવ છે. એ કાંઈ આત્માના ત્રિકાળી ભાવ નથી. અહા ! આત્માના ત્રિકાળી ભાવ તો અનંત જ્ઞાન-દર્શનાદિ છે. ‘ અનંત ’ કેમ કહ્યું ? કેમકે તે સ્વભાવ છે, ને જે સ્વભાવ હોય તેની હદ શું? મર્યાદા શું? જેનો જે સ્વભાવ હોય તેની દ-મર્યાદા ન હોય. તો એવું અનંત-બેદ જ્ઞાન, બેદ-અપરિમિત આનંદ, બેહુદ-અપરિમિત શાન્તિ એ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વરૂપનો અંતરમાં સ્વીકાર થઈને જેને અંતર્મુખ દૃષ્ટિ પ્રગટી છે તે સમ્યગ્દષ્ટિ છે. અહા! આ સમ્યગ્દષ્ટિ, કેવા પુરુષને બહારમાં પોતાના દેવ હોવાનું સ્વીકારે છે તે પૂર્ણતાને પ્રાપ્ત એવા અરિહંત પરમાત્માની અહીં વ્યાખ્યા કીધી છે. હવે આધાર આપી તેમના બહારના વૈભવને વિશેષ કહે છે:
જુઓ, ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ઇત્યાદિ જે ગુણો-પર્યાયો પ્રગટ થયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com