________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
[નિયમસાર પ્રવચન “શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે ને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે.”
અહાહા..! શક્તિરૂપે કારણપરમાત્મા છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને તેમાં એકાગ્રતા-લીનતા થાય તો પર્યાયમાં કેવળજ્ઞાન થઈ જાય ને તે કાર્યપરમાત્મારૂપે પ્રગટ થાય છે. માટે કહે છે-શક્તિ કારણ છે, ને વ્યક્તિ કાર્ય છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ કારણ છે, ને વર્તમાન પ્રગટ પર્યાય કાર્ય છે. એથી શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહે છે, ને વ્યક્તિરૂપ પરમાત્માને કાર્યપરમાત્મા કહે છે. અહા ! હું આવો કારણપરમાત્મા છું એમ જે જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થાય તેની કિંમત કેટલી? સમજાય છે કાંઈ....? બહુ સરસ વાત!
હવે જુઓ, આ ટીકાનો અંશઃ કહે છે-“એવા જે પરમાત્મા–એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદએકસ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા.' અહાહા...! ત્રણે કાળ ભગવાન આત્મા આવરણ વિનાનો છે. શું વસ્તુને આવરણ હોય? જો વસ્તુને આવરણ હોય તો તે વસ્તુ અવસ્તુ થઈ જાય, વસ્તુ જ ના રહે. અહાહા...! જેમ વસ્તુ નિરાવરણ નિત્ય છે તેમ તેનો આનંદસ્વભાવ નિત્ય એકરૂપ છે. અહા ! આવા નિજ કારણ પરમાત્માની ભાવનાથી. લ્યો, આ મોક્ષનો માર્ગ. આ નિયમસાર છે ને? એટલે મોક્ષમાર્ગની વ્યાખ્યા કરી. ભગવાન ત્રિકાળી નિત્યાનંદમય કારણપરમાત્માની ભાવના અર્થાત્ શ્રદ્ધાન-જ્ઞાન ને રમણતા તે મોક્ષમાર્ગ છે; ને તેનાથી કાર્યપરમાત્મા ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ....?
હવે આ બધું મારાથી થાય એમ એને બેસતું નથી. કાંઈક... કાંઈક તો બહારનો ટેકો જોઈએ, કાંઈક મંદ રાગની વા દેવ-ગુરુ-શાસ્ત્રની મદદ જોઈએ એમ એના મનમાં (શલ્ય ) રહ્યા કરે છે. કેમકે પોતાને પાંગળો માન્યો છે ને? પણ ભાઈ ! તને મદદ છે ને તારી. તું ક્યાં મદદ વિનાનો છો? તું તો સર્વ વાતે પૂરો ભરપૂર છો ને પ્રભુ! તો પછી તને તારા માટે બીજાની ક્યાં જરૂર છે?
અહાહા...! કહે છે-“નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે.” લ્યો, આને અર્હત્ પરમેશ્વર કહીએ. અરે, અજ્ઞાની તો “નમો રિહંતાણ' એમ ગોખે રાખે, પણ ભાન ન મળે કે અત્ કોને કહેવા? અહાહા...! જેમણે રાગદ્વેષમોહ ને અજ્ઞાનને હણીને પૂર્ણ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ કરી છે એવા કાર્યપરમાત્મા તે અત્ પરમેશ્વર છે. ભાઈ, આ કોઈ પક્ષની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે.
અહાહા...! વસ્તુ નિત્યાનંદમય ત્રિકાળ ધ્રુવ કારણસ્વભાવે છે તેની ભાવના કરતાં, તેમાં એકાગ્રલીન થતાં શક્તિમાંથી કાર્યપરમાત્માની વ્યક્તિ થાય છે, અને તે અર્હત્ પરમેશ્વર છે. આ પ્રમાણે કારણપરમાત્માને સિદ્ધ કર્યો, તેની ભાવના-એકાગ્રતા બતાવીને મોક્ષમાર્ગ સિદ્ધ કર્યો, અને તેના ફળ તરીકે કાર્યપરમાત્મા થાય છે એમ કહીને દેવને સિદ્ધ કર્યા. અહા! આમાં બધું (સાર, સાર બધું) આવી ગયું. પણ ભાઈ, આ કાંઈ વાતે વડાંથાય એમ નથી હોં. જેમ વડાં થવામાં લોટ જોઈએ, તેલ જોઈએ, તાવડો ઇત્યાદિ જોઈએ,–જોઈએ કે નહિ? તેમ આમાં પણ કેટલું દષ્ટિનું જોર જોઈએ? કેટલો અંતઃપુરુષાર્થ જોઈએ? દિશાનો કેટલો ફેર જોઈએ?
હવે કહે છે-“આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com