________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭]
૧૦૩ અહા! અહીં જે કીધા એનાથી ઉલટા ગુણોવાળા બધાય દેવાભાસો અર્થાત્ દેવ હોવાનો દેખાવ કરનારા છે. એટલે શું? કે તેઓ દેવ નથી પણ દેવના આભાસમાત્ર છે. અમે ઈશ્વર છીએ ને જગતના કર્તા-હર્તા છીએ એમ કહેનારા બધા દેવાભાસો છે, દેવના અભિમાનીઓ છે; કેમકે તેઓને વસ્તુની ને વસ્તુવ્યવસ્થાની ખબર જ નથી. ભલે તેઓ દેવપણાના અભિમાનથી દગ્ધ-બળી રહ્યા હોય તો પણ તેઓ સંસારી છે.-આમ આ ગાથાનો અર્થ છે.
હવે આધાર આપે છે:
તેજ (ભામંડળ)..' અહા! ભગવાનના શરીરમાં ભામંડળ હોય છે. અહા ! જ્યાં કેવળજ્ઞાનકેવળદર્શન અંદર પ્રગટ થયાં ત્યાં એના શરીરના તેજ એવાં હોય છે કે આખા શરીરની આસપાસ તેજનું ચક-કુંડાળું દેખાય છે. ભગવાનને ભા = તેજ, મંડળ = ચક્રભામંડળ અર્થાત્ પ્રકાશનું મંડળ રચાય છે. અહા! આવી એ પુણ્ય પ્રકૃત્તિ હોય છે.
હવે, “દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન)...” ઓહો! એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકને દેખે ને જાણે એવી શક્તિની પૂર્ણ વ્યક્તતા ભગવાનને પ્રગટ થઈ હોય છે.
ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ)...” અહા! ઇન્દ્રો આવીને મોટી સમવસરણની સભા રચે. (ભગવાનને બહારમાં પણ અભુત અલૌકિક વિભૂતિ હોય છે. )
તો શું ભગવાનને સમવસરણની વિભૂતિ છે?
અરે ભાઈ ! તું ભગવાનને ઓળખતો નથી ! ભગવાનની ક્યાં તે વિભૂતિ છે? એ તો પુણ્યોદયે પ્રગટ બહારની ચીજ ( રચાઈ ) છે. ભગવાન તો પોતે કેવળજ્ઞાનમાં ને પૂર્ણ આંનદમાં છે, નિજાનંદરસલીન છે. એમને એ બાહ્ય વિભૂતિથી શું સંબંધ છે?
પણ પહેલાં કાંઈ નહોતું તે હવે આવડી મોટી ( ઝાકઝમાળ) સભા છે, વળી ઇન્દ્રો ચામર ઢોળે છે; આ બધું છે ને?
તને ખબર નથી બાપા ! વીતરાગી બિંબ એવા ભગવાન તો નિજ આનંદમાં જ લીન છે. એ તો ભક્તોને એવો ભાવ આવે છે ને એમનાં એવાં પૂર્વનાં પુણ્ય છે તેને કારણે એ બધી સામગ્રીઓ રચાય છે, છતાં એ ચીજથી ભગવાનના કેવળજ્ઞાનને કે વીતરાગતાને કોઈ આંચ-બાધા નથી. અહા ! શું થાય ? જેને માપ કરતાં આવડે નહિ એના ગજ-માપલાં જ બધાં ખોટાં હોય છે.
હવે કહે છે-“સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ), ' અહો ! ભગવાનને અનંત અતીન્દ્રિય આનંદ હોય છે. કેવો? કે જેના એક અંશનો સમકિતમાં મીણો ચઢતાં સમકિતીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ ઝેર જેવાં ભાસે છે. ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ હોય છે, પણ સમકિત હોતાં છ ખંડના રાજ્ય સહિત એ બધો વૈભવ કાળા નાગ જેવો ભાસે છે, ઝેર જેવો જણાય છે. અહા ! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે, તેનું જેને ભાન થઈને તેનો આસ્વાદ આવ્યો-અંશે હોં, તેના સુખની પણ જ્યાં કોઈ બીજા સાથે તુલના થઈ શકતી નથી તો આ તો પૂર્ણ પરમાત્મા! અહાહા...! તેમના અનંત ને પૂરણ સુખની શી વાત? પણ એ આવા (અર્હત્ ) પરમાત્મા હોં.
વળી, “(ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય..' અહા! જુઓ ઈશ્વરતા! અર્ધ લોકના સ્વામી શકેન્દ્ર ને ઇશાનંદ્ર પણ (ભક્તિયુક્ત થઈ ) ગલુડિયાની-દાસની જેમ વર્તે એવી ભગવાનની ઈશ્વરતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com